[:gj]ભાજપની રાજકીય શોદાબાજીમાં ત્રીજા ધારાસભ્ય પક્ષાંતર કરી ભાજપમાં જશે[:]

[:gj]કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા લોકસભા બેઠક જીતી શકે તે માટે મોટા પાયે સત્તાની શોદાબાજી ભાજપે હાથ ધરી છે.

જવાહર ચાવડાએ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નિવાસ સ્થાને રાજીનામું આપ્યું. જવાહર ચાવડા સતત 4 ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ રહ્યા હતા.

જવાહર ચાવડા હજુ 7 માર્ચ 2019માં તો  ભાજપના વિરોધમાં સૂત્રો પોકારતા હતા. બીજા દિવસે એટલે કે 8 માર્ચ 2019માં તો તેઓ રાજીનામું આપીને પક્ષાંતર કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ કોંગ્રેસના જૂનાગઢના ધારાસભ્ય ભગવાન બારડને કોર્ટે સજા ફટકારતા વિધાનસભા અધ્યક્ષે તેમને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. તે સસ્પેન્શનના વિરોધમાં ભગવાન બારડ સહિતના આહિર આગેવાનોએ રેલી કાઢી હતી. રાજ્ય સરકાર અને વિધાનસભાના સ્પીકર ત્રિવેદીનો સામે વિરોધ કર્યો હતો. રેલીમાં જવાહર ચાવડા પણ ભાજપના સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે સૂત્રો પાકારતા જોવા મળ્યા હતા. તેઓ કહેતા હતા કે ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી.

બે દિવસમાં જ અમિત શાહ અને જીતેન્દ્ર વાઘાણીએ એવી શોદાબાજી કરી કે જવાહર ભાજપમાં જઈ રહ્યાં છે.

કોઈ કારણ જણાવ્યું નથી

સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ રાજીનામાનું કોઈ તેમને કારણ આપ્યું નથી. જો કે રાજીનામું આપવા માટે કોઈ કારણ આપવું જરૂરી હોતું નથી કે મારે તેમને પૂછવાનું પણ જરૂરી હોતું નથી. તેમને મને બપોરે 1.10 વાગ્યે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. તેમણે કોઈના દબાણ હેઠળ કે લાલચ હેઠળ રાજીનામું આપવાનું કહ્યું હતું કે કેમ તે અધ્યક્ષે સ્પષ્ટ કહ્યું નથી.

કોણ છે જવાહર ચાવડા

જવાહર ચાવડાના પિતાનું પણ રાજકારણમાં મોટું નામ. છે. જવાહર ચાવડા આહીર સમાજના આગેવાન છે અને જૂનાગઢ લોકસભા બેઠક પર આહીર સમાજના મત પણ વધુ છે. ત્યારે હવે જવાહર ચાવડા જૂનાગઢથી લોકસભા ચૂંટણી લડી શકે તેવી પણ શક્યતા છે. સાંસદ રાજેશ ચુડાસમાનું પત્તુ કપાઇ શકે તેમ છે.

તેઓ હાર્દિક પટેલને પણ મળ્યા હતા

5 સપ્ટેમ્બર 2018માં જવાહર ચાવડા હાર્દિક પટેલના ઉપવાસ વખતે મળ્યા હતા. ત્યારે તેમણે ભાજપ સરકારના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ટીકા કરતાં કહ્યું હતું કે, ન્યાય માટે મથતા લોકોને સંતોષકારક રીતે સાંભળવાની તસ્દી પણ સરકારમાં બેઠેલાઓ લઈ શકયા નથી. ભાજપની આ સરકાર કરતા બ્રિટીશરો પણ સારા હતા.  ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ જીલ્લાના દરેક તાલુકાએ જઈ એક દિવસ માટે અન્નજળનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આઝાદી પછી પણ લોકશાહીમાં લોકોને પોતાનો અવાજ રજુ કરવાની પણ છૂટ નથી. લોકશાહીને જીવંત રાખવા માટે ઉપવાસ આંદોલન કરવાનો છું.  હાર્દિક સામે 144ની કલમ એ લોકશાહીના ખૂન સમાન છે.[:]