[:gj]ફેસબુક કે ફેકબુક, ભાજપના સૌથી વધું બોગસ ફેસબુક છતાં કોઈ પગલાં નહીં [:]

[:gj]મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સાચા સમાચારો, નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવા કેન્દ્રના ઈન્ફર્મેશન ટિકનોલોજી અને પ્રસારણ પ્રધાન રવિ શંકર પ્રસા સાથે વોટ્સએપના સીઈઓ ક્રિસ ડૈનિયલે મુલાકાત કરી હતી. વોટ્સએપ પર ખોટા સમાચારો ફેલાય છે, તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ કે રિવેન્જ પોર્ન અંગે કેટલીક સૂચનાઓ આપી હતી. ભારતમાં વોટ્સએપની કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે પણ મોદી સરકારે દબાણ કર્યું હતું.

વોટ્સએપ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફેલાતી અફવાઓ, રાજકીય ખોટા સમાચારો, ખોટા સમાચારોના કારણે ગુજરાતમાં ગંભીર સ્થિતી બની છે. કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રી રવિ શંકર પ્રસાદે આ મામલે પગલાં ભરવા દબાણ કર્યું હતું.

ફેસબુકના 5 કરોડ યૂઝર્સના ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ કેબ્રિજ એનાલિટિકા કંપની પર લાગ્યો હતો. રવિશંકર પ્રસાદે ફેસબુકને ચેતવણી આપી હતી. ભારતમાં જો ડેટાચોરીની ફરિયાદ મળી કે ચૂંટણીને અસર પહોંચાડવાના પ્રયાસની ફરિયાદ સામે આવે તો તેના પર કાર્યવાહી થશે.

ફેસબુકના માલિક પર દબાણ

કાયદામંત્રીએ કહ્યું જરૂર પડે તો ફેસબુકના માલિક માર્ક ઝૂકરબર્ગને ભારત બોલાવવામાં આવશે. રવિશંકર પ્રસાદે કૉંગ્રેસ પાર્ટી પર પણ આરોપ લગાવતા કહ્યું કે, શું ચૂંટણી જીતવા માટે કૉંગ્રેસ આવો આઇડિયા અપનાવશે? મામલો એક બદનામ કંપનીનોજ નહીં પણ દેશમાં ઇમાનદાર ચૂંટણીનો છે. કોંગ્રેસ પાર્ટીએ 2019ના ચૂંટણી પ્રચાર માટે બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકાને જવાબદારી સોંપી છે. ચૂંટણી માટે એનાલિટિકાની સેવા લીધી છે ? ડેટા મેનિપુલેશન કરીને ચૂંટણી જીતવા માગે છે?

ચૂંટણી પંચે કંઈ ન કર્યું

IT મામલાની સંસદીય સમિતિએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સમન્સ મોકલી હાજર થવાનો આદેશ આપ્યો હતો. ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ પોલિસીના હેડ કોલિન ક્રોવેલ અને બીજા અધિકારીયો સંસદની IT કમિટિની સામે હાજર થયા હતા. સમિતીના અધ્યક્ષ અને ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે ટ્વિટર કહ્યું હતું કે ભારતની ચુંટણીમાં વિદેશી સંસ્થાઓની દખલ ન થવી જોઈએ. ટ્વિટરે આવા મામલાઓને ઇલેક્શન કમિટિને મળીને તરત કોઇક નિર્ણય પર આવવું જોઇયે.

ગુજરાતમાં 30 લાખ રાજકીય કાર્યકરો ફેસબુક વાપરે છે

ગુજરાતમાં કોંગ્રેસના 10 લાખ કર્યકરોના ફેસ બુક છે જ્યારે ભાજપના 20 લાખ જેટલા ફેસબુક હોઈ શકે છે. જે ફેસબુક એકાઉન્ટ ફેસ બુકે દૂર નથી કર્યા પણ કોંગ્રેસના બનાવટી ફેસબુક એકાઉન્ટ દૂર કર્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વપરાતા ફેસબુક પેજ પર પણ તેની કોઆઈ અસર પડી નથી. ફેસબુકે દાવો કર્યો હતો કે તેમણે કોંગ્રેસના 687 પેજ, ગ્રૂપ અને એકાઉન્ટ અપ્રમાણિત અને બિનજરૂરી માહિતી આપતા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. કોંગ્રેસે ફેસબુક પાસેથી હટાવાયેલા તમામ પેજની યાદી માગી છે. જેમાં ગુજરાતી ભાષાના પણ કેટલાંક છે. ભાજપના સૌથી વધું ફેક ફેસબુક હોવા છતાં તેના માત્ર 15 ફેસ એકાઉન્ટ રદ કરાયા છે.

ફેસબુકે કોઈ રાજકીય પક્ષ વિરુદ્ધ આવડું મોટું પગલું ભર્યું હોય. ફેસબુકના દુનિયામાં 220 કરોડ ગ્રાહકો છે જેમાં સૌથી વધારે 30 કરોડ યૂઝર્સ ભારતમાં છે. ગુજરાતમાં સૌથી વધું મોબાઈલ ફોન હોવાથી ગુજપાતમાં 3 કરોડથી વધું ફેસબુક એકાઉન્ટ છે. કુલ ફેસબુક એકાફન્ટમાં 4 ટકા એકાઉન્ટ ફેક બનાવવામાં આવે છે. જેમાં ભાજપ સૌથી વધું આગળ છે.

ફેસબુકે કહ્યું હતું કે યૂઝર્સ ડુપ્લિકેટ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને પોતાના કન્ટેન્ટનો પ્રચાર કરવા માટે અને લોકોને આકર્ષવા માટે વિવિધ ગ્રૂપમાં સામેલ થયેલા હતા. તેમના પોસ્ટમાં સ્થાનિક સમાચાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી જેવા રાજકીય પક્ષની અવગણનાઓનો પણ સમાવેશ થાય છે.

ભાજપના નકલી એકાઉન્ટ

2012થી 15 સુધી રહેલા ભાજપ આઈટી સેલના પૂર્વ કર્મચારી મહાવીરએ દાવો કર્યો છે કે ભાજપના સુપર 150 લોકોની ટીમ ફેક ન્યૂઝનું પુરુ કારખાનું ચલાવે છે. આ ટીમ રોજ ટ્વીટરથી લઈને ફેસબુક સહિતના સોશ્યલ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ તૈયાર કરે છે, 50 લોકો બીજા હોય છે જે કન્ટેન્ટને નીચે સુધી ફોરવર્ડ કરે છે. પછી તેને રિયલ ટાઈમ પર ટ્રેન્ડીંગમાં લાવવા માટે 20 હજારથી વધુ સદસ્ય કામ પર લાગી જાય છે. બાકી મેમ્બર્સને ખાલી તેને કોપી-પેસ્ટ કરી ફેસબુકથી લઈને ટ્વીટર પર વાયરલ કરવાનું હોય છે. પાર્ટી મુખ્યાલયથી લઈને જિલ્લા અને તાલુકા સ્તર પર ભાજપ આઈટી સેલની ટીમની પહોંચ છે. દરરોજ કામના બદલામાં 1 હજાર રૂપિયા મળે છે.

બાકી જે સુપર 150માં કામ કરતા હતા તેમને તો સારાએવા સરકારી નોકરી જેવા પગાર મળે છે. યૂટ્યૂબર ધ્રુવ રાઠીને અપાયેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે નીતિન ગડકરીના અધ્યક્ષ રહેલા હતા. તેમનું કામ ફેસબુક પર વધુને વધુ ટ્રોલિંગ કરવાનું હતું. જે લોકો ભાજપ વિરુદ્ધ લખતા મળે, તેમની ફેસબુકને રિપોર્ટિંગ કરી પેજ કે અકાઉન્ટ બંધ કરાવી દેવું. દરેક મેમ્બરને 10-10 મોબાઈલભાજપના આઈટી સેલમાં કામ કરતા દરેક સદસ્યને લેપટોપ સાથે સાથે 10-10 મોબાઈલ મળે છે. કોઈ પણ મુદ્દા પર ઓછામાં ઓછા 50 ટ્વીટ કરવાના હોય છે. એક જ સાથે દરેક મોબાઈલથી પાંચ-પાંચ ટ્વીટ મેંબર કરે છે. એક સાથે 2 હજાર લોકો પણ જ્યારે કોઈ મેસેજ ટ્વીટ કરે છે તો તે આપો આપ ટ્રેન્ડીંગમાં આવી જાય છે.

સેનાથી માંડી મહાપુરુષોના નકલી એકાઉન્ટ પેજ બનાવ્યા છે. જેના પર 20થી ત્રીસ લાખ ફોલોઅર્સ છે. આ પેજ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવનારી પોસ્ટ કરવામાં આવે છે. દરેક ચીજમાં હિન્દુ-મુસ્લિમ એંગલ શોધીને પોસ્ટ કરવામાં આવે છે. જેનાથી સામાન્ય જનની પણ ભાવના ભડકે છે. 1200 જેટલી પ્રોપોગેંડા વેબસાઈટ્સ પણ ભાજપ આઈટી સેલની તરફથી સંચાલીત હોય છે. તેમના સમાચારો દરેક પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવતા રેન્કીંગ પણ સારુ એવું આવે છે.  રીઠીએ લીધેલી તેની મુલાકાતની વિડિયો વ્યાપક પ્રમાણમાં વાયરલ થઈ છે. જેમાં ઉપરની તમામ વિગતો આપવામાં આવી છે. ભાજપ દ્વારા ઈતિહાસને મરોડીને કે વિકૃત્ત માહિતી આપીને લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી સમયે ગેરઉપયોગ થઈ રહ્યો છે. ગુજરાતમાં એક કલોડ મોબાઈલ ફોનના મીસ કોલ ડેટા ભાજપ પાસે છે તેનો આ રીતે મેસેજ મોકલવમાં થઈ રહ્યો છે.

ફેસબુકે 58 કરોડ ખાતા બંધ કર્યા

કેમ્બ્રિજ ડેટા લીક કૌભાંડ બાદ ફેસબુકે 3 મહિનામાં 58 કરોડ ફેક એકાઉન્ટ દૂ કર્યા હતા. આતંક, તિરસ્કૃત, હિંસક, હેટ સ્પીચ, સેકસ સામગ્રી અને આતંકવાદને પ્રોત્સાહન આપતી ૩ કરોડ પોસ્ટને ડિલીટ કરી છે.

કેમ્બ્રિજ એનાલીટીકા ડેટા લીક કૌભાંડ બાદ ફેસબુકની કોઈ વિશ્વસનિયતા રહી નથી.

ફેસબુક પોતે જ ફેકબુક

સોશિયલ મીડિયામાં વધી રહેલા ફેક્ન્યુઝને અટકાવવા ફેસબુક દ્વારા રાષ્ટ્રીય ચૂંટણીના પહેલા ગેરમાર્ગે દોરતા અને ખોટી માહિતી આપતા ફેસબુક પેજ અને એકાઉન્ટને બંધ કરી નાખ્યા છે, જેમાં આશરે 700 પેજ અને એકાઉન્ટ્સને દૂર કરવામાં આવ્યા છે, આમાંથી 687 પેજ અને એકાઉન્ટ્સ કોંગ્રેસના આઇટી સેલના વ્યક્તિઓ સાથે સંકળાયેલા હતા પરંતુ બીજા 15 એકાઉન્ટ્સ હતા જે ભાજપ-તરફી માહિતીને ફેલાવી રહ્યા હતા, ફેસબુકએ એક નિવેદનમાં જણાવ્યું હતું. ભાજપના તરફી પેજ પર વધુ પૈસા ખર્ચવામાં આવ્યા હતા. ઓગસ્ટ 2014 થી ફેસબુક જાહેરાતો પર ખર્ચમાં 39,000 અમેરિકન ડોલર (27 લાખ રૂપિયા) નો ખર્ચ કરવામાં આવ્યો હતો. પ્રવૃત્તિ ભારતીય આઇટી કંપની, સિલ્વરટચ ટચના વ્યક્તિઓ સાથે સંકળાયેલી છે,” તેમ ફેસબુકએ જણાવ્યું હતું.

મોદી સરકારની ટીકા કરનારાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરાયું

29 સપ્ટેમ્બર 2017માં ‘કમલ કા ફૂલ હમારી ભૂલ’ એવું તેણે પોતાના પેજ પર મૂકયા પછી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકે તેનું એકાઉન્ટ 30 દિવસ સુધી બ્લોક કરી દીધું હોવાનું ફેસબુકના એક ઉપયોગકર્તાએ જણાવ્યું છે. ફ્રિલાન્સ પત્રકાર તરીકે કામ કરનારા 29 વર્ષના ગુજરાતના સુરતના મોહંમદ અનાસે ફેસબુક પર પોસ્ટ કર્યું હતું. ચોથીવાર મારું એકાઉન્ટ ફેસબુકે સસ્પેન્ડ કર્યું છે. ‘મેં ક્યારેય વાંધાજનક ભાષા વાપરી નથી કે ક્યારેય કોઈને ગાળો આપી નથી’. પણ, સરકારની ટીકા કરનારી પોસ્ટ કાઢી નાખવામાં આવે છે. આ ફેસબુકની દાદાગીરી છે.

ફેસબુકના ડેટાથી ભાજપને ચૂંટણીઓ જીતાડી?

દુનિયાભરના કરોડો ફેસબુક યૂઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીને લોકોની મત આપવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાના આરોપોનો સામનો કરી રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા ભારતમાં પણ તેની હાજરી ધરાવે છે. ભારતમાં કેમ્બ્રિજ ઍનાલિટિકા SCL ઇન્ડિયાનો ભાગ છે. તેની વેબસાઇટ અનુસાર આ લંડન સ્થિત SCL ગ્રૂપ અને ઓવ્લેનો બિઝનેસ ઇન્ટેલિજન્સ(OBI) પ્રાઇવેટ લી. નું સંયુક્ત સાહસ છે. કંપનીની વેબસાઇટ મુજબ 10 રાજ્યોમાં તેના 300 કાયમી કર્મચારીઓ છે અને 1400થી વધારેનો કન્સલ્ટિંગ સ્ટાફ છે. રાજકીય પક્ષ જેડી(યુ)ના કે.સી. ત્યાગીના પુત્ર અમરિશ ત્યાગી આ કંપનીના વડા છે. જેઓએ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું છે કે તેઓ ટ્રમ્પના કૅમ્પેઇનમાં જોડાયેલા હતા. ‘પોલિટિકલ કૅમ્પેન મેનેજમેન્ટ’ની સેવા આપે છે. 2014 અને રાજ્યોની ચૂંટણી ભાજપને જીતવા માટે કેટલીક કંપનીઓએ મદદ કરી હતી.

ભાજપ અને કોંગ્રેસની ભૂંડી ભૂમિકા

દેશના બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ પણ તેના ક્લાયન્ટ્સ હોવાનું આ કંપની જણાવે છે. કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ શર્મા જાહેર કર્યું હતું કે, “ભાજપ માટે ચાર ચૂંટણી કૅમ્પેન સફળતાપૂર્વક મેનેજ કર્યા છે.” આ ચૂંટણીઓમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સત્તા મળી હતી. આ એ જ કંપની છે જેણે 2016માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ફેસબુકની વિશ્વ વ્યાપી માયાજાળ
ફેસબુકના અંગત મેસેજીસનુ ઓનલાઇન વેચાણ થઇ રહ્યુ છે. હેકર્સે ફેસબુકના 12 કરોડના એકાઉન્ટ ડેટા ચોરી કર્યા. 81 હજાર યુઝર્સના મેસેન્જરમાંથી મેસેજીસ ચોરાઇ ગયા હતા.  એકાઉન્ટ દીઠ 10 સેન્ટના ભાવે ઓનલાઇન વેચાણ થઇ રહ્યુ છે. સૌથી વધુ રશિયન અને યુક્રેનના ફેસબુક યુઝર્સ ભોગ બન્યા છે. આ ઉપરાંત અમેરિકા, રશિયા, યુકે તથા યુક્રેન અને બ્રાઝિલના યુર્ઝનના અંગત મેસેજ હેકર્સ પાસે પહોંચ્યા છે. પૈસા કમાવવા હેકરોએ અનામી બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરી રહ્યા છે. ડેટા ભૂખી કંપનીઓને માહિતી આપીને હેકર્સ કરોડોની કમાણી કરી રહ્યા છે.[:]