ગાંધીનગર, 8 જૂન 2021
ખેતી ક્ષેત્રે ગુજરાતના લોકોએ વિશ્વને અનેક મોટી ભેટ આપી છે. તેમાં સમગ્ર દુનિયાના ખેડૂતોને નેનો યુરીયાની ભેટ પણ ગયા અઠવાડિએ આપી છે. ગુજરાતના કાલોલમાં ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર્સ કો-ઓપરેટીવ લિમિટેડ – IFFCOએ નેનો લીક્વીડ ખાતર તૈયાર કર્યું છે. પ્રથમ કન્સાઈમેન્ટ બજારમાં આવી ગયું છે. હવે ખેડૂતોને આસાનીથી બજારમાં ઉપલબ્ધ થઈ શકશે. હાલના ખાતર કરતા સસ્તું છે. નેનો લિક્વીડ યુરિયાનો 500 MLનો ભાવ રૂ.240 છે. 50 કિલોની ખાતરની થેલી 266 રૂપિયામાં મળે છે.
11 હજાર ખેતરમાં પ્રયોગ કરાયો
11 હજાર ખેડૂતો અને સંસ્થાઓના ખેતરોમાં પ્રયોગ કરાયા હતા. આવી 94 પાક પર ટ્રાયલ લેવામાં આવી હતી. ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR)ની 20 સંસ્થાઓમાં આ પ્રોડક્ટના અખતરા કરાયા હતા. ગુજરાત રાજ્યના કૃષિ વિશ્વવિદ્યાલયોમાં તેનો વૈજ્ઞાનિત ઢબે વપરાશ કરવામાં આવ્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં 43 પાક પર તેના પ્રયોગો કરાયા બાદ બજારમાં મૂકવામાં આવ્યું છે. કુલ 94 કૃષિ પાકો પર દરેક ઋતુમાં તેના અખતરા લેવામાં આવ્યા હતા. લગભગ 11 હજાર ખેતરોને તેમાં આવરી લેવામાં આવ્યા હતા.
જૂન 2021થી ઉત્પાદન શરૂ
વિશ્વમાં પહેલી વખત તરલ યુરિયા નેનો જૈવ પ્રાદ્યોગિકી અનુસંધાન કેન્દ્રમાં થયો છે. ઇફ્કોની 50મી સામાન્ય સભામાં પ્રડોક્ટ રજૂ કરી હતી. ઉત્પાદન જૂન 2021 શરૂ થશે. તેનું વ્યાપારી માર્કેટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. હવે નેનો યુરિયાને ખાત નિયંત્રણ કાયદા હેઠળ તેને જાહેર કરવામાં આવ્યું છે.
યુરિયાનો વપરાશ ઘટી જશે
500 મિલિલીટર યુરિયાની એક બોટલમાં 40,000 પીપીએમ નાઇટ્રોજન હોય છે. જે નાઇટ્રોજન પોષક તત્વો સામાન્ય યુરિયાની થેલી જેટલું પૂરું પાડશે. 50 ટકા વપરાશ ઘટાડશે. રૂપિયા 3 હજાર કરોડનું સરકાર અને ખેડૂતોનું ખર્ચ બચી જશે. યુરિયા ખાતરના આડેધડ ઉપયોગ થાય છે. સમસ્યાથી છૂટકારો મળશે. તેનાથી સરકારને રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપવી પડે છે તેમાં મોટો ફાયદો થશે.
50 લાખ ટન કૃષિ ઉત્પાદન વધી શકે
રાજ્યમાં 98 લાખ હેક્ટર જમીન પર ખેતી થાય છે. જેમાં 500 લાખ ટન જેવું કૃષિ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. તેમાં 8 ટકા ઉત્પાદનમાં વધારો અને 2 ટકા ખર્ચમાં બચત ગણવામાં આવે તો 50 લાખ ટન ઉત્પાદન વધી શકે છે.
ફાયદો
ભૂગર્ભ જળની ગુણવત્તા સુધારશે. ઉત્પાદન 8 ટકા વધી જશે. 94 પાક પરીક્ષણોમાં ઉપજમાં સરેરાશ 8 ટકાનો વધારો દર્શાવવામાં આવ્યો છે. ખેત ઉત્પાદનનું ગુણવત્તામાં સુધારો થાય છે. ખેતીનો ખર્ચ ઘટે છે. યુરિયા ખાતર કરતાં 10 ટકા ઓછો ભાવ છે. તેથી ખેડૂતોની આવક વધશે. પોષક તત્વો સમૃદ્ધ, જમીન પાણી અને હવાનું પ્રદૂષણ ઘટશે. ગ્લોબલ વોર્મિંગ ઘટાડી શકે છે. પાકને મજબૂત બનાવે છે. પાકને આરોગ્યપ્રદ બનાવે છે. ઊભા પાકને ખેતરમાં આડો પડી જતાં રોકી લે છે. હાલ વપરાતા યુરિયા કરતાં 50 ટકા વપરાશ ઓછો થશે.
શિયાળાના પાકમાં પાણી સાથે આપી શકાય છે. પાણીમાં ડાયલ્યુટ થાય છે. ખેડૂતોને ટ્રાન્સપોર્ટનો કોઈ ખર્ચ નથી. લોજેસ્ટીક વેર હાઉસના ખર્ચમાં પણ ઘટાડો થશે. 50 કિલોની બોરીના સ્થાને યુરિયાની જગ્યાએ અડધા લીટર નેનો યુરિયા વપરાય છે.
ખેડૂતો આ વર્ષે તેનો ઉપયોગ કરશે. જો તેમને સારું અને સસ્તું લાગશે તો પછી આવતાં વર્ષથી તેની માંગ એટલી વધશે કે સરકારની સબસિડી બચી જશે.
ખાતરનો વપરાશ
ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. એક થેલીની કિંમત 1300 ગણતાં ખેડૂતો રૂપિયા 3 હજાર કરોડનું યુરિયા વાપરી નાંખે છે. તેના પર સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.
2013 સુધીમાં ખરીફ ઋતુમાં ખાતરના કુલ વપરાશના 64 ટકા યુરિયા વપરાતું હતું. ગુજરાતમાં એક હેક્ટરે 500 કિલો રાસાયણીક ખાતર ખેડૂતો વાપરે છે. 2010-11માં 19.39 લાખ ટન વપરાશ હતો. ગુજરાતમાં ખાતરનો વરાશ હવે ઘટીને 2012-13માં 13.42 લાખ ટન થઈ ગયો હતો. 2019-20માં ફરી ઘટીને 10 લાખ ટન થયો હતો. ભારતમાં 500 લાખ ટન ફર્ટીલાઈઝર ખાતર વર્ષે વાપરવામાં આવે છે.
ગુજરાતમાં હાલ 5 લાખ ટન યુરિયાની ઘટ ખેતી પાકમાં છે.
લાખો ટન યુરિયાની ઘટ ખેતરમાં રહે છે. જે આ લીંક પરથી ખ્યાલ આવી શકે છે.
યુરિયા – નાઈટ્રોજનની ગુજરાતમાં વપરાશ ટન
વિસ્તાર વપરાશ જરૂરિયાત ઘટ
મધ્ય ગુજરાત 323010 240624 82386
દક્ષિણ ગુજરાત 126951 60880 66071
ઉત્તર ગુજરાત 291083 154969 136114
સૌરાષ્ટ્ર 360103 546416 186314
કુલ 1101147 1002889 470885
નોંધ – વર્ષ 2010થી 2014-15 ની સરેરાશ છે.
જુનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના 3 વિજ્ઞાનીઓએ
તૈયાર કરેલા અંદાજો અને વપરાશ . 2019.
કરોડોનું કૌભાંડ અટકશે
7 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામાંથી 300 કરોડનું કૌભાંડ થતું હતું તે બચાવી શકાશે.
સાવ સસ્તું યુરિયા
બે કિલો દહીંમાં તાંબાનો ટૂકડો કે તાંબાની ચમચી ડૂબાડીને મૂકીને 8થી 15 દિવસ સુધી તે દહીંને ઢાંકીને છાંયે રાખી મૂકવામાં આવે છે. જે યુરિયા તરીકે વપરાય છે. આ દહીંની ખેતીથી 95 ટકા ખર્ચ બચે છે. ઓછામાં ઓછું 15 ટકા કૃષિ ઉત્પાદન વધે છે.