[:gj]કેન્સર ટાવર કૌભાંડ 1 – ભાવનગરમાં મોબાઈલ ફોન ટાવર માટે ભાજપ સામે વિરોધ [:]

[:gj]અમેરીકાની એટીસી ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. દ્વારા સીહોરના ભાવનગર રાજકોટ રોડ પર આવેલા ભગવતી નગરના રહેણાંકી વિસ્તારના પ્લોટ નં. ૪૯બી પર ટાવર ઉભો કરેલો છે. જે ૩-૧ર-૧૮ના રોજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા આ બાંધકામ બંધ કરવા નોટીસ પાઠવી હતી. છતા આ કંપની દ્વારા નગરપાલિકાના ચીફ ઓફીસરની નોટીસની ઐસીકી તૈસી કરી ટાવર ઉભા કરી દીધો હતો. ટાવરના જોખમી રેડીયન્સ અબાલ, વૃધધ, બાળકો, ગર્ભવતી સ્ત્રીઓના સ્વાસ્થય પર જોખમી સાબિત થાય છે. ત્યારે રહિશો દ્વારા આ ટાવર ન બને માટે ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી.

ટાવર અંદાજે ૬૦૧ મીલી વોટસ સ્કવેર મિટર પર ઈલેકટ્રોમેઝોટીક રેડીએશન ફેલાવે છે હાલના હરીફાઈ યુગમાં આ રેડીયશન વધારો કરી લોકોના મોબાઈલમાં ફીકવન્સી પહોંચાડવામાં આવે છે.

આ કંપની દ્વારા ર૮-૮-ર૦૧૮ના રોજ હારીશભાઈ સતારભાઈ સોલંકીની માલિકીના પ્લોટ નં. ૪૯-બીમાં એટીસી ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ. દ્વારા અરજી કરેલ જે અનુસંઘાને સીડીપા દ્વારા ૯-૯-૧૯ના રોજ ૭૦ર-૧૮ના જાવક નંબરથી જણાવેલ કે પ્રારંભિક ઈન્સ્ટોલેશન ચાર્જની રકમ ૧પ૦૦૦ નિયમ સર ફી જમા કરવા જણાવી મંજુરી મળ્યા બાદ બાંધકામ કરવા આદેશ કરેલો હતો.

ભાજપના કોર્ટોરેટરની ધમકી

પ્લોટધારકના ભાઈ સિહોર પાલિકામાં કોર્પોરેટર હોય આ બાબતે વગર મંજુરીથી આ ટાવરનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. ટાવર પણ ઉભો કરી સોસાયટીના રહિશોને ધમકી આપેલો છે કે આપ સૌને દીલ્હી સુધી જવું હોય તો જાવ અને કાંઈ ફેર નહી પડે. આ ટાવર અહિ જ બનશે કોઈ રોકી શકશે નહીં.

બાદ સોસાયટીના રહિશો દ્વારા નગરપાલિકાને આ કામ રોકવા બાબતે અરજી સાથે જાણ કરી હોવા છતા આ કામ  બંધ નથી. અરજી અનુસંધાને પાલિકા દ્વારા ઉપરોકત કંપનીને તથા પ્લોટ નધારકને આ ટાવરનું કામ બંધ કરવા તા. ૩-૧ર-૧૮ના રોજ નોટીસ પાઠવી હતી. છતાં નોટીસની અવગણના કરી કાયદો હાથમાં લઈ પોતાની મનમાની કરી રહેણાંકી વિસ્તારમાં ટાવર ઉભો કરવાનું ભાજપના કોર્પોરેટર કામ કર્યું હતું.

પ્રજા વિરોધી ભાજપ

કોઈ સહારો ન મળતા નાછુટકે અમો દ્વારા સિહોરની સિવિલ કોર્ટમાં દાદ કરી તાત્કાલિક અસરથી આ કંપનીનું કામ રોકી દેવા સ્ટે માગી ફરી કોઈ પણ કંપની રહેણાંકી વિસ્તારમાં જોખમી ટાવર ઉભા ન કરે તથા જવાબદારો પર પગલા ભરવા માંગ સાથે સરકારના અધિકારીઓ તથા પદાધિકારીઓ સહિત કુલ ૧૩ જણા વિરૂધ્ધ દાવો દાખલ કરેલો હતો.  સિહોર પીજીવીસીએલને જાણ કરેલી હતી.

ત્યારે નગરપાલિકા દ્વારા પણ બેધારી નીતીથી આ એનઓસી આપ્યાનું ખુલવા પામેલું હતું. આ બાબતે ચીફ ઓફીસર બરાળે જાહેર કર્યું હતું કે, ફાઈલમાં ડોકયુમેન્ટ જોવા પડશે.

કોણ છે જવાબદાર ?

ભારતમાં 2007થી આ કંપની કામ કરે છે અને સમગ્ર દેશમાં 12 હજાર ટાવર આ કંપનીએ નાંખેલા છે.

એટીસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ ટેલિકમ્યુનિકેશન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની ટેલિકમ્યુનિકેશન્સ ટાવર્સ ડિઝાઇન કરે છે, ઇન્સ્ટોલ કરે છે અને બનાવે છે, વિતરિત એન્ટેના અને કોમ્યુનિકેશન્સ સિસ્ટમ્સ, તેમજ જાળવણી અને કામગીરી સેવાઓ પ્રદાન કરે છે. એટીસી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વભરના ગ્રાહકોને સેવા આપે છે. તેમની કચેરી એસ 2 લેવલ, બ્લોક-એફ, નહેરુ પ્લેસ ટ્રેડ ટાવર, અપર ગ્રાઉન્ડ ફ્લોર નવી દિલ્હી, 110019 ભારત

એટીસી ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ના અધિકારીઓની યાદી કે જેમની જવાબદારી છે.
નામ
શિરીષ મણિયાર
મુખ્ય નાણાકીય અધિકારી
સુનીલ મેક્સવેલ મેસી
મુખ્ય માનવ સંસાધન અધિકારી
સુધીર પ્રસાદ
મુખ્ય સંચાલક અધિકારી
વિવેક ગર્ગ
મુખ્ય સંબંધ અધિકારી
ઉમંગ દાસ
મુખ્ય માર્ગદર્શક
રવિ બડવાલ
વડા: ઉભરતા વ્યવસાય
સંદિપ કુલકર્ણી
વડા: માહિતી ટેકનોલોજી

બોર્ડના સભ્યો
નામ / કંપની
ઇશાત હુસેન
સુનિલ કનોરિયા
શ્રેઇ ઇક્વિપમેન્ટ ફાઇનાન્સ લિ
શ્રીનાથ નરસિમ્હન
ટાટા ટેલિસર્વિસિસ લિ
સતિષ મંધાણા
આઈડીએફસી એલ્ટરનેટિવ્સ લિ
એસ જી મુરલી
એચસીએલ ઇન્ફોસિસ્ટમ્સ લિ
સુરેશ ગોયલ

Executives
NAME/TITLE
Shirish Maniar
Chief Financial Officer
Sunil Maxwell Massey
Chief Human Resource Officer
Sudhir Prasad
Chief Operating Officer
Vivek Garg
Chief Relation Officer
Umang Das
Chief Mentor
Ravi Badwal
Head:Emerging Business
Sandeep Kulkarni
Head:Information Technology

Board Members
NAME/COMPANY
Ishaat Hussain
Sunil Kanoria
Srei Equipment Finance Ltd
Srinath Narasimhan
Tata Teleservices Ltd
Satish Mandhana
IDFC Alternatives Ltd
S G Murali
HCL Infosystems Ltd
Suresh Goyal

કંપનીનો ધંધો

મોબાઇલ નેટવર્ક ઊભું કરવું, ટાવર્સ અથવા છત પર વાયરલેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે.

વાયરલેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગ્લોબલ લીડર હોવાનો દાવો કરે છે. 1995 માં સ્થપાયેલી, અમેરિકન ટાવર કોર્પોરેશન, સૌથી મોટી વૈશ્વિક રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ્સ (REITs) માંની એક, વાયરલેસ અને બ્રોડકાસ્ટ કોમ્યુનિકેશંસ રીઅલ એસ્ટેટના અગ્રણી સ્વતંત્ર માલિક, ઓપરેટર અને વિકાસકર્તા છે. વૈશ્વિક પોર્ટફોલિયોમાં 171,000 થી વધુ સંદેશાવ્યવહાર સાઇટ્સ – મોબાઈલ ટાવર છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં લગભગ 41,000 મિલકતો અને આંતરરાષ્ટ્રીય સ્તરે 130,000થી વધુ મિલકતો શામેલ છે.

વાયરલેસ અને બ્રોડકાસ્ટ ટાવર્સ પર જગ્યા ભાડે આપવા ઉપરાંત, બિલ્ડિંગ સિસ્ટમ્સ, આઉટડોર વિતરિત એન્ટેના સિસ્ટમ્સ અને અન્ય રાઇટ-ઓફ-વે વિકલ્પો, સંચાલિત છત અને સેવાઓ કે જે નેટવર્કને ઝડપી બનાવે છે.

બોસ્ટન, મેસેચ્યુસેટ્સમાં મુખ્ય મથક, અમેરિકન ટાવરની કચેરીઓ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલી, કોલમ્બિયા, કોસ્ટારિકા, ફ્રાંસ, જર્મની, ઘાના, ભારત, કેન્યા, મેક્સિકો, નાઇજીરીયા, પેરાગ્વે, પેરુ, દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડામાં કંપનીનું નેટવર્ક છે.

આ કંપનીના ટાવર સામે વિરોધ થયો હતો. છતાં કંપનીએ લોકોનો વિરોધ ગણકાર્યા વગર ભાવનગરમાં ટાવર ઊભો કરી દીધો હતો. કારણ કે કંપનીએ રાજકીય નેતાઓને ફોડીને ધંધો કર્યો હતો.[:]