[:gj]પુત્રી માધુરીને કોંગ્રેસના નેતા કિશનસિંહ તોમરે મારી [:]

[:gj]ગેરકાયેદસર બાંધકામની ફરિયાદ કરનારી

શાહીબાગ પોલીસે કિશન તોમર સહિત ત્રણની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા

કોંગ્રેસના નેતા કિશન તોમર ફરી એક વખત પુત્રી પર હુમલો કર્યો

અમદાવાદ : અમદાવાદમાં કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અને તેમની પુત્રી માધુરી તોમરનો ફરી વિવાદ સામે આવ્યો છે. કોંગ્રેસનાં નેતા કિશન તોમર અને તેમની પુત્રી માધુરી તોમરના પારિવારિક વિવાદ અને આક્ષેપો ફરી ટોક ઓફ ટાઉન બન્યા છે. પિતા કિશન તોમરના શાહીબાગ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ મામલે અમપાને ફરિયાદ કરનારી પુત્રી માધુરી અને જમાઈ વિજયપ્રતાપ કલહંસને અમપાની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસના નેતા કિશન તોમરે પોતાની પુત્રીને માર માર્યો છે.

શાહીબાગ ગુરૂકુળ સોસાયટીમાં રહેતા માધુરી વિજયપ્રતાપ કલહંસે રાજસ્થાન હોસ્પિટલ પાસે જય પ્રેમ સોસાયટીમાં આવેલા મકાનની નીચે ગેરકાયદેસર બાંધકામ થયું હોવાની ફરિયાદ અમદાવાદ મહાનગર પાલિકાને કરી હતી.

ગેરકાયદે બાંધકામ તોડવા આવેલા ત્યારે માધુરી તેના પતિ વિજયપ્રતાપ પર કિશન તોમર, કિશનનો પુત્ર કરણ અને ડ્રાઈવર ધીરેન્દ્રએ ગાળાગાળી કરી હતી. માધુરી પર હુમલો કરવાનો પ્રયત્ન કરતા વિજયપ્રતાપ વચ્ચે પડતા તેને માર માર્યો હતો. તેના ભત્રીજોને માર માર્યો હતો. માધુરીએ ફોન કરીને પોલીસને બોલાવતાં તમામ ફરાર થઈ ગયા હતા. ત્રણેય આરોપીઓ શાહીબાગ પોલીસ સમક્ષ હાજર થઈ જતા પોલીસે તેમની ધરપકડ બતાવી છોડી દીધા હતા.

પોતાની પુત્રી બોગસ શિક્ષક

રખિયાલની શાળાનાં આચાર્યએ રાજકારણી કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર અને જમાઇ વિજય કલહંસ સામે ગોમતીપુર પોલીસ મથકમાં બોગસ પ્રમાણપત્રના આધારે શિક્ષિકની નોકરી મેળવી હોવાનાં આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. ગયા જૂન મહિનામાં બે મહા ઠગે અમદાવાદનાં ગોમતીપુરની શેઠ સી.એલ. હિન્દી શાળામાં લખનઉ વિશ્વ વિદ્યાલયના ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને 5 વર્ષ શિક્ષકની નોકરી કરી હોવાની ઘટના બહાર આવી હતી.

કોંગ્રેસનાં નેતા કિશનસિંહ તોમર અમદાવાદનાં ગોમતીપુરમાં ચાલતી શેઠ સી.એલ. શાળાના ટ્રસ્ટી છે. તેજ હિન્દી શાળાનાં શિક્ષિકા કિશનસિંહ તોમરની પુત્રી માધુરી તોમર અને વિજય કલહંસની વર્ષ 2013માં શિક્ષક તરીકે ભરતી કરવામાં આવી હતી. શાળા સમિતિએ માધુરી તોમર અને વિજય કલહંસને M.Comની ડિગ્રી લખનઉ યુનિવર્સિટીની હોવાથી ખરાઇ કરાવવા માટે લખનઉ વિશ્વ વિદ્યાલયને પત્ર લખ્યો હતો. જેતે સમયે તેણે ચકાસણીનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. જેથી માધુરીને હંગામી શિક્ષક તરીકે નોકરીએ રાખવામાં આવ્યા હતા.

સરકારે 2018માં તપાસ કરતાં જે સીટ નંબર માર્ક સીટમાં દર્શાવવામાં આવ્યા છે તે માધુરીનાં નહીં પરંતુ કોઈ શ્વેતા સિંહનાં નામે હોવાનું સામે આવ્યું હતું. જેથી માધુરીની પદવી બોગસ  જણાઈ આવતા શાળાના સત્તાધિશોએ જિલ્લા શિક્ષણાધિકારીને જાણ કરી અને 6 મહિના  બાદ ગોમતીપુર પોલીસમાં ફરિયાદ તેના પિતાએ કરી હતી.

પુત્રી બદનામ કરે છે

પિતા તોમરે જણાવ્યું હતું કે મેં મારી પુત્રીને શિક્ષિકા તરીકે નોકરી આપી હતી. પરંતુ તેની ડિગ્રી બોગસ હોવાની જાણ થતાં મે જાતે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કિશનસિંહ તોમરે તેમની પુત્રી તેમના સાસરિયાઓ સાથે મળીને મારા પૈસા પડાવવા માંગે છે. આથી જ તેઓ આ પ્રકારનું તરકટ રચી રહ્યા છે.

10 હજાર પગાર

માધુરી 2013-14થી રૂ.10 હજાર લેખે રૂ.5.70 લાખનો પગાર  લીધો હતો. જે શિક્ષણ વિભાગ પર સવાલ ઊભા કરે છે. જિલ્લા શિક્ષણાધિકારીની સાંઠગાંઠ હોવાનું બહાર આવ્યું હતું. બોગસ શિક્ષક પાસે ભણેલા વિદ્યાર્થીનાં ભાવીનું શું ? ઘરના આંતરિક કલહની વાત બોગસ પદવી પર આરોપ રૂપે જ્યારે બહાર આવે છે ત્યારે શિક્ષણજગતમાં અંદરખાને મેળાપીપણામાં શિક્ષણ જગતમાં ચાલતા કૌભાંડોનાં સૂર સાંભળવા મળે છે.

પિતા પરેશાન કરે છે

પુત્રીએ પોતાના પિતા દ્વારા કરવામાં આક્ષેપો પાયાવિહોણાં ગણાવ્યાં છે. એટલું જ નહીં માધુરીએ પોતાના પિતા સામે અનેક પ્રકારના આરોપોની ઝડી વરસાવી દીધી છે. માધુરીનું કહેવું છે કે તેના પિતા કિશનસિંહ તોમર તેને દરેક પ્રકારનાં હક્કથી દૂર રાખવા પરેશાન કરી રહ્યાં છે.

પિતા પર આરોપો

પુત્રી માધુરીએ પિતાના એક શિક્ષિકા સાથે અફેર હોવાનું જાહેર કર્યું હતું. શાળામાં ચૂંટણીઓ ન યોજાવા ફરિયાદ કરી છે. શાળા સંચાલક પિતાનો આરોપ છે કે નોકરીએ રાખ્યા પછી સ્કૂલમાં માધુરીની દાદાગીરી શરૂ થઈ હતી. બોગસ ડિગ્રીની વાત ખોટી છે. 5 વર્ષ પહેલા DEOની મંજૂરીથી મારી ભરતી કરાઇ હતી. મારા પર અમદાવાદ છોડવા માટે દબાણ કરવામાં આવે છે. મને કાયમી કરવામાં નથી આવી. મારા પિતાએ લોકો પાસેથી ઘણું બધુ પડાવેલું છે. મે ચૂંટણીની માગ કરી એટલે આવા આક્ષેપ કરે છે.

શિક્ષકની ભરતીમાં 18 લાખ લાંચ

પિતા કરોડોની બેનામી સંપત્તિ ધરાવે છે. મારા પિતા કલાર્ક સાથે મળીને એક શિક્ષકની ભરતી દીઠ રૂ.18 લાખની લાંચ લેતા હોવાનો પણ આક્ષેપ કર્યો. શાળાની ગ્રાન્ટમાં પિતાએ ભ્રષ્ટાચાર કર્યો છે.

પિતાએ ખોટા નંબર આપ્યા છે

માધુરીએ જાહેર કર્યું હતું કે મારા પિતાએ મારૂ નામ અને રોલ નંબર બીજા કોઈનો નોંધ્યો છે, તે મને ફસાવવા માંગે છે. આ એટલો વાહિયાત માણસ છે, જે પોતાની દિકરીને જ હેરાન કરે છે. આ મારા પતિને મને ફસાવવા માંગે છે. તેમની તમામ સંપત્તિ ગેરકાયદેસર છે. તમામ સંપત્તિ બોગસ છે. પિતા દુનિયાના સૌથી મોટા ચોર છે.

દિકરીને દિલ્હી પરણાવી

મારી દિકરીના લગ્ન વર્ષ 2003માં દિલ્હીમાં થયા હતા. એમના સાસરીયા લખનૌના છે. વર્ષ 2013માં તેઓ અમદાવાદ આવ્યા અને દિકરીને શાળામાં રાખવાની માંગણી કરી હતી. ત્યારે મેં દિકરીને શિક્ષિકા તરીકે નોકરી આપી. દિકરીના સાસરીયાએ ઘરના ઝઘડામાં જણાવ્યું કે દિકરીની માર્કશીટ બોગસ છે. મેં તપાસ કરાવી અને ખ્યાલ આવ્યો હતો. પુસ્તકો ખરીદીમાં કમીશન લીધું છે.

2011માં કિશનનો કારસો

4 જૂન 2011માં કિશન તોમરના દીકરા નકુલ દ્વારા વિટ્ઠલદાસ હોલમાં ડાન્સ વિથ ડીજે બર્થ ડે પાર્ટીમાં કેટલાંક તત્વોએ મારામારી કરી પાર્ટી વિખેરી નાખી હતી. જેની અદાવત રાખી કિશન તોમર પિતા-પુત્રએ યુવાનને એરગન બતાવી, તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી લૂંટ ચલાવી હતી. રામોલના કોર્પોરેટર ર વિક્રમ અરજણ ભરવાડ સહિત ચારની મારામારી કેસમાં ઘરપકડ કરી હતી.

મિલકત વેરો ન ભર્યો

2004માં ચેરમેન રહી ચૂકેલા કિશનસિંહ તોમરે 2000-01થી 84,000નો ટેક્સ ચૂકવ્યો નથી. તેમના પુત્ર કરણ સિંહે રૂ. 2.44 લાખનો પ્રોપર્ટી ટેક્સ નથી ચૂકવ્યો. દીકરી કાજલે 1.13 લાખનો ટેક્સ ચૂકવયો નથી. એવું વેબસાઈટમાં બતાવે છે. આ અંગે કિશનસિહે જણાવ્યું હતું કે, વેરો તો ભરી દીધો છે. કેટલીક મિલકતો વિવાદમાં છે. દિકરીની મને ખબર નથી.[:]