[:gj]ગુજરાતમાં 30 હજાર તબિબો ડોક્ટર લખેલી નેમ પ્લેટ નહીં વાપરે. [:]

[:gj]બંગાળમા દર્દીના સગાઓ દ્વારા ડોકટર પર થતા હુમલા બાદ ગુજરાતમાં બે બનાવો તબિબ પર હુમલા દર્દીના સગાઓ દ્વારા થયા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને દેશના 5 લાખ ડોક્ટરોની હડતાળ પાડી હતી. ગુજરાતમાં 30 હજાર તબિબો છે. હુમલા માટે રાજ્યભરની તમામ હોસ્પિટલમાં વિરોધ કરાઈ રહ્યો છે. અમદાવાદના મેડિકલ એસોસિયેશન પણ તેમાં સામેલ છે. એક રેલી કરી હતી. ગુજરાત સરકાર પાસેથી કડક કાયદો બનાવવાની માંગ કરી છે અને સુરક્ષા પુરી પાડવા પણ માંગ કરી છે. પણ દર્દીઓની સારી સેવા કરશે અને દવા કંપનીઓ પાસેથી કમીશન નહીં લે તે અંગે તેઓ કંઈ બોલવા તૈયાર નથી. જેના કારણે તબિબો પર હુમલા થઈ રહ્યાં છે.

ગુજરાતના વિકાસનું આરોગ્ય સારું નથી 

કોઇ પણ રાષ્ટ્રનો વિકાસ ચકાસવા માટે તેની આરોગ્ય સેવા સારી હોય તે વિકાસ છે. ગુજરાતમાં સરેરાશ ૨૦૯૨ વ્યક્તિએ ૧ ડોક્ટર ઉપલબ્ધ છે. સરેરાશ ૧ હજાર વ્યક્તિએ ૧ ડોક્ટરને યોગ્ય પ્રમાણ ગણવામાં આવે છે. તે હિસાબે ગુજરાતમાં 50 ટકા તબિબ ઓછા છે. ભારતની સરેરાશ પ્રતિ ૧૬૧૩ વ્યક્તિએ ૧ ડોક્ટરની છે. ગુજરાત અન્ય રાજ્યો કરતાં તબિબો ઓછા છે. જે ગુજરાતનો વિકાસ નથી એવું કહી જાય છે.

ગામડામાં જવા તબિબ તૈયાર નથી 

‘કેગ’ દ્વારા માર્ચ ૨૦૧૭માં તપાસવામાં આવેલા ૮ જિલ્લામાં ૩૨ થી ૪૨ ટકા ડોક્ટર્સની ઘટ હતી. માર્ચ ૨૦૧૭ સુધી ગ્રામ્ય વિસ્તારમાં સેવા આપવા માટે ૨૩૩૪ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૫૩૭ વિદ્યાર્થીઓ ગ્રામ્ય સેવામાં જોડાયા હતા. ગ્રામિણ વિસ્તારોમાં સેવા આપવા ડોક્ટરોની અનિચ્છાને કારણે કેટલીક જગ્યાઓ ખાલી પડી હતી.

સારા ડોક્ટર કઈ રીતે ઓળખવા 

1. શું તે સરળ રીતે ઉપલબ્ધ થાય છે

બીમાર થવા પર જે ડોક્ટર એકદમ સરળ રીતે ઉપલબ્ધ થાય, તે આપણા માટે સારો ડોક્ટર છે. ડોક્ટર જ્ઞાની હોવાની સાથે એકદમ સરળ રીતે મળી પણ જતો હોય તે સર્વશ્રેષ્ટ ગણાશે. કોઈ ડોક્ટરને તમને ત્રણ-ચાર કલાક રાહ જોવડાવે, તમને સમય આપીને પોતે ગાયબ થઈ જાય તેવા ડોક્ટર ઉપર ક્યારેય નિર્ભર ના રહો. ભલે તમને ચાર દિવસ પછીનો સમય આપે પરંતુ તમે તેના દવાખાને જાઓ અને તમને તે સરળ રીતે ઉપલબ્ધ હોય તેવો ડોક્ટર સારો છે. એવા ડોક્ટર પણ હોય છે જેઓ કહે છે કે, ગમે ત્યારે તમે આવો આપણા દવાખાને પરંતુ જ્યારે જાઓ ત્યારે તે હાજર જ ના હોય. તે સારા ડોક્ટર નથી. તે આવું વારંવાર કરે ત્યારે દર્દીઓના સગાના હાથે માર ખાય છે.

2. તમારી વાત સાંભળે તે સારા તબિબ 

જે ડોક્ટર વ્યથા સાંભળવાનો પર્યાપ્ત સમય આપે તે સારા તબિબ. દરેક તકલીફ માટે બેટરી ઓફ ટેસ્ટ આવી ગયું છે, ડોક્ટરો દર્દીઓની પૂરેપૂરી વાત સાંભળ્ય વગર જ દસ રીતના અલગ-અલગ ટેસ્ટ લખી નાંખે છે. તેમાં તેને 50 ટકા સુધી પેથોલોજી લેબ પાસેથી કમીશન મળતું હોય છે. તે સારા તબિબ નથી. દર્દીની વાત સાંભળી અને સમજી લેવામાં આવે તો 90 ટકા સુધી નક્કી થઈ જાય છે કે, બીમારી શું હોઈ શકે છે. એક “સારો ડોક્ટર” જાણે છે કે, દરેક દર્દી એક અલગ વ્યક્તિ પણ છે- તે માત્ર મેલેરિયા, ટાઈફોઈડ, ટાઈફોઈડ, કિડની અથવા બીમાર દિલ માત્ર નથી. દર્દી માત્ર એક બેડ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર નથી. જ્યાર સુધી ડોક્ટર દર્દીને સાંભળતો નથી, તે ક્યારેય “સારો ડોક્ટર” બની શકે નહીં. તેથી તે પ્રજાના હાથે માર પણ ખાય છે.

3. ડોક્ટરનો વ્યવહાર કેવો છે?

‘બેઈમાન સમય’એ ડોક્ટરોને પણ પોતાની રીતે બદલ્યા છે. આજકાલ તે પણ બનાવટી મીઠ્ઠુ બોલવા લાગ્યા છે. બજારમાં ગળાકાપ હરિફાઈ છે. આવા તબિબોથી દૂર રહેનારો વર્ગ શહેરોમાં છે ગામડામાં નથી. સારો ડોક્ટર સૌથી પહેલા એક સારો વ્યક્તિ હશે. વ્યવહારથી તરંત જ દેખાઈ જશે. દર્દી તેને વ્યવસ્થિત રીતે જુએ, સમજે, દર્દને અનુભવી પણ શકે છે કે, નહીં? ચિંતિત હોય છે કે નહીં? દર્દીની આર્થિક તથા પારિવારિક મુશ્કેલીઓને સમજીને સારવાર કરવાની કોશિષ કરે છે કે નહીં? તે ધૈર્યનું પ્રદર્શન કરે છે અથવા વાત-વાત પર ધીરજ ગુમાવી બેસે છે? જો આ જવાબ નકારમાં હોય તો તે સારા તબિબ નથી અને લોકો તેનાથી દૂર ભાગશે.

4. અવનવા દર્દોમાં રાહ જોવાનું કહે તે સારો તબિબ 

ડોક્ટર વધુ સારો ડોક્ટર છે જે તમને ઇમાનદારીથી એમ કહી શકે કે તમે બે દિવસ પછી આવો, ત્યાર સુધી હું તમારી બીમારીનો વધુ અભ્યાસ કરીને પછી તમારી સાથે ફાઇનલ વાત કરીશ. તે ડોક્ટર ખતરનાક છે જે વિચારે છે, માને છે અને કહે છે કે તેને હવે બધુ આવડે છે. શું ડોક્ટર દર્દીની પ્રાઇવસીનું ધ્યાન રાખે છે? તે ખુદથી વધુની તપાસ પર વિશ્વાસ તો નથી કરતો?  અજાણી મોંઘી દવા લખે છે તે નહીં પણ જાણીતી કંપનીઓની ઓછી કિંમતની દવા લખે તે સારો તબિત કહી શકાય. કારણ કે મોંઘી દવા એટલું તેને કમીશન વધું મળતું હોય છે. દરેક તકલીફના જવાબમાં તે એક નવી ગોળી લખી દે તો તે નકામા તબિત છે. આવા તબિબો પર હુમલા પણ થાય છે.[:]