સમૃદ્ધ ગણાતા અમદાવાદમાં કંગાળ બાળકો કેમ? નબળા મુખ્ય પ્રધાન રૂપાણી જવાબદાર

Why poor people in Ahmedabad considered rich? Weak chief minister Roopani responsible

30 વર્ષથી જ્યાં ભાજપનું શાસન છે એ અમદાવાદ શહેરમાં કુપોષિત બાળકોની સંખ્યા એક વર્ષમાં જ બમણી થઈ ગઈ છે. ભાજપની વિજય રૂપાણી સરકારની અને અમદાવાદામાં વર્ષે રૂ.10 હજાર કરોડ ખર્ચ કરતાં ભાજપના મેયર બિજલ પટેલની આ સૌથી મોટી નિષ્ફળતા છે. અમદાવાદમાં રહેતા આરોગ્ય પ્રધાન નીતિન પટેલની આ આંખોદેખી નિષ્ફળતા જોવા મળે છે. અમદાવાદ શહેરમાં જ કુપોષિત બાળકોની સંખ્યા ર૧ હજાર કરતા વધારે છે. અમદાવાદના નાગરિકો તંદુરસ્ત નહીં પણ કંગાળ બની રહ્યાં છે. સરકારે કુપોષિત જાહેર કર્યા છે તેનાથી અનેક ગણા બાળકોને પૂરતું ખાવાનું પણ મળતું નથી.

બાળકોને પોષણ યુક્ત ખાવાનું મળે તે માટે માસિક રૂ.ર૦૦ની રકમ ખર્ચવામાં આવે છે. ર૦૧૮-૧૯ના વર્ષ દરમ્યાન શહેરમાં ૧૦૯૯ર કુપોષિત બાળકો ર૦૧૯-ર૦માં કુપોષિત બાળકો ર૧૬૬૦માંથી ૪૬ર૩ અતિકુપોષિત બાળકો છે.

ભોજનની રકમ ઘટાડી દેવાઈ

રાજ્ય સરકાર દ્વારા કુપોષિત દૂર કરવા માટે ર૦૧૮-૧૯માં રૂ.૬.ર૦ કરોડ અને ર૦૧૯-ર૦માં રૂ.પ.૩૩ કરોડની ગ્રાંટ આપવામાં આવી હતી.  રૂ.૯૦ લાખનો ઘટાડો વિજય રૂપાણીએ કરી દીધો છે. કુપોષિત બાળકોને પૌષ્ટીક આહાર માટે ર૦૧૮-૧૯ ના વર્ષ દરમ્યાન બાળકદીઠ માસિક રૂ.૪૩૦નો ખર્ચ થતો હતો. ર૦૧૯-ર૦ માં ગ્રાંટની રકમમાં ઘટાડો થવાના કારણે બાળકદીઠ રૂ.ર૦૩નો ખર્ચ થાય છે. બાળકદીઠ દૈનિક રૂ.પ.૧૦ નો ખર્ચ કરીને કુપોષણ દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આમ ભાજપની સરકારો ગુજરાતમાં લોકોને પુરતું ખાવાનું આપી શકતા ન હોવાથી નબળા નાગરિકો પેદા થઈ રહ્યાં છે.

ખરાબ વિસ્તારો

પૂર્વ અમદાવાદમાં લોકોની આવક સારી ન હોવાથી 40 ટકા લોકો એક સમયે જ ભોજન કરી શકે છે. શહેરના ચાલી-ઝુંપડપટ્ટી વિસ્તારમાં કુપોષિત બાળકોની સખ્યા વધારે છે. તેથી સૌથી વધું ખરાબ હાલત નરોડામાં ૩૦૪, મકતમપુરા ૬૩૭, શાહપુર ૯૩પ, બહેરામપુરામ ૯ર૯, સાબરમતી ૬પ૬, દાણીલીમડા ૬૯૮, સૈજપુર બોઘા ૬ર૪ તથા ઓઢવ ૭૮૦ બાળકો કુપોષિત છે. અહીં બાળકોની માતાને પૂરતું ખાવાનું મળતું નથી.

વિજય રૂપાણીની મજાક
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગરીબ પ્રજાના કુપોષિત બાળકોને ફળ આપવા માટે બાળકદીઠ રૂ.૧.રપ જાહેર કર્યા છે. એક રૂપિયામાં કયા. એક રૂપિયાનું ફળ મળતું નથી. આ ગરીબોની મજાક છે. ભાજપ સરકાર માત્ર શ્રીમંતોની છે. આંગણવાડીના બાળકોને સપ્તાહમાં માત્ર બે દિવસે રૂ.૩.રપ ફળ માટે ખર્ચ થાય તો તે દિવસે બાળકોને અન્ય પૌષ્ટીક આહારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેની તરફ સરકાર કે મનપા દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યુ નથી.

આંગણવાડી બંધ

સરકારે કુષોષણ દૂર કરવાના બદલે આંગણવાડીઓ જ બંધ કરવાની શરૂઆત કરી છે. રાજ્ય સરકારે ૧૭૬ આંગણવાડી બંધ કરી છે. કન્સ્ટ્રકશન સાઈટ આસપાસ ચાલતી આ પ્રકારની આંગણવાડીઓ બંધ કરવાથી હજારો બાળકોને અસર થઈ શકે છે.