[:gj]કચ્છમાં નવા જ પ્રકારની ખારેક જોવા મળી છે.[:]

[:gj]કચ્છ : કચ્છમાં નવા જ પ્રકારની ખારેક જોવા મળી છે. સમાન્ય રીતે ખારેક પીળી કે લાલ હોય છે. પણ આ ખારેક અડધી લાલ અને અડધી પીળી છે. તેની મીઠાશ બીજી ખારેક કરતાં ઘણી સારી છે. કૃષિ વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે. કચ્છના નાગરિક રામજી વેલાણીએ જાહેર કર્યું છે કે, આજે કચ્છી મેવો દેશી ખારેકનું અપવાદ રુપ, રુપકડું અને નવાં જ સ્વરૂપનું ફળ જોવા મળ્યું. જે ઘણું સુંદર છે.

દેશી ખારેક બજારમાં રૂ.200થી રૂ.2000 સુધીના ભાવે વેંચાય છે. ભેજ ખારેકનો દુશ્મન છે, રૂ.350 કરોડનો કારોબાર થાય છે. સરકાર રૂ.2500 કિંમત ગણીને ટિસ્યુકલ્ચરના એક રોપા પર 1250 રૂપિયા સબસિડી આપે છે.

મૂળ ઇરાકની પીળા રંગની `બારહી’ તરીકે ઓળખાતી મીઠી મધુરી ખારેક સૌથી વધુ વખણાય છે. કચ્છમાં બારહી ખારેકના એક લાખ વૃક્ષ છે, પરંતુ કચ્છમાં મોડેથી પાકતી હોવાથી આ પીળી ખારેકની મોસમ પ્રમાણમાં ટૂંકાગાળાની રહે છે. સૌરાષ્ટ્રમાં બારહી 10-15 દિવસ વહેલી પાકે છે. કચ્છની બજારમાં એક અઠવાડિયા કે 10 દિવસ પછી આવશે.

કચ્છમાં 18 હજાર હેક્ટર એટલે કે 45 હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે. ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે અને કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક આશરે સાડા ત્રણસો કરોડનો કારોબાર કરી આપશે.[:]