[:gj]ભ્રષ્ટાચાર કરનાર ધારાસભ્ય અને સંસદસભ્યના નાણાં પગારમાંથી વસૂલ કરો[:]

[:gj]માહિતી અધિકાર માટે કામ કરતાં નાથાલાલ સુખડીયાએ રાજયપાલ અને મુખ્‍યમંત્રીને પત્ર પાઠવી જણાવેલું છે કે, એક વર્ષથી અમરેલી શહેરની દોઢ લાખથી વધુ વસ્‍તી રોડ-રસ્‍તાના કામે થયેલ ભ્રષ્‍ટાચારના તપાસ કામે રજુઆતો- રૂબરૂ-ઈમેઈલ વિગેરેથી કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તદઉપરાંત સરકારની અમરેલી શહેરીજનો માટે 2 વર્ષમાં 34 કરોડ જેવી રસ્‍તા-રસ્‍તાના કામે રકમ આવેલી જે રકમનો મોટો ભ્રષ્‍ટાચાર થયેલો છે. જેમાં આ બંને આગેવાનોએ પોતાના પરિવારજનો, મળતીયાઓ અને પોતાના સ્‍થાનિક રહેઠાણો આજુબાજુ અને બિલ્‍ડર મિત્રો, કોન્‍ટ્રાકટરો અને લાગતા-વળગતા સરકારી રોડ કોન્‍ટ્રાકટરોના મિલાપીપણાથી 6 મહિનામાં એક જ જગ્‍યાએ ઘણા રોડ બનેલા બતાવી સરકારના નાણાને નુકશાન પહોંચતું હોવાની જાણ મેં વખતો-વખત લેખીત કરવા છતાં તેઓને મળતી સત્તાની રૂઈએ નગરપાલિકા કે આયોજનની બેઠકમાં શહેર અને જનતાના કામે બોલવાની તસ્‍દી લીધેલી નથી. હવે આ કામની ગ્રાન્‍ટ વર્ષો સુધી જનતાને મળી શકવાની નથી. જેની આપનાઘ્‍વારે તપાસ કરી આ ધારાસભ્‍ય અને સાંસદના મળતા પગાર ભથ્‍થા પત્રક સંદેશા વ્‍યવહારના સરકારના નાણામાં કાપ મુકી રીકવર થવા અને યોગ્‍ય તપાસ કરવા વિનંતી કરી છે. નવા મંજુર બિલમાં પગાર વધારો અરજીની તપાસ થાય ત્‍યાં સુધી મંજુર ન કરવા અંતમાં માંગ કરેલ છે.[:]