[:gj]અમપાના પાપે અમદાવાદ નજીકના 43 ગામો પીવાનાં પાણીથી વંચિત[:]

[:gj]

અમદાવાદ,તા.૨૭
અમદાવાદ મહાનગર પાલિકા (અમપા) દ્વારા પ્રદૂષિત પાણીના પ્રશ્ને કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના નિયમોનો ભંગ કરીને સાબરમતી નદીમાં પ્રદૂષણ ઓંકવામાં આવી રહ્યું છે. જેના કારણે અમદાવાદ શહેર નજીક આવેલા ૪૩ જેટલા ગામોના ૬3૭ જેટલા ઘરોમાં પીવાલાયક પાણી ન મળતું હોવાનું નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના સરવેમાં બહાર આવ્યું છે. આ સરવેમાં ઈ-કોલાઈ બેકટેરીયાની વચ્ચે 43 ગામના એક લાખ લોકો જીવી રહ્યા છે. બેક્ટેરીયાનું પ્રમાણ વધી રહ્યું છે.
સરવેમાં અમપા દ્વારા શહેરમાં ગંદાપાણીને શુદ્ધ કરવાની પધ્ધતિમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે, અમપા દ્વારા શહેરમાં ૮૦૦ એમએલડી પાણીને શુદ્ધ કરવા માટે વિવિધ વિસ્તારોમાં કુલ મળીને ૨૫ નાના-મોટા ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગાવેલા છે. છતાં મનપા દ્વારા ૩૦૦થી ૪૦૦ એમએલડી પ્રદૂષિત પાણી ટ્રીટ કર્યા વગર જ સાબરમતી નદીમાં વહેવડાવી દેવામાં આવે છે.
વટવા ઔદ્યોગીક વસાહતના ટર્મીનલ પરથી રાસાયણયુકત પાણી છોડવામાં આવી રહ્યુ છે. સાબરમતી નદીનું પ્રદૂષિત પાણી ધોળકા અને વૌઠા સુધી પહોંચે છે. નદી કાંઠે આવેલા ૪૩ ગામોમાં રહેતા લોકોને પીવાનુ ચોખ્ખુ પાણી મળતું નથી. ૪૩ ગામના ૬૩૭ ઘરોમાં પીવાનુ પાણી ચોખ્ખુ મળતું નથી.
ઈ-કોલાઈ બેકટેરીયાની માત્રા ૧૧થી ૧૦૦ સુધીની જોવા મળી છે. અમપા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની સાંઠગાંઠથી પ્રદૂષણથી ગામોના લોકો ચામડીના રોગોથી લઈને અન્ય ગંભીર પ્રકારની બીમારીઓનો શિકાર બની રહ્યા છે.

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માપદંડ

કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની માર્ગદર્શિકા મુજબ,એક લિટર પાણીમાં બાયોલોજીકલ ઓકસિજન ડીમાન્ડનું પ્રમાણ ૧૦ ગ્રામ અને કેમિકલ ઓકસિજન ડીમાન્ડ ૫૦ મીલીગ્રામ હોવી જાઈએ.

અમપાના ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થિતિ

સ્થળ બીઓડી સીઓડી
વાસણા
(૩૫ એમએલડી) ૩૦ ૯૫
વાસણા
(૧૨૬ એમએલડી) ૩૦ ૯૮
પીરાણા
(૧૦૬ એમએલડી) ૫૪ ૧૧૯
પીરાણા
(૬૦ એમએલડી) ૩૮ ૧૧૪
ન્યુ પીરાણા
(૧૮૦ એમએલડી) ૯૦ ૨૭૪
વાસણા
(૨૪૦ એમએલડી) ૩૦ ૯૮
વિંઝોલ
(૭૦ એમએલડી) ૮૦ ૩૧૮

સાબરમતીને પ્રદૂષિત કરવામાં અમપા જવાબદાર

અમપા દ્વારા રોજ ૩૦૦ એમએલડી સુઅરેજ વોટર બાયપાસ થાય છે
કમિશ્નરે ચાર મહીનામાં સાબરમતી નદીને શુધ્ધ કરવાની જાહેરાત કરી હતી. વિંઝોલ એસટીપી ઘણા સમયથી બંધ છે. ૧૦પ એમએલડી કેમીકલયુકત અને સુઅરેજ વોટર નદીમાં ઠલવાઈ રહયું છે. પીરાણા ખાતે આવેલ ૧૮૦ એમએલડી અને ઔદ્યોગિક વસાહતના પ્લાન્ટમાંથી બેરોકટોક ગંદા પાણી નદીમાં ખાલી થઈ રહયા છે. વિંઝોલ સીપીટીના પ્લાન્ટની મશીનરી કાટ ખવાઈ ગઈ હોવાથી રોજ ૧૦પ એમએલડી મીક્ષ (સુઅરેજ અને એસિડિક) વોટર નદીમાં છોડી દેવું પડે છે. વટવા ઔદ્યોગિક વસાહતમાંથી ૮૦થી ૧૦૦ એમએલડી પાણી મેગાલાઈન મારફતે પીરાણા એસટીપી ખાતે આવે છે. જે ટ્રીટ કર્યા વિના જ નદીમાં છોડવામાં આવે છે.

પીરાણા એસટીપી પ્લાન્ટનું સંચાલન જી.આઈ.ડી.સી. દ્વારા જ કરવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ આ બાબતથી વાકેફ છે. વટવા સ્થિત પ્લાન્ટમાં જ કેમીકલયુકત પાણી ટ્રીટ થઈને જ મેગાલાઈનમાં 300 એમએલડી પાણી છોડવામાં આવી રહયું છે. એસિડીક કેમીકલયુકત પાણીનું પ્રમાણ વધારે છે. મનપા જી.પી.સી.બી.તથા જી.આઈ.ડી.સી. દ્વારા આ બાબતનો સ્વીકાર કરવામાં આવતો નથી તે અલગ બાબત છે.

તમામ એસટીપીની પાણીની માહિતી ઓન લાઈન મળી રહે તે માટે યેનાસ કંપનીને રૂ.ર૪ કરોડનો ઠેકો આપવામાં આવ્યો હતો. જે કામ કરતો નથી.

અમપાનો૧૮૦ એમએલડી ઓટોમેશન પ્લાન્ટની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો હતો, જે કાટ ખાઈ ગયો છે. એસિડિક વોટરના કારણે તેની મશીનરી પણ ખરાબ થઈ ગઈ છે. રીડીંગમાં ગરબડ હોવાની શંકા છે.

અમપા ૧રપ૦ એમએલડી વાપરવાનું પાણી આપે છે. ખાનગી બોરનું ૩૦૦થી૪૦૦ એમએલડી પાણી આવે છે. આમ 1650 એમએલડી સામે ૮૦૦ એમએલડી પાણી શુદ્ધ થાય છે. બાકીનું પાણી નદીમાં જેમનું તેમ છોડી દેવામાં આવે છે.[:]