[:gj]અમૂલ સાથે છેડો ફાડ્યા બાદ દૂધસાગર ડેરીએ ડેનમાર્ક સાથે કરાર કર્યા [:]

[:gj]મહેસાણાની દૂધસાગર ડેરી અમૂલથી છેડો ફાડી દીધા બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફલક પર સમજૂતી કરારો દૂધના દેશ ડેનમાર્ક સાથે કર્યા છે. ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે શૈક્ષણિક આદાન પ્રદાનના માટે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં એમઓયુ સાઇન કર્યા છે.

મહેસાણા કોલેજના ડેરી ટેકના વિદ્યાર્થીઓને હવે યુરોપમાં ડેરી ઉદ્યોગમાં તાલીમ લેવાની અને પેદાશના ઉત્પાદનની જાણકારી મળશે. સંશોધન અભ્યાસની તક વધુ ખુલી છે. ડેનમાર્ક ડેરી પેદાશોમાં નામના ધરાવે છે. ડેરી પાસેથી સહકારી માળખું અને મહેસાણા ડેરી ડેન્માર્કના દૂધ સહિત પર રિસર્ચ કરીને નવું સાહસ કરી શકશે. ડેન્માર્કના વિદ્યાર્થીઓ મહેસાણા ડેરીને નવી ટેક્નિક થકી દૂધમાં ક્રાંતિ લાવવા મદદ રૂપ થશે.

દૂધ સાગર ડેરીના આ કાર્યથી ડેનમાર્કની સરકાર સાથે પણ MoU કરવાથી મહેસાણાના ગામડામાં દૂધ ઉત્પાદક વિદ્યાર્થીઓને આંતર રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ તાલીમ મેળવી શકશે. મહેસાણાનું દુધ હવે ડેરી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપશે. મહેસાણા દૂધ સાગર ડેરીમાં ભણતા વિદ્યાર્થી હવે ડેન્માર્કની કોલેજના વિદ્યાર્થીઓને સહકારી માળખા થકી દૂધનું ઉત્પાદન અંગે શીખ આપશે.[:]