[:gj]ગેસના ભાવ ઘટતા મુકેશ અંબાણીની રિલાયન્સનું 29,000 કરોડ ખતરામાં[:]

[:gj]કુદરતી વાયુના ભાવમાં ઘટાડો થતા દેશના સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના આશરે રૂ.ર૯,૦૦૦ કરોડ રોકાણ જોખમ હેઠળ આવી ગયા છે. નોંધનીય છે કે, મુકેશ અંબાણીના નેજા હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વર્ષ ર૦૧રમાં જાહેરાત કરી હતી કે રિફાઈનરીથી બચતા પ્રોડક્ટ્સ પેટ્રોલિયમ કોક અને પેટ કોકને ગેસમાં રૂપાંતરન કરવા આવશે. જેના માટે કંપનીએ આશરે રૂ.ર૯,૦૦૦ કરોડની ગેસફાયર મશીનની સ્થાપના કરવાનો નિર્ણય લીધો હતો.

કંપનીની યોજના હતી કે સસ્તા ભાવે પેટ્રોલિયમ કોક અને પેટ કોક જેવી વસ્તુઓ બનાવીને જામનગરની રિફાઈનરીના નફામાં વૃદ્ધિ કરશે. પરંતુ હવે આ યોજના નિષ્ફળ જાય એવા સંકેત મળી રહ્યા છે કારણે સમગ્ર વિશ્વમાં એલએનજીના ભાવમાં જંગી ઘટાડો થયો છે. જેનાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના રોકાણ ઉપર સૌથી વધારે પ્રતિકૂળ અસર થવાની છે. અત્યારે રિફાનરી અને ગેસ ઉત્પાદનના પ્લાન્ટની યોજના અંતિમ તબક્કામાં ચાલી રહી છે. જ્યારે સમગ્ર વિશ્વમાં નેચરલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે.

સુત્રોએ જણાવ્યુ કે, નેચરલ ગેસના ભાવમાં તીવ્ર ઘટાડો આવતા હવે ગેસિફિકેશન યોજના વ્યવહારિક રહી નથી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને આ યોજનાથી પ્રતિ બેરલ બે ડોલરનો ફાયદો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુંબઈની બેસ્ડ બ્રોકરેજ કંપની સેન્ટ્રલ બ્રોકિંગે દાવો કર્યો છે કે નાણાકીય વર્ષ ર૦ર૧-ર૦રરની વચ્ચે જામનગર રિફાઈનરીને આ યોજનાથી ૧.૩૦ ડોલરથી લઈને ૧.પ૦ ડોલર લાભ થઈ શકે છે.[:]