[:gj]Whatsappનું Disappearing Message ફીચર શું છે? કેવી રીતે વાપરવું જાણો[:]

[:gj]Whatsappનું Disappearing Message ફીચર આખરે ભારતમાં ઉપલબ્ધ થઇ ગયુ છે. આ ફીચરને હવે તમામ પ્લેટફોર્મ એન્ડ્રોઇડ, iOS, KaiOS વેબ અને ડેસ્કટૉપ પર ઉપયોગ કરી શકાય છે. જો કે યુઝર્સ આ ફીચરને ફોનમાં મેનુઅલી ઑન કરવુ પડશે. Whatsappનું કહેવુ છે કે આ ફીચર દ્વારા તમામ મેસેજ (મીડિયા ફાઇલ પણ) 7 દિવસની અંદર આપમેળે જ ગાયબ થઇ જશે.

તેને વન ઑન વન ચેટ સાથે સાથે ગ્રુપ ચેટમાં પણ એક્ટિવ કરી શકાય છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ ફક્ત Admin જ કરી શકે છે. Whatsappના આ ફીચર્સની કેટલીક મર્યાદા પણ છે. રિપોર્ટ અનુસાર જો તમે 7 દિવસ સુધી મેસેજ ઓપન ન કરો તો મેસેજ ગાયબ થઇ જશે. પરંતુ જો તમે નોટિફિકેશન પેનલ ક્લિયર નહી કરી હોય તો તમે આ મેસેજ ચેક કરી શકશો.

જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માગતા હોવ તો તમારે Whatsappનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવાનું છે. તે બાદ નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ ફૉલો કરો. Whatsappનું લેટેસ્ટ વર્ઝન અપડેટ કર્યા બાદ તેની નીચે આપવામાં આવેલા સ્ટેપ્સ ફૉલો કરો. તેના માટે સૌથી પહેલા Whatsapp ઓપન કરો. તે બાદ હવે જે કોન્ટેક્ટ માટે તમે ડિસપિયરિંગ મેસેજ ફીચરને એક્ટિવેટ કરવા માગતા હોવ, તે ચેટ ઓપન કરો.

હવે ઓપન થયેલી ચેટનાં કોન્ટેક્ટના પર નામ પર ક્લિક કરો. કોન્ટેક્ટના નામ પર ક્લિક કરતાં જ તેનુ Whatsapp એકાઉન્ટ ઓપન થઇ જશે. અહીં તમે Disappearing messages ફીચર જોવા મળશે, તેના પર ક્લિક કરો. ડિસઅપીયરિંગ મેસેજ ફીચર પર ક્લિક કરતાં જ તમે ON અને OFFનું ઓપ્શન જોવા મળશે. તેને તમે અહીંથી ON કરી દો. હવે આ ફીચર એપમાં એક્ટિવેટ થઇ જશે અને મોકલવામાં આવેલા મેસેજ, ફોટો અને વીડિયો 7 દિવસ બાદ આપમેળે જ ગાયબ થઇ જશે.[:]