[:gj]ગુજરાતી કઈ જાતિ ? દીર્ઘકપાલ, આર્મેનોઇડ કે ઑસ્ટ્રોલોઇડ ? [:]

[:gj]ગુજરાતમાં સિંધુસંસ્કૃતિ અને જાતિઓ 

ઈ.સ. ૧૯૩પ અને ૧૯પ૩-પ૪નાં રંગપુરના ને ૧૯પ૪-પપનાં લોથલનાં ખોદકામો પરથી જાણવા મળે છે કે ગુજરાતના અન્ય વિભાગોમાં માનવ પાષાણયુગમાં હતો ત્યારે બહુ વિકસેલા શહેરી સંસ્કૃતિવાળા લોકોએ સિંધમાંથી કચ્છ માર્ગે અને સમુદ્રમાર્ગે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો અને એઓ આખા કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના પશ્ચિમ કિનારાના ભાગો પર ફેલાયા હતા. ગુજરાતમાં સિંધુસંસ્કૃતિનાં લોથલનાં ખોદકામોમાં માનવ-હાડપિંજર મળ્યાં છે એઓમાં વધુ પ્રમાણમાં દીર્ઘ-કપાલ જાતિનાં, ઠીક ઠીક પ્રમાણમાં આર્મેનોઇડ જાતિનાં ને થોડા પ્રમાણમાં ઑસ્ટ્રોલૉઇડ જાતિનાં જાતિત્વ જોવા મળે છે. આમ આ હાડપિંજરોમાં ઘણી બધી જાતિઓનાં હાડપિંજર જોવા મળ્યાં છે, એ પરથી આ સંસ્કૃતિની વસ્તી પચરંગી હતી એ સ્પષ્ટ છે. વળી આજે પંજાબ, સિંધ અને ગુજરાતમાં ‍ખૂબ જ પ્રમાણમાં જોવા મળતું જાતિતત્ત્વ હડપ્પા, મોહેંજો-દડો અને લોથલના આ પ્રાચીન જાતિતત્ત્વ સાથે ઘણું બધું સામ્ય ધરાવે છે એમ જણાયું છે.

દીર્ઘકપાલ જાતિ એ આર્યો હોય એવું અનુમાન રાવ અને બીજા ઘણા વિદ્વાનોએ કર્યું છે. આ આર્યો ઋગ્વેદના આર્યોની પહેલાના આર્યો હોઈ શકે. અન્ય પુરાતત્ત્વવિદોના મતે સિંધુસંસ્કૃતિમાં જણાતી દીર્ઘકપાલ જાતિ એ ભૂમધ્ય-સમુદ્રીત જાતિ છે. મોહેં-જો-દડો અને હડપ્પામાં આ ઉપરાંત ઑસ્ટ્રોલોઇડ જાતિ મોટા પ્રમાણમાં ને થોડા પ્રમાણમાં નિગ્રિટો-નિગ્રો તથા મોંગોલૉઇડ જાતિતત્ત્વો જોવા મળે છે, જ્યારે લોથલમાં મળેલ હાડપિંજરોમાં દીર્ઘકપાલ જાતિ, આર્મેનોઇડ જાતિ અને ઑસ્ટ્રોલોઇડ જાતિતત્ત્વ જણાયાં છે. 

આ પરથી આજે સ્પષ્ટ કહી શકાય કે જાતિવાદ છોડો તમે પોતાના મૂળ જાતિ કઈ છે તે કહી શકાય તેમ નથી. ગુજરાતના લોકો વિદેશથી આવેલા છે. પણ તેમની જાતિવાદ આજે અકબંધ છે. એ જ્યાં સુધી રાજકારણીઓ અને મતદારો નહીં છોડે ત્યાં સુધી બનાવટી જાતિવાદ ગુજરાતમાં રહેશે અને વેરઝેરથી જાતિનો વિકાસ અટકાવતો રહેશે.[:]