[:gj]બિલ્ડરોના વાંકે દુકાનદારોને સજા, 12 દુકાનો સિલ [:]

[:gj]અમદાવાદ, 20 જાન્યુઆરી 2020

નવા વાડજના ભીમજીપુરા વિસ્તારમાં થનકીનંદન કોમ્પલેક્ષની ૧ર દુકાનો સીલ કરવામાં આવી છે. કોમ્પલેક્ષમાં વધારાના બાંધકામ કરવામાં આવ્યા છે તથા પાર્કીંગમાં પણ દબાણ કરવામાં આવ્યા છે. જેના પરિણામે જનક મેડીકલ સ્ટોર્સ, જૈન ગૃહ ઉદ્યોગ, માન સરોવર ફૂડ, ઝેરોક્ષ દુકાન, રાયપુર ચોળાફળી સેન્ટર સહીત ૧ર દુકાનોને સીલ કરવામાં આવી છે. ઝોનના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે તથા નિયમ વિરુધ્ધના બાંધકામો, માર્જિનમાં દબાણ અને અડચણરૂપ પાર્કીંગ મુદ્દે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પણ ભાજપ, કોંગ્રેસ, અખબારો, ટીવી અને અધિકારીઓને અબજો રૂપિયા કમાવી આપતાં બિલ્ડરો સામે કોઈ પગલાં લેવાયા નથી. ખરેખર તો દુકાનદારને આ દુકાનો ગુમાવવી પડી છે. પણ પૈસા તો બિલ્ડર લઈ ગયા છે. ઈમ્પ્ટેક્ટ ફીમાં કરોડોની કમાણી કરી અને હવે દુકાનો સીલ મારીને પછી તેના સીલ ખોલી નાંખવા માટે કરોડો રૂપિયાની કમાણી થશે.

બાંધકામોને કાયદેસર કરવા તથા પાર્કીંગ વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે હેતુથી રાજય સરકારે ગુડા એક્ટ અંતર્ગત ઈમ્પેકટ કાયદાનો છ વર્ષ સુધી અમલ કર્યો હતો. ઈમ્પેકટના અમલીકરણ દરમ્યાન મનપા દ્વારા ૧ લાખ ર૬ હજાર મિલ્કતો (અરજી)ને કાયદેસર કરવામાં આવી હતી તથા પાર્કીંગની અરજીઓ પેટે રૂ.૧૬૦ કરોડ જેટલી માતબર રકમ પણ તંત્રની તિજારીમાં જમા થઈ છે.

તેમ છતાં પાર્કિગની સમસ્યાનો કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. મ્યુનિ. એસ્ટેટ વિભાગ અને સ્થાનિક રાજકીય આગેવાનોની રહેમ દૃષ્ટિએ તમામ વિસ્તારોમાં અનઅધિકૃત બાંધકામો થઈ રહયા છે તથા બી.યુ. પરમીશન ઈસ્યુ થયા બાદ માર્જિન અને પા‹કગની જગ્યામાં પણ દબાણ કરવામાં આવે છે.[:]