[:gj]અમદાવાદના ઐતિહાસિક લાંભા મંદિરમાં પ્રસાદનું વિતરણ બંધ કરાતાં ભક્તજનો નિરાશ[:]

[:gj]અમદાવાદ,તા.22

અમદાવાદના પ્રસિધ્ધ એવા લાંભા મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચેનો આંતરિક વિખવાદ સપાટી ઉપર આવ્યો છે. આ આતંરિક વિવાદને પગલે ભક્તજનો પરેશાન થઇ રહ્યાં છે. શીતળા સાતમના પવિત્ર  દિવસે લાંભામાં હજારો ભક્તજનો દર્શન માટે આવે છે. ભક્તજનો દર વર્ષે પ્રસાદ આરોગે છે અને પ્રસાદ અને ચવાણુ ખરીદીને માતાને ભોગ ધરાવે છે. પરંતુ આજના આ દિવસે  જ લાંભા મંદિરમાં પ્રસાદ વિતરણ બંધ થઇ ગયું છે. અમદાવાદના નારોલ ખાતેના લાંભામંદિરમાં પ્રસાદ વિતરણ બંધ થતાં હજારો ભક્તો નિરાશ થયાં છે. ભાવિકભક્તોની પ્રસાદ ધરાવવાની માનતા પણ અધૂરી રહેતાં લોકોમાં નિરાશા વ્યાપી છે.

અમદાવાદના ઐતિહાસિક એવા લાંભા મંદિરના ઇતિહાસમાં પહેલીવાર પ્રસાદ વિતરણ બંધ કરવાની ફરજ પડી છે. જેને કારણે શ્રદ્ધાળુઓ પ્રસાદ ચડાવ્યા વિના ફક્ત દર્શન કરવા મજબૂર બન્યાં છે. પ્રાથમિક માહિતી અનુસાર ટ્રસ્ટ મંડળના આંતરિક પ્રશ્નોને લઈને સર્જાયો વિવાદ સર્જાતા પ્રસાદ વિતરણ બંધ કરી દેવાયું છે.

લાંભા મંદિરના ટ્રસ્ટીગણમાંથી પ્રવિણ પટેલ નામના ટ્રસ્ટી સામે અન્ય ટ્રસ્ટીઓએ આરોપોનો મારો ચલાવ્યો છે. પાંચ ટ્રસ્ટી સામે એક ટ્રસ્ટીના વિવાદમાં પ્રસાદ વિતરણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. લાંભા મંદિરના એક કાયમી ચન્દ્રકાન્ત પટેલ અને 5 ચૂંટાયેલા ટ્રસ્ટીઓએ અન્ય ટ્રસ્ટી પ્રવિણ પટેલ ઉપર આરોપ મૂક્યો છે કે કાયમી ટ્રસ્ટી પ્રવિણ પટેલ મંદિર બહાર પોતાના સગાઓની દુકાનોને લાભ કરાવવા માંગે છે જેને કારણે પ્રસાદ વિતરણ બંધ કરાવી દીધું છે. કાયમી ટ્રસ્ટી પ્રવિણ પટેલની કૌટુંમ્બિકજનોને આર્થિક લાભ કરાવવા માંગતાં હોવાનો ચૂંટાયેલા ટ્રસ્ટીઓએ પ્રવિણ પટેલ ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે.

આ ટ્રસ્ટીઓ વચ્ચેનો ઝઘડો ત્યારે બહાર આવ્યો જ્યારે ટ્રસ્ટી પ્રવિણ પટેલે ચેરીટી કમિશ્નરની ઓફિસમાં લાંભા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નાંણાકીય ગેરરીતી ચાલતી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે ચેરીટી કમિશ્નરમાં આ અંગેની અરજી પણ કરી હતી. આ અરજી બાદ ચેરિટી કમિશ્નરે ટ્રસ્ટના નાણાંકીય વ્યવહાર પર પ્રતિબંધ લાદી દીધો હતો. નાણાંકીય વ્યવહાર અટકતા પ્રસાદી નિર્માણની સામગ્રી ખરીદી શકાઈ નહીં હોવાને કારણે પ્રસાદ વિતરણ બંધ કરાયું હતું. ખાંડ અને બેસન જથ્થો સમાપ્ત થતા લાડુ બની શક્યા નહીં હોવાનું ટ્રસ્ટીઓએ કારણ આપ્યું હતું. આ ઉપરાંત ચવાણું બનાવવાની સામગ્રી પણ સમાપ્ત થતા ચવાણું પણ તૈયાર કરી શકાયું નથી. દર વર્ષે લાંભા મંદિરમાં તહેવારો 15 હજાર કિલો લાડુ અને 8 હજાર કિલો ચવાણાનું વેચાણ થાય છે. પરંતુ આ વર્ષે તેમ થઇ શક્યુ નથી. ટ્રસ્ટીઓના આંતરિક વિવાદમાં ભક્તજનોને ભોગવવાનો વારો આવ્યો છે. જેમબને તેમ જલદી પ્રસાદ વિતરણ થાય અને વિવાદનો અંત આવે તેવી માંગણી થઇ રહી છે.[:]