[:gj]અમદાવાદનાં માલેતુજાર 15 યુવક યુવતીઓ ગાંધીનગરમાં મહેફિલ માણતા ઝડપાયા [:]

[:gj]

ગાંધીનગર,તા.20

ગુજરાત સરકાર દારૂબંધીના કડક અમલ માટે દાવો કરી રહી છે. ત્યારે ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં જ અસંખ્ય સ્થળે દારૂનું વેચાણ અને મહેફિલો બેફામ પણે ચાલી રહી છે. ગુજરાત સરકારનો દાવો છે કે, દારૂબંધીને લઈને કડક કાયદો બનાવ્યો છે, આમ છતાં કાયદો માત્ર કાગળ પરનો વાઘ સાબિત થઈ રહ્યો છે. ગાંધીનગર પોલીસે સોમવારની રાત્રે ગાંધીનગરના માધવ ફાર્મ હાઉસમાં દરોડો પડતાં અમદાવાદનાં ગર્ભ શ્રીમંત પરિવારના પાંચ યુવતી અને 10 યુવકો મહેફિલ માણતા ઝડપાઈ ગયા હતા. ગાંધીનગર પોલીસે 15 આરોપીઓની ધરપકડ કરીને દોઢ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

 ગાંધીનગરના દશેલ ગામના ફાર્મહાઉસમાં ચાલતી હતી મહેફિલ

ગાંધીનગર પોલિસેન સોમવારની મોડી સાંજે જાણકારી મળી હતી કે, અમદાવાદનાં કુશલ પટેલ અંમનો યુવક તેના મિત્રો સાથે તેના પિતાની માલિકીનું ફાર્મ કે જે ગાંધીનગરના દશેલ ગામની સીમમાં મધવા ફાર્મ હાઉસના નામે આવેલ છે, ત્યાં મહેફિલ માણી રહ્યો છે. આ માહિતીના આધારે ગાંધીનગર પોલીસે દશેલ ગામની સીમમાં આવેલ માધવ ફાર્મ હાઉસમાં પહોંચી હતી. જ્યાં પ્રથમ નજરે ફાર્મ હાઉસની બહાર મર્સિડિજ અને બીએમડબલ્યુ જેવી મોંઘીદાટ લક્ઝુરિયસ કારો પાર્ક કરેલી હતી. પોલીસે ફાર્મ હાઉસમાં પ્રવેશ કરતાં પાંચ યુવતીઓ અને દસ યુવકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા.

 તમામ નબીરાઓ એન્જીનીયરીંગના વિધાર્થીઓ

મહેફિલ માણી રહેલા 20થી 25 વર્ષની વયના આ તમામ યુવક-યુવતીઓ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓએ હતા. પોલીસનો અચાનક દરોડો પડતાં આ તમામ યુવક-યુવતીઓ પોતાના મોઢા સંતાડી રહ્યા હતા. ગાંધીનગર પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને પ્રોહિબિશન એક્ટની કલમની કલમ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

 [:]