વિકાસના ભોગે શું ગુમાવીએ છીએ
गुजरात में विकास की कीमत कितनी
What is the cost of development in Gujarat
દિલીપ પટેલ, 14 મે 2022
ગુજરાતમાં બીન ખેતીની જમીન 2006-07માં 1163200 હેક્ટર હતી. જે 2018-19માં બીન ખેતી વધીને 1415800 હેક્ટર થઈ છે. હાલ 2022માં 15 લાખ હેક્ટર બિન ખેતીની જમીન સરકારે કરી હોવાનું અનુમાન છે.
12 વર્ષમાં 2,52,600 હેક્ટર જમીન બિનખેતી થઈ છે. 17 વર્ષના વિકાસમાં 3 લાખ હેક્ટર જમીન બીન ખેતી થઈ ગઈ હોવાનું અનુમાન છે.
દર વર્ષે સરેરાશ 21 હજાર હેક્ટર જમીન બીન ખેતી થઈ છે. મતલબ કે દર વર્ષે 210 ચોરસ કિલોમીટર વિસ્તારમાં શહેર કે ઉદ્યોગ સ્થપાય છે. રસ્તા બને છે. 2022માં 25 હજાર હેક્ટર જમીન બીન ખેતી થઈ હોવાનું અનુમાન છે.
રોજ 58 હેક્ટર જમીન પર ખેતી મટી જાય છે. રોજ 5.80 લાખ ચોરસ મીટર જમીન પર બાંધકામ થાય છે.
1 હેક્ટર ખેતીની જમીન જતાં હેક્ટર દીઠ દર વર્ષે કોઈ પણ એક કૃષિ ચીજનું નુકસાન નીચે પ્રમાણે થાય છે.
હેક્ટરે 5 હજાર કિલો અનાજ લેખે 3 લાખ હેક્ટરમાં અનાજ હોય તો 150 કરોડ કિલો અનાજ ગુમાવવું પડે છે હેક્ટરે 1000 કિલો કઠોળ લેખે 30 કરોડ કઠોળ વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 3000 કિલો મગફળી લેખે 90 કરોડ કિલો મગફળી વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 600 કિલો કપાસ લેખે 18 કરોડ કિલો કપાસ વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 30 હજાર કિલો બટાટા લેખે 900 કરોડ કિલો બટાટા વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 80 હજાર કિલો શેરડી લેખે 2400 કરોડ કિલો શેરડી વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 30 હજાર કિલો ડૂંગળી લેખે 900 કરોડ કિલો ડૂંગળી વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 5 હજાર કિલો ફળ લેખે 150 કરોડ કિલો ફળ વર્ષે ગુમાવવી પડે છે
હેક્ટરે 10 હજાર કિલો ઘાસ લેખે 300 કરોડ કિલો ઘાસ દર વર્ષે ગુમાવવું પડે છે.
ઉપરના કોઈ એક પાક ગુજરાતના લોકોએ ગુમાવવા પડે છે. તેની સીધો મતલબ કે ખેતી ઘટતા આનાજ ઘટી રહ્યું છે. વિકાસનું આ મોડેલ છે. તેનો એક માત્ર ઉપાય છે. બિનફળદ્રુપ જમીન, ખરાબાની જમીન, ટેકરીઓ, ખારી જમીન પર જ ઉદ્યોગો અને શહેરો સ્થપાવા જોઈએ.
ખરાબ જમીન 2018-19માં 21 લાખ હેક્ટર હતી. જે 2025માં 25 લાખ થઈ જશે. 2006-07માં 11.62 લાખ હેક્ટર જમીન હતી. ખરાબ જમીન વધી રહી છે, ત્યાં જ ઉદ્યોગો સ્થાપવા જોઈએ. ખારી કે ઉજ્જડ જમીનો પણ
19-20 વર્ષમાં ખરાબ, ખારી, પડકર જમીનમાં 100 ટકાનો વધારો થયો છે. આમ મતૃભૂમિ ગુજરાત, ધરતી માં અને ધરતીપુત્રોનું પતન છેલ્લાં 20 વર્ષના કહેવાતા વિકાસમાં થઈ ચૂક્યું છે. વિકાસ કોનો થયો.