[:gj]ધો.1 થી 8 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે? જાણો હકીકત[:]

[:gj]કોરોના કહેર ને કારણે દિવાળી આવવા થઈ છતાં પણ શાળાઓ ખુલી શકી નથી. છેલ્લા 7 મહિનાથી શાળા કોલેજો બંધ છે. બીજી તરફ ઓનલાઈન અભ્યાસમાં પણ અનેક મુશ્કેલીઓ સામે આવી રહી છે. શાળાઓ અને વાલીઓ વચ્ચે ફીનો મુદ્દો પણ અટવાયેલો છે. ત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા હતા કે રાજ્ય સરકાર ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી શકે છે.

જો કે આ બાબતે ખુલાસો કરતાં એજ્યુકેશન સેક્રેટરી વિનોદ રાવે કહ્યું કે એ પ્રકારના ન્યૂઝ ફરી રહ્યા છે કે સરકારે એવું નક્કી કર્યું છે કે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે જે તદ્દન પાયાવિહોણી વાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ” હજુ સુધી આવો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.

એ પ્રકારની શક્યતાઓ રહેલી છે કે દિવાળી વેકેશન પછી પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા શાળા ફરી શરૂ કરવા માટેની સરકાર મંજૂરી આપી શકે. પણ, હાલ અમે માસ પ્રમોશન અંગે કશું નક્કી કરી શકીએ નહીં. જો શાળાઓ ફરી ચાલુ થશે તો પરીક્ષાને ચોક્કસપણે મંજૂરી આપવામાં આવશે”

તો બીજી બાજુ મીડિયા અહેવાલ મુજબ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સ્થિતિમાં વાલીઓ શાળામાં પોતાના બાળકોને મોકલવા તૈયાર નથી. જેના કારણે સરકાર પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં માસ પ્રમોશન આપવા અંગે વિચારણા કરી રહી છે. એટલે કે ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રમોશન મળી શકે છે. પણ, હજુ સુધી આવો કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી.[:]