[:gj]પ્રધાને ખાતર કૌભાંડમાં જવાબદારી ન લીધી, પણ સેનેટરી નેપકીન આપવામાં સન્માન મેળવ્યું [:]

[:gj]કેન્દ્રીય રોડ વાહનવ્યવહાર, ધોરીમાર્ગ, વહાણવટા, રસાયણ અને ખાતર રાજ્ય પ્રધાન મનસુખભાઈ માંડવિયાએ ગુજરાતમાં થયેલાં GSFC ખાતર કૌભાંડ અંગે તો કોઈ પગલાં લીધા નથી. કરોડો રૂપિયાની છેતરપીંડી થઈ હોવા છતાં ખેડૂતોને તેનું વળતર આપવામાં આવ્યું નથી. તેમણે યુરિયાનો જથ્થો પૂરતો હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્યમાં બે લાખ મે. ટનની જરૃરિયાત સામે 2.15 મે. ટન યુરિયા ઉપલબ્ધ છે. આયાત કરવાના બદલે ઉત્પાદન વધારવાનો પ્રયત્ન સફળ રહ્યો છે. પણ વજન ઘટના કૌભાંડ અંગે તેમણે કોઈ પગલાં લીધા ન હતા. હવે તેમણે મહિલાઓને રૂ.10માં 4 સેનેટરી નેપકીન સાથે કુલ 10 કરોડ પેકેટ એક વર્ષમાં વેચ્યા છે.

સરકારનું સુવિધા સેનેટરી નેપકીન અને પેકિંગમાં વપરાતું પ્લાસ્ટિક ‘ઓક્ઝો-બાયોડીગ્રેડેલ’ ટેકનોલોજીથી બનાવેલું છે, જે વપરાયા પછી બાયોડીગ્રેડ થઇ જાય છે. સુવિધા સેનેટરી નેપકીન દેશની પ્રથમ બ્રાંડ છે જેમાં આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવેલો છે.

પર્યાવરણની જાળવણી સાથે દેશની મહિલાઓને સસ્તા અને ઉત્તમ ગુણવતાના સેનેટરી નેપકીન મળે તે દિશામાં કરેલ પ્રદાન બદલ યુનિસેફ – ઇન્ડિયા દ્વારા કેન્દ્રીય મનસુખ માંડવિયાનું સન્માન કરવામાં આવશે.  યુનિસેફ દ્વારા આ વર્ષને ‘મેન ફોર મેન્સ્ટુએશન’ની થીમ હેઠળ ઉજવવામાં આવી રહેલા છે. 29 મે 2019માં વર્લ્ડ મેન્સ્ટુઅલ ડેના દિવસે અમદાવાદ ખાતે આ ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ સન્માન કરવામાં આવશે.

મનસુખ માંડવિયા હસ્તકના ફાર્મા મંત્રાલય દ્વારા છેલ્લા 4 વર્ષમાં 5200 ‘જન ઔષધી કેન્દ્રો’ ખોલવામાં આવેલા છે.[:]