[:gj]ભાજપની કચેરીએ મુખ્ય પ્રધાન રૂપાણી સલામત નથી, તો ચોકીદારો શું કરે છે ? [:]

[:gj]મુખ્યમંત્રીના નોટીફાઈડ સરકારી બંગલા પર ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એ આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. તો પછી ચોકીદાર ગુજરાતની ચોકી કેવી રીતે કરી શકશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદ બાદ ભાજપનું ગાંધીનગર ખાતેનું મુખ્ય કાર્યાલય મુખ્યમંત્રીની સુરક્ષાના પ્રશ્નને લઈને મુખ્યમંત્રીના બંગલે ઉમેદવાર પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીનું નિવેદન એ કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતાનું સ્વીકારનામું છે. તેમ કોંગ્રેસે જાહેર કર્યું છે.

ભાજપ સરકારમાં ભાજપનું મુખ્ય કાર્યાલય ‘કમલમ’ મુખ્યમંત્રી માટે સુરક્ષિત-સલામત નથી તો પછી ગુજરાતના ૬ કરોડ નાગરિકોની સુરક્ષા-સલામતીનું શું? તેવો વેધક પ્રશ્ન પૂછતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સલામત ગુજરાતની બુમો પાડનાર અને સલામત ગુજરાતના નામે મત માંગનાર ભાજપના શાસનમાં સામાન્ય નાગરિકોની સુરક્ષા ચિંતાનો વિષય છે. દેશ આખામાં ચોકીદારના નામે ટ્વીટર હેન્ડલમાં ઉલ્લેખ કરનાર ભાજપ સરકારમાં રાફેલના દસ્તાવેજની જેમ જ શું મુખ્યમંત્રી પણ સુરક્ષિત નથી? રાજ્યના મુખ્યમંત્રી ગૃહ વિભાગના કેબીનેટ મંત્રી તરીકે જવાબદારી વહન કરી રહ્યા છે. મુખ્યમંત્રીની સુરક્ષાએ ચિંતાનો વિષય છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ જ્યારે આવું જાહેરમાં સ્વીકારનામું કરે, તે જ દર્શાવે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ ચિંતાનો વિષય છે. રાજ્યના મુખ્યમંત્રી અગાઉ જાહેરમાં સ્વીકારી ચુક્યા છે કે, ગૃહ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે. ત્યારે ગૃહ વિભાગની જવાબદારી સાંભળવામાં નિષ્ફળ મુખ્યમંત્રી રાજીનામું આપે. સમગ્ર દેશમાં સૌથી વધુ બાળકો ગુમ થવા, ધોળા દિવસે લુંટ, ખૂન, હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુન્હાઓનો આંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે.

ગુજરાત ગુન્હાખોરીના આંકમાં બિહાર અને ઉત્તર પ્રદેશ સાથે સ્પર્ધા કરીને આગળ નીકળી ગયું છે. ગુજરાતમાં છેલ્લાં
પાંચ વર્ષમાં ૪૩૬૫ મહિલાઓ પર બળાત્કાર ના બનાવો બન્યા છે. જેમાંથી ૨૪૦૮ સગીર વયની મહિલાઓ બળાત્કારનો ભોગ બની છે. છેલ્લાં પાંચ વર્ષમાં ૯૬ થી વધુ ઘટનાઓ સામુહિક બળાત્કારની બની છે. પાંચ વર્ષની અંદર ૧૪૦૯ ખૂનના બનાવો બન્યા છે. ત્યારે સલામત ગુજરાતની ગુલબાંગો ફેંકીને સત્તા મેળવનાર ભાજપ ગુજરાતની જનતાને જવાબ આપે.[:]