https://allgujaratnews.in/gj/sugar-can-gujarat/
Why Pithoragarh organic sugarcane district is not Dang, Gujarat
पिथौरागढ़ जैविक गन्ना जिला क्यों नहीं डांग
ગાંધીનગર 19 એપ્રિલ 2022
ખેડૂતો શેરડીની ઓર્ગેનિક ખેતી શરૂ કરી છે. તેથી હવે ગોળ અને ખાંડ પણ જૈવિક મળી શકે છે. પણ ગુજરાતમાં એક ગામ કે એક તાલુકાને સજીવ શેરડી માટે જાહેર કરાયો ન હોવાથી ક્લસ્ટર પ્રમાણે તેનું બજાર મળતું નથી.
અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સુધી ગુજરાતના સુરતમાં રહેતા 100 એકરના ખેડૂત ગોવિંદભાઈ વઘાસિયા ક્ષેન્દ્રિય શેરડી મોકલે છે. ઓર્ગેનિક ખેતીના કારણે શેરડીના ઉત્પાદનમાં 8 થી 10 ટનનો વધારો થયો છે. 1 હજાર કિલોમાંથી 120 કિલો ગોળ તેઓ બનાવે છે.
નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયના માર્ગદર્શન બાદ તેમણે 11 વર્ષથી ગોળની પોતાની બ્રાન્ડ વિકસાવી છે. ગોળ બનાવવાના કોલામાં 350 લોકો કામ કરે છે. 100 એકર જમીનમાંથી 22 એકર જમીન પર ઓર્ગેનિક શેરડી ઉગાડીને 11 હજાર કિલો ગોળ બનાવીને વેચે છે.
ભારતીય કૃષિ સંશોધન પરિષદ-શેરડી સંવર્ધન સંસ્થાએ ખેડૂતોને ઓર્ગેનિક શેરડી ઉગાડવામાં અને ગોળનું માર્કેટિંગ કરવામાં મદદ કરી છે. કોઈમ્બતુરમાં સોનેરી પીળો રંગ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ગોળના ઉત્પાદનમાં ફાયદાકારક છે. ગાયોના છાણથી જૈવિક ખાતરનો ઉપયોગ કરીને એક એકરમાં 82.65 ટન શેરડીનો પાક લે છે. જેમાં 10.20 ટન ગોળનું ઉત્પાદન કર્યું હતું.
500 ખેડૂતોને 3 વર્ષ પહેલા નર્મદા સુગર ફેક્ટરી દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
નવસારી
નવસારીના જૂનાદીવામાં શેરડી અને કેળમાં સજીવખેતી નિપુલ ઠાકોર પટેલ 12 એકરમાં 25 ટકાથી વધુનો પાક ઉતર્યો હતો.
જામનગર
પીપળી ગામના ખેડૂત અશોક જોબનપુત્રાએ 20 વીઘામાં શેરડીનો વાવ્યો છે. ગાયનું મુત્ર અને છાણને ખાતર તરીકે વાપરે છે. ઓર્ગેનિક ગોળ બનાવે છે.
મોડાસા
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગઢડા કંપા ગામના ખેડૂત હરિ અરજણ પટેલે 1 એકરમાં જૈવિક શેરડીમાંથી ગોળનું ઉત્પાદન કર્યું છે. શેરડીમાં ટપક સિંચાઈ કરે છે. ગૌમૂત્ર, છાણ, ગોળ, કઠોળના લોટનું જીવામૃત બનાવીને ઉપયોગ કરેલો છે.
રાજકોટ
નવરંગ નેચરલ કલબ દ્વારા ગીરની શેરડીનો ગોળ કિલોના 55-60ના ભાવે અપાય છે. ગીરની
જેતપુર
જેતપુરનાં અકાળા ગામના ખેડૂતે ગાય આધારિત સજીવ – પ્રાકૃતિક ખેતી કરીને શેરડી, હળદળ, મગ, ચણા, સૂરજમૂખી પકવે છે. છાણ, ગોમૂત્ર, જીવામૃત, છાસ, દૂધ, જીવામૃતનો ઉપયોગ કરે છે.
રસ
રાજકોટમાં અમીનપાર્કના માર્ગ પર સજીવ શેરડીનો રસ 20 રૂપિયે 250 એમ એલ રસનો ગ્લાસ મળે છે.
ગીર સોમનાથ
40 એકર જમીનના રાણાભાઈ રામ કંટાળા ગીર ગામમાં જીવામૃત સાથે ઓગ્રેનિક ખેતી હેઠળ શેરડીનું વાવેતર કરીને 20 હજાર કિલો ગોળનું ઉત્પાદન કરે છે.
પછાત ગુજરાત
22 ખાંડ મિલોમાં 12 વર્ષ પહેલાં 13.69 લાખ ટન ખાંડ બનતી હતી. જે સતત ઘટીને હવે માત્ર 10 લાખ ટન થઈ ગઈ છે. આવું છેલ્લાં 20 વર્ષથી શરૂ થયું છે. શેરડી પેદા કરીને ખાંડ બનાવવામાં ગુજરાત પછાત બની ગયું છે. દેશમાં વર્ષે 30 ટકા ઉત્પાદન વધી રહ્યું છે, પણ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ગુજરાતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે. ખાંડ મિલો બંધ કરી દેવામાં આવી રહી છે. હવે સૌરાષ્ટ્રમાં એક પણ ખાંડના કારખાના રહેવા દેવાયા નથી.
હિમાલય
ઉત્તરાખંડના હિમાલયના પર્વતીય, બરફીલા, ખીણો, આલ્પાઈન ઘાસના મેદાનો, જંગલો, ઝરણાં, બારમાસી નદી, હિમનદીથી નેપાળ અને તિબેટની આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલું રાજ્ય છે. 1700 મીટર ઉંચાઈ પર આવેલા 2800 ચોસર માઈલ વિસ્તારના જિલ્લા પિથોરાગઢને શેરડીની જૈવિક ખેતી તરીકે ઓળખ આપવામાં આવી છે. વર્ષોથી અહીં જૂની જાતની શેરડી ઉગાડવામાં આવે છે. તે અંગે નરેન્દ્રની વાત જાણીને શેરડી અને સુગર કમિશનરે આખો જિલ્લો સજીવ શેરડીના જિલ્લા તરીકે જાહેર કર્યો છે.
ડુંગરાળ મલ્લદેવલા ગામના ખેડૂત નરેન્દ્ર મેહરાના કારણે હવે આખો જિલ્લો જૈવિક શેરડી માટે જાહેર કરવામાં આવ્યો છે. મુંબઈમાં 20 વર્ષ ઈજનેર તરીકે કામ કર્યા પથી જય પ્રકાશ જોષી પોતાના ગામ પરત ફર્યા છે.
ગુજરાતમાં આવો શેરડી માટે કોઈ જિલ્લો જાહેર કરાયો નથી થતું. ઉધમ સિંહ નગર, હરિદ્વાર, નૈનિતાલમાં શેરડીની ખેતી થાય છે.
ગોળ અહીંથી તિબેટમાં જતો હતો. રાજાઓને આપવામાં આવતો હતો. કૈલાશ માનસરોવરની યાત્રા આ ગામમાંથી નિકળતી હતી ત્યારે લોકો મીઠાના બદલામાં ગોળ લઈ જતાં હતા. હવે લીંબુ, આદુ, પહારી મદુઆ ઉમેરીને ગોળ બનાવવાની નવી પદ્ધતિ અહીં ખેડૂતોને શિખવવામાં આવી રહી છે. ગુજરાતમાં ડાંગમાં આવું થઈ શકે તેમ છે.
5 દેશમાં નિકાસ
પાનીપત જિલ્લાના તાજપુરના યુવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરે ચંદીગઢ અને ગુરુગ્રામમાં વેબ ડેવલપરની નોકરી છોડીને 25 એકરમાં સજીવ શેરડી ઉગાડી છે. જેમાંથી કિલોના 50 રૂપિયે ગોળ અને સુગર મિલમાં ખાંડ બનાવે છે. આ ગોળ 10 રાજ્યો અને અમેરિકા, જર્મની સહિતના 5 દેશોમાં તેનો ગોળ જાય છે.