[:gj]અમદાવાદમાં ડોક્ટરના ત્રિકોણીય પ્રેમસંબધનો વિવાદ, રોમિયો ડોક્ટર રાજ સોનીની ધરપકડ[:]

[:gj]અમદાવાદ, તા:17

અમદાવાદમા ડોકટરના ત્રિકોણીય પ્રેમ સંબંધના વિવાદમાં સોલામાં ડોકટર રાજ સોનીની ધરપકડ કરી લેવામાં આવી છે, એક ડોક્ટર યુવતીને હેરાન કરતા અને ધમકી આપતા ડો.રાજ સોની વિરૂધ્ધ સોલામાં પોલીસ ફરિયાદ થઇ હતી, તેની ધરપકડ કરી લેવામાં આવી છે, આ મહિલા તબીબને લઈને ડો.રાજ સોની અને ડો.રશેષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, રશિયામાં MBBSનો અભ્યાસ કરીને અમદાવાદમાં રહેતી ડોક્ટર યુવતીને છેલ્લા એક વર્ષથી ડો.રાજ હેરાન કરતો હતો, જેથી મહિલાએ ઘાટલોડિયા અને સોલા પોલીસ સ્ટેશનમાં કુલ 4 ફરિયાદો કરી છે.

રશિયાથી અભ્યાસ પૂરો કરીને આવેલી મહિલા તબીબ ગોતામાં તેના પિતાના મિત્ર ડોક્ટર રાજ સોની સાથે તેમના ઘરમાં રહેતી હતી, બાદમાં તેને અન્ય હોસ્પિટલમાં નોકરી મળી જતાં તે અલગ રહેવા ગઇ હતી, અને ડો.રાજ સોની તેને વારંવાર ફોન કરીને સંબંધ રાખવા ધમકી આપતો હતો, મહિલા તબીબના મેમનગર ખાતેના ઘરે જઈને પણ ડોક્ટર રાજ સોની તેને હેરાન કરતો હતો, થોડા દિવસ પહેલા મહિલા તબીબ એસજી હાઈવે પર તેના એડવોકેટને મળવા ગઇ હતી, તે દરમિયાન એડવોકેટની ઓફિસની નીચે પણ તેને ધમકી આપવામાં આવી હતી.

 [:]