[:gj]તસવીર પુરાવો – બનાસકાંઠામાં 17 તાલુકાનાં 124 ગામમાં તીડે ભયંકર ખાનાખરાબી કરી[:]

[:gj]

બનાસકાંઠા માં 17 તાલુકાનાં 124 ગામ પ્રભાવિત, તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. 25 ટકા તીડનો નાશ કર્યા બાદ દવા છંટકાવની કામગીરી વધુ ઝડપી બનાવવા 116 ટીમો ઉતારવામાં આવી છે. બીજીતરફ તીડ કઇ દિશામાં જઇ રહ્યા છે તેનો સર્વે કરવા માટે પણ 33 ટીમો કામે લગાડવામાં આવી છે.કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે કહ્યું કે ખેતરમાં પાણીના ફૂવારા ચાલું રખાય તો પાક ઉપર તીડ બેસતા નથી જેથી આ પ્રકારનો પ્રયોગ કરવા માટે આ વિસ્તારના ગામોમાં દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. પવનની દિશાના આધારે તીડ હવે પાકિસ્તાનના બલુચિસ્તાન તરફ રવાના થાય તેવી શક્યતા છે. દવાના છંટકાવને કારણે તીડનું એક ટોળું ફંટાઇને રાજસ્થાન તરફ ગયું છે જ્યારે અડધું ટોળું વાઘાસણ, મિયાલ અને આસપાસના ત્રણ હજાર હેક્ટરમાં જોવા મળ્યું હતું.
તીડ રાજસ્થાનના સાંચોર તાલુકાના શીલું તેમજ થરાદના વાતડાઉ, સમિયાલ, વધારણ, વારાખોડા અને ડીસામાં ભાચલવા તેમજ ધાનેરા તાલુકાના કુંમર સિલાસણા, છીડીવાડી, વાલેર, કરાધણી તેમજ ત્યાંથી સામરવાડા અને આસિયા, સરાલ ગામ તરફ તીડે ભારે નુકસાન પહાંચાડ્યુ છે. શુક્રવારે સાંજે થરાદના ગામોમાં તબાહી સર્જ્યા બાદ તીડનું મોટું ઝુંડ હવામાં ઉંચે ઉડી સાંચોર તરફ ફંટાયું હતું.[:]