[:gj]ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલાને કોંગ્રેસ કેમ પચાવી શકતી નથી [:]

[:gj]ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રસમાં પક્ષાંતર કરી જતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્‍ચરમાં ભળી શકતા નથી. છેલ્લું ઉદાહરણ અમરેલીના હનુભાઈ દોરાજીયા છે. 2013માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્‍ય બાવકુ ઉંઘાડે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 2014માં લડી હતી. લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હનુભાઈ ધોરાજીયાએ કોંગ્રેસમાંથી ભાજપનાં બાવકુ ઉંધાડ સામે વધુ એક વખત હારનો સામનો કરવો પડયો હતો. હનુભાઈ ધોરાજીયાને સને 2017ની ધારાસભાની કોંગ્રેસે ટીકીટ નહીં આપતાં તેઓ કોંગ્રેસ પક્ષથી નારાજ જોવા મળતાં હતા. આખરે તેમણે ફરી એક વખથ પક્ષાંતર કર્યું હતું. આમ કોંગ્રેસમાં બાવકું ઉંધાડ પણ હતા અને હનુભાઈ પણ હતા બન્નેએ કોંગ્રેસનું રાજકીય કલેવર ફાવ્યું નહીં અને ફરી તેઓ માતૃસંસ્થા ભાજપમાં પક્ષાંતર કરી ગયા હતા.

અમરેલી જિલ્‍લાનાં લીલીયા તાલુકાનાં હાથીગઢ ગામનાં વતની અને હાલ સુરત વ્‍યવસાય કરતાં પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા આખરે ફરીથી ભાજપનો ખેસ પહેરી લઈ પોતાની ઘર વાપસી કરતાં કોંગ્રેસ પક્ષનાં વધુ એક આગેવાન ભાજપમાં ભળી ગયા છે.

પૂર્વ ધારાસભ્‍ય હનુભાઈ ધોરાજીયા સુરત ખાતે વ્‍યવસાય કરે છે. ત્‍યારે તેમના વતન હાથીગઢનાં વતની હોવાના કારણે હનુભાઈ ધોરાજીયાને જિલ્‍લા ભાજપનાં આગેવાનોની ભલામણનાં કારણે સને ર007ની ધારાસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાંથી લાઠી-લીલીયામાંથી ચૂંટાઈ આવ્‍યા હતા.

જયારે સને 2012ની ધારાસભાની ચૂંટણીમાં ભાજપે ફરી તેને નવા સીમાંકન પ્રમાણે લાઠી-બાબરા બેઠક થતાં ભાજપે ટીકીટ આપી હતી. 2012ની ધારાસભાની ચૂંટણીમાં તે સમયે બાવકુ ઉંઘાડ સામે હનુભાભાનો પરાજય થયો હતો.

કોણ ભાજપ છોડી કોંગ્રેસમાં ગયું અને કોંગ્રેસ છોડી

શંકરસિંહ સાથે અનેક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાંના મોટાભાગના ફરી ભાજપમાં પક્ષાંતર કરી ગયા છે. આવું કેશુભાઈની સાથે ભાજપ છોડનારા પણ અનેક નેતાઓ હતા. તેમાં કેટલાંક કોંગ્રેસમાં ગયા હતા. નરેન્દ્ર મોદી સામે બળવો કરીને કોંગ્રેસમાં 14 ધારાસભ્યો એકી સાથે ગયા હતા. તેમાંના તમામ ભાજપમાં પરત ફર્યા છે.

જે પક્ષાંતર કરે છે તે મોટા ભાગે હારે છે.

શંકરસિંહ વાઘેલા, ગોરધન ઝડફિયા, વિપુલ ચૌધરી, ભાવસિંહ રાઠોડ, નલીન ભટ્ટ,  ધીરુભાઈ ગજેરા, કનુભાઇ કોઠીયા, બાલુભાઈ તંતી, બેચરદાસ ભાદાણી, રાકેશ રાવ, માધુ ઠાકોર, પરમાનંદ ખટ્ટર, અનિલ પટેલ , વલ્લભ ધારવિયા. સુંદરસિંહ ચૌહાણ જેવા અનેક નેતાઓ છે જેઓ ભાજપ છોડી કોંગ્રેસમાં પક્ષાંતર કરી ગયા અને પાછ ફરી ભાજપમાં આવી ગયા હતા. આવા અનેક રાજકીય નેતાઓને  કોંગ્રેસનું કલ્ચર માફક આવતું નથી. અથવા તેઓ સત્તા માટે વલખા મારતાં હોય છે.

22 જાન્યુ, 2019 ભાજપના પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રધાન બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા છે. પણ તેમને કોંગ્રેસના રાજકીય નેતાઓ લાંબો સમય ટકવા નહીં દે.

ભાજપ કલ્ચરમાં ઉછરેલા નેતાઓને કોંગ્રેસ સદતી નથી. કોંગ્રેસનું રાજકીય કલેવર અને ભાજપનું કલેવર અલગ છે.

35 નેતાઓએ કોંગ્રેસ છોડી

સત્તા એવી વસ્તુ છે કે જેનો સ્વાદ એક વખત ચાખ્યા બાદ રહી શકાતું નથી. રાજનીતિમાં આવ્યા બાદ માણસ હંમેશા સત્તાની લાલચમાં રચ્યો પચ્યો રહેતો હોય છે. તેથી જ તેને કોઈ પક્ષના નીતિ-નિયમો કે પછી આદર્શો લાગુ પડતા નથી. તેને જ્યાં ખુરશી દેખાય ત્યાં જતો રહે છે. તેથી જ છેલ્લા 12 વર્ષમાં કોંગ્રેસના 35 મોટા નેતા ભાજપમાં જોડાયા છે તો કેટલાક જોડાવાના છે. જેમાં 35માંથી 17 નેતાઓને ભાજપમાં હોદ્દો મળ્યો છે જ્યારે 18 નેતાઓને કોઇ ભાજપમાં જોડાયા બાદ કોઇ પદ મળ્યા નથી. તેથી માત્ર થોડા ગણાંને જ ફાયદો થયો. જ્યારે બાકીના ભાજપના મોવડી મંડળ પાસે આંટાફેરા મારે છે.

1.
વર્ષ 2007માં નિમાબેન આચાર્ચ ભાજપમાં જોડાયા
નિમાબેન આચાર્ય હાલ ભુજથી ધારાસભ્ય છે

2.
વર્ષ 2012માં વિઠ્ઠલ રાદડિયા ભાજપમાં જોડાયા
વિઠ્ઠલ રાદડિયા હાલ પોરબંદરથી સાંસદ છે

3.
વર્ષ 2012માં જયેશ રાદડિયા ભાજપમાં જોડાયા
જયેશ રાદડિયા હાલ કેબિનેટ મંત્રી છે

4.
વર્ષ 2012માં છબીલ પટેલ ભાજપમાં જોડાયા
છબીલ પટેલનો અબડાસા બેઠક પરથી પરાજય થયો
છબીલ પટેલ હાલ હત્યા કેસમાં ફરાર છે

5.
વર્ષ 2012માં લાલસિંહ વડોદરિયા ભાજપમાં જોડાયા
લાલસિંહ વડોદરિયા હાલમાં રાજ્યસભાના સભ્ય છે

6.
વર્ષ 2012માં જસાભાઇ બારડ કોંગ્રેસ છોડી ભાડપમાં જોડાયા
જસાભાઇ બારડનો સોમનાથ બેઠકથી વિધાનસભાની ચૂંટણીમાં પરાજય

7.
વર્ષ 2012માં રાજેન્દ્રસિંહ ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
હાલમાં રાજેન્દ્રસિંહ હિમ્મતનગરથી ધારાસભ્ય છે

8.
વર્ષ 2012માં પ્રભુ વસાવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
પ્રભુ વસાવા હાલ બારડોલીથી સાંસદ છે

9.
વર્ષ 2012માં પરેશ વસાવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
પરેશ વસાવા હાલમાં આદિજાતી વિકાસ નિગમના સભ્ય છે

10.
વર્ષ 2012માં કુંવરજી હળપતિ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
કોંગ્રસમાં ધારાસભ્ય હતા

11.
વર્ષ 2012માં દેવજી ફતેપુરા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
હાલમાં દેવજી ફતેપુરા સુરેન્દ્રનગરથી સાસંદ છે

12.
વર્ષ 2012માં કોંગ્રેસ નેતા અનિલ પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો
અનિલ પટેલ પાસે હાલમાં કોઇ મહત્વનો હોદ્દો નથી

13.
વર્ષ 2012માં કોંગ્રેસ નેતા નરહરિ અમિને ભાજપનો ખેસ ધારણ કર્યો
ભાજપે નરહરિ અમિનને આયોજન પંચના ઉપાધ્યક્ષ બનાવ્યા

14.
વર્ષ 2012માં કોંગ્રેસ નેતા દલસુખ પ્રજાપતિ ભાજપમાં જોડાયા
દલસુખ પ્રજાપતિને ભાજપે કોઇ હોદ્દો આપ્યો નથી

15.
વર્ષ 2012માં કોંગ્રેસના ઉદેસિંહ બારિયા ભાજપમાં જોડાયા
ઉદેસિંહ બારિયા પાસે હાલમાં કોઇ હોદ્દો નથી

16.
વર્ષ 2012માં નટવરસિંહ પરમાર ભાજપમાં જોડાયા
નટવરસિંહ પરમાર પાસે હાલમાં કોઇ હોદ્દો નથી

17.
વર્ષ 2017માં કોંગ્રેસ નેતા રાઘવજી પટેલ ભાજપમાં જોડાયા
રાઘવજી પટેલનો 2017માં વિધાનસભાની ચૂંટણીમાં થયો પરાજય

18.
વર્ષ 2018માં જયદ્રથસિંહ પરમાર ભાજપમાં જોડાયા
તેઓને ભાજપે મંત્રી પદ આપ્યું

19.
વર્ષ 2018માં જીવાભાઇ પટેલ ભાજપમાં જોડાયા
ભાજપે તેમને જીએમડીસીના ચેરમેન બનાવ્યા

20.
વર્ષ 2018માં કોંગ્રેસ નેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા ભાજપમાં જોડાયા
ધર્મેન્દ્રસિંહ જાડેજાને ભાજપે મંત્રી પદ આપ્યું

21.
વર્ષ 2018માં પી આઇ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
તેઓ કોંગ્રેસમાં ધારાસભ્ય હતા

22.
વર્ષ 2018માં કોંગ્રેસના મહિલા નેતા તેજશ્રીબેન પટેલ ભાજપમાં જોડાયા
ભાજપમાં જોડાયા બાદ તેજશ્રી પટેલને કોઇ હોદ્દો નથી મળ્યો

23.
વર્ષ 2018માં કોંગ્રેસના શંકર વારલી ભાજપમાં જોડાયા
સતત ત્રણ વખત જીત મેળવી હેટ્રીક સાથે ભાજપમાંથી પાંચવાર જીત્યા હતા

24.
વર્ષ 2018માં કરમશી પટેલ ભાજપમાં જોડાયા
ભાજપમાં જોડાયા બાદ કરમશી પટેલને કોઇ હોદ્દો નથી મળ્યો
જો કે, કરમસી પટેલના પુત્રને ભાજપે સાણંદથી ટિકિટ આપી હતી

25.
વર્ષ 2017માં અમિત ચૌધરી ભાજપનો ખેસ ધારણ કર્યો
હાલમાં અમિત ચૌધરી ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે

26.
વર્ષ 2017માં બળવંતસિંહ રાજપૂત ભાજપમાં જોડાયા
બળવંતસિંહને GIDCના ચેરમેન બનાવ્યા
રાજ્યસભાની ચૂંટણીમાં બળવંતસિંહનો પરાજય થયો હતો

27.
વર્ષ 2017માં છનાભાઇ ચૌધરી ભાજપમાં જોડાયા
છનાભાઇ ચૌધરી પાસે હાલમાં કોઇ હોદ્દો નથી

28.
વર્ષ 2017માં રામસિંહ પરમાર ભાજપમાં જોડાયા
રામસિંહ પરમાર હાલમાં ઠાસરાથી ધારાસભ્ય છે
રામસિંહ પરમાર અમૂલ ડેરીના ચેરમેન પણ છે

29.
વર્ષ 2017માં કોંગ્રેસના નેતા માનસિંહ ચૌહાણ ભાજપમાં જોડાયા
ભાજપમાં આવ્યા બાદ માનસિંહ ચૌહાણને કોઇ હોદ્દો મળ્યો નથી

30.
વર્ષ 2017માં સી.કે.રાઉલજી ભાજપમાં જોડાયા
સી.કે.રાઉલજી હાલમાં ધારાસભ્ય છે

31.
વર્ષ 2017માં ભોળા ગોહિલ ભાજપમાં જોડાયા
ભોળા ગોહિલ જસદણ પેટા ચૂંટણી પહેલા ફરીથી કોંગ્રેસમાં જોડાઇ ગયા

32.
વર્ષ 2018માં કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા
ભાજપે કુંવરજીને કેબિનેટ મંત્રી બનાવ્યા

33.
વર્ષ 2019માં આશા પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો
આશા પટેલ પાસે હાલમાં કોઇ હોદ્દો નથી

34.
વર્ષ 2019માં જવાહર ચાવડા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા
જવાહર ચાવડાને મંત્રીપદ આપવામાં આવ્યું

35.
વર્ષ 2019માં પરસોત્તમ સાબરિયા કોંગ્રેસ છોડ્યું
ભાજપમાં જોડાઇ તેવી શક્યતા[:]