[:gj]ગુજરાતની બેંકો હવે હિંદુ ધર્મને ફંડ નહીં આપી શકે, દોઢ લાખ ધાર્મિક સ્થાનો[:]

[:gj]ગાંધીનગર : રાજ્યમાં નાગરિક બેંક – 229 છે. જે ધાર્મિક સંસ્થઓને દાન આપવા માટે 10 ટકા ધર્માદા ફંડ રાખે છે અને તે પ્રમાણે દાન કરે છે. પણ હવે નાગરિક સહકારી બેંકો આવું ફંડ રાખશે નહીં તેથી ધાર્મિક સંસ્થાઓને તે ફંડ મળતું બંધ થઈ જશે. હિંદુ મંદિરો કે સંસ્થાઓ હવે આવું ફંડ મેળવી નહીં શકે. તેથી સૌથી મોટો પ્રહાર માનવામાં આવી રહ્યો છે.

ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ 70માં ધર્માદા ફંડની જોગવાઇ કરવામાં આવી છે. શહેરી નાગરિક બેંકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સુચના મુજબ જ છેલ્લા વર્ષના પ્રસિધ્ધ કરેલા નફાના 1% અથવા 2%ની મર્યાદામાં દાન કરી શકતી હોય, ગુજરાત સહકારી મંડળી અધિનિયમની કલમ-70 માં કરેલ જોગવાઇ અર્થહીન રહેતી હોય આ શહેરી નાગરિક સહકારી બેંકોને ગુજરાત સહકારી મંડળી અધિનિયમની આ જોગવાઇમાંથી મુક્તિ આપવા આ કલમમાં સુધારો કરવામાં આવ્યો છે.

ગુજરાત સહકારી મંડળી અધિનિયમમાં આ સુધારાથી જે સહકારી સંસ્થાઓ બેવડા નિયંત્રણ હેઠળ કામગીરી કરે છે તેઓ બંન્ને નિયંત્રણો સાથે વધુ સારી રીતે કામગીરી કરી રાજયની સહકારી પ્રવૃતિને વધુ ઉંચાઇઓ સુધી લઈ જશે અને સાથે સાથે પોતાની સામજિક જવાબદારીઓનુ વહન પણ ઉમદા રીતે કરી શકશે. રાજયમાં સહકારી પ્રવૃતિના ઉજ્જ્વળ ભવિષ્ય માટે ગુજરાત સહકારી મંડળી અધિનિયમમાં ગૃહ સમક્ષ લાવવામાં આવેલુ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર થયુ હતું.

ગુજરાતમાં 2001ની વસતિ ગણતરી થઈ ત્યારે 1,42,135 ધાર્મિક સ્થાનો હતા. જે રાજ્યના કુલ મકાનો કે મિલકત સામે 1.30 ટકા થવા જાય છે. જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં 1,10,079 ધાર્મિક સ્થાન હતા. જે કૂલ મકાનની સામે 1.70 ટકા છે. જ્યારે શહેરી વિસ્તારોમાં 32,057 ધાર્મિક સ્થાનો હતા અને કુલ મકાનની સામે તેનું પ્રમાણ 0.81 ટકા હતું. 2011ની વસતિ ગણતરી પ્રમાણે 1,81,854 ધાર્મિક સ્થળ છે.

ગુજરાતમાં સૌથી વધું ધાર્મિક સ્થાનો

10 વર્ષમાં 39719 ધાર્મિક સ્થળ વધ્યા છે. કુલ ઘર 1.75 કરોડ હતા ભારતમાં ગુજરાતનો હિસ્સો મકાનમાં 5.30 ટકા છે, પણ ધાર્મિક સ્થાનોમાં ગુજરાતનો હિસ્સો 6.04 ટકા છે. તેનો મતલબ એ થયો કે ભારતમાં સૌથી વધારે ધાર્મિક સ્થળો ગુજરાતમાં છે.

ગુજરાતમાં દર વર્ષે 4 હજાર નવા ધાર્મિક સ્થાનો બની રહ્યાં છે. શાળા અને કોલેજનો ભારતમાં ગુજરાતનો હિસ્સો 4.42 ટકા છે. આમ આપણી સંપત્તિ ધાર્મિક સ્થળ તરફ વધી રહી છે. પણ શિક્ષણ આપતાં મકાનો એટલાં વધતાં નથી.[:]