[:gj]મુખ્ય પ્રધાન રૂપાણીના જિલ્લામાં પક્ષપલટાએ લગાવી આગ[:]

[:gj]જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મળેલા મત કરતાં પક્ષપલટું પ્રધાન કુંવરજી બાવળિયાને ઓછા મત મળતાં ભાજપના બે નેતા કુંવરજી અને ભરત બોધરા વચ્ચે જાહેરમાં યુદ્ધ શરૂ થયું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી જઈને 4 કલાકમાં પાણી પુરવઠા પ્રધાન બનેલા કુંવરજી બાવળિયાની મતદારો ઉપર પકડ લોકસભામાં ઢીલી પડી છે. 5 મહિના પહેલાં ધારાસભાની પેટાચૂંટણીમાં જસદણમાં કુંવરજીભાઈ બાવળિયાને 19,985ની લીડ મળી હતી. આ લીડ લોકસભાની ચૂંટણીમાં તેમના જસદણમાં ઘટીને માત્ર 2818 મતની જ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં સૌથી ઓછી લીડ બાવળિયાના મત વિસ્તારમાં છે. લોકસભાની ચૂંટણીમાં જસદણ પંથકમાં ખૂબ નબળું મતદાન થયું હતું. તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લા રાજકોટમાં ભાજપની જુથબંધી જાહેરમાં બહાર આવી છે.

બે નેતા સામ સામે

પોતાના મત વિસ્તારમાં મળેલા ઓછા મત પાછળનું કારણ કુંવરજી બાવળિયાએ આપીને જાહેર કર્યું હતું કે, ભાજપના જૂના નેતાઓની ઉદાસીનતા જવાબદાર છે. આ આરોપ બાદ કુંવરજી બાવળિયાના કટ્ટર હરીફ  જિલ્લા ભાજપના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ડો.ભરત બોઘરાએ જાહેર કર્યું હતું કે, કુંવરજી બાવળિયા પોતાની જવાબદારી નિભાવી નથી શક્યા એટલે જવાબદારી બીજા પર નાખી રહ્યા છે.

કુંવરજીના વાણી વિલાસની સામેના જવાબમાં ડો. ભરત બોઘરાએ તીખી પ્રતિક્રિયા આપી છે. જે પક્ષાંતરનો સુષુપ્ત જ્વાળામૂખી ફાટ્યો છે જેનો રાજકીય લાવા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને દઝાડી રહ્યો છે.

કુંવરજીએ શું જાહેર કર્યું ?

કુંવરજી બાવળિયાએ પોતાના જ પક્ષ ભાજપના નેતા પર આરોપ મૂકતાં જણાવ્યું હતું કે, તેઓને જસદણ સિવાયની બેઠકોની પણ જવાબદારી સોંપી હતી. તેમની ગેરહાજરીમાં જસદણમાં જૂના અને નવા (આયાતી કોંગ્રેસના) ભાજપના કાર્યકર્તાઓમાં મનમેળ ન રહ્યો અને સિનિયર નેતાઓ જેમ કે ડો.ભરત બોઘરાએ ધ્યાન ન આપતા પરિણામ સારું મળ્યું નથી. પેટા ચૂંટણીમાં ગ્રાઉન્ડ સુધી ગયા હતા. ભાજપના જૂના કાર્યકર્તાઓના અસ્તિત્વનો સવાલ હતો. એટલે બધા લાગી ગયા હતા. જ્યારે લોકસભામાં મને અન્ય જિલ્લાઓની જવાબદારી સોંપી હતી એટલે જસદણમાં રહી ન શક્યો. આ દરમિયાન જૂના અને નવા કાર્યકર્તાઓ વચ્ચે સંકલન અને મનમેળ ન હતો. બધા એકબીજા પર જવાબદારી ઢોળતા રહ્યા હતા. ભાજપના સિનિયર અગ્રણીઓના કામમાં ઉણપ રહી હતી. ભરત બોઘરાએ અંગત રસ લઇને થોડું વધારે કર્યું હોત તો સારું રહેત. ખાસ કરીને જૂના નવા કાર્યકરોને ભેગા બેસાડીને કરવું જોઇતું હતું બાકી કોઇ ખાસ કારણ નથી. હું બહાર આવીશ અને બધાને એકસાથે બેસાડી દઈશ એટલે બધું થઇ જશે. છ જ મહિનામાં બધા કાર્યકર્તાઓ વચ્ચે સંકલન થઇ જશે.

ડો.ભરત બોઘરા શું કહે છે ?

ડો.ભરત બોઘરાએ કહ્યું કે, કુંવરજી બાવળિયાને કોળી મતો માટે જ ભાજપમાં લવાયા હતા બીજુ કોઇ કારણ ન હતું. તેમને જે વિસ્તારની જવાબદારી સોંપાઈ હતી તેમાં ભાજપને 12000 મતોનું નુકસાન છે, જ્યારે બોઘરાને સોંપાયેલા વિસ્તારોમાં 14000ની લીડ મળી છે. બાવળિયાના પોતાના જ ગામ જનડા કંધેવાળિયામાં કોંગ્રેસને 400 મતોની લીડ નીકળી છે.

કુંવરજી બાવળિયાના વિસ્તારમાં મતની સ્થિતી

વિસ્તાર – ભાજપ – કોંગ્રેસ – ભાજપને સરસાઈ

વીંછિયા – 5603   – 6402   – 799

ભડલી – 5016 – 8232 – 3216

પીપરડી – 6427 – 7787 – 1360

કમળાપુર – 5652 – 6078 – 426

શિવરાજપુર – 5067 – 7387 – 2320

ભાડલા – 6431   – 6894   – 463

વળતા પાણી

જસદણમાં વળતા પાણી શરૂ થતા હાઈકમાન્ડ પણ ખફા છે. જેના પર જસદણની સઘળી જવાબદારી હતી તે કુંવરજી બાવળિયાએ જસદણમાં પછડાટનું કારણ ભરત બોઘરા સહિતના જૂના ભાજપના નેતાઓને ગણાવ્યા છે.  પેટાચૂંટણીમાં ભાજપના જૂના કાર્યકર્તાઓનો અસ્તિત્વનો સવાલ હતો. એટલે તેમનું સીધું નિશાન ભરત બોઘરા પર હતો. બાવળિયાના પક્ષાંતરથી સૌથી વધુ નુકસાન ભાજપના ભરત બોઘરાને થયું છે કારણ કે બાવળિયાના આવવાથી જસદણમાંથી તેમની ટિકિટ કાયમી માટે કપાઈ ગઇ છે. પેટાચૂંટણીમાં નારાજ હતા પણ હાઈકમાન્ડે કમાન કસતા કામ કરવું પડ્યું હતું. પણ લોકસભામાં પ્રેસર હળવું થતા જ તેઓ નારાજ થઇને અળગા થઇ ગયા. આમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જિલ્લામાં જ ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નિકળ્યું છે. ‘હું બહાર આવીશ એટલે બધું ઠીક થઇ જશે’ એમ કહીને બાવળિયા પોતે ભાજપના નેતાઓને અગાઉ પડકાર ફેંક્યો હતો.

મોદી ભાજપમાં લાવ્યા

લોકસભાની ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયાને ભાજપમાં લીધા બાદ ભાજપમાં જ આંતરિક વિખવાદ બહાર આવી રહ્યાં છે. બાવળિયાને મોદી ભાજપમાં પક્ષપલટો કરાવીને ક્યારને લેવા માંગતા હતા. પણ તેઓ આવવા તૈયાર ન હતા. પણ તેમનો જમીનના કૌભાંડનો એક કેસ અદાલતમાં ચાલવા પર આવતાં તેઓ ભાજપમાં આવી ગયા હતા.

મુખ્ય પ્રધાન માટે ચિંતા

ભાજપના નેતાગીરી એવું બતાવે છે કે બધું બરાબર છે. અંદરના વિખવાદો મુખ્ય પ્રધાનના જિલ્લામાં જ બહાર આવ્યા છે. પક્ષાંતર કરાવીને બીજા પક્ષના નેતાઓને ભાજપમાં લાવવા તે હવે આગ પર ખેલવા બરાબર થઈ ગયું છે. પક્ષાંતર સામે વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે.

કોંગ્રેસ જેવું ભાજપમાં

કુંવરજી જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પણ તેઓ જૂથવાદ ઊભો કરવા માટે જાણીતા હતા. એવું જ હવે ભાજપમાં કરી રહ્યાં છે. રાજકોટ કોંગ્રેસમાં કોંગેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને સામાપક્ષે શહેર પ્રમુખ ડો. હેમાંગ વસાવડા તથા પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા વચ્ચે ચાલતો જૂથવાદ જાહેર હતો. જેના કારણે મુખ્ય પ્રધાનને પડકારીને ચૂંટણી લડનાર રાજ્યગુરૂએ પક્ષ છોડ્યો હતો. આ ત્રણેય નેતાઓ સામ સામે જાહેરમાં આવી ગયા હતા.

મતદારો સાથે ગેરવર્તણુંક

બાવળિયા કેમ આવું વર્તન કરી રહ્યાં છે ? તેનો જવાબ 1995થી 2019 સુધીની ચૂંટણીમાં તેમની જીત હોઈ શકે છે. તેઓ પોતાની સતત જીતથી છકી ગયા છે. હવે તો મતદારો સાથે પણ ગેરવર્તન કરીને કહી રહ્યાં છે કે, તમને મને મત આપ્યા નથી તેથી તમને પાણી નહીં મળે. ખરું કારણ તો એ છે કે, ડો.ભરત બોઘરાના કારણે નહીં પણ પોતાના મતદારો સાથેના આવા વર્તનના કારણે તેમને મત મળ્યા નથી.

અજેય બાવળિયા, શિસ્તમાં પરાજિત

બાવળિયા એવું માને છે કે પોતે અજેય છે. કારણ કે, જસદણ વિધાનસભા બેઠકમાં 1995, 1998, 2002, 2007, 2017 અને 2017 એમ 6 ચૂંટણીમાં જીતવાનો કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયાનો રેકોર્ડ છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કુંવરજીભાઈ બાવળીયાનો ભાજપના ડો.ભરતભાઈ કે. બોઘરા સામે 9277 મતે વિજય થયો હતો. જસદણ બેઠકમાં આઝાદીથી લઈને આજ સુધીમાં માત્ર એક જ વખત પેટા ચૂંટણીમાં ભાજપ જીત્યું હતું. કુંવરજીને તેથી ભાજપમાં નરેન્દ્ર મોદીએ પક્ષાંતર કરાવીને લાવ્યા હતા. જસદણ બેઠકમાં કુલ 14 વખત યોજાયેલી ચૂંટણીમાં 7 વખત કોળી ઉમેદવાર જીત્યા છે.[:]