[:gj]રાજસ્થાનથી ગુજરાતમાં માલધારીઓની હજરત, 5 હજાર ગાયો ગુજરાત આવી [:]

[:gj]હજારો પશુઓ સાથે માલધારીઓ રાજસ્થાનમાંથી હિજરત કરી બનાસકાંઠાનાં પાણીવાળા વિસ્તારમાં આવ્યાં છે. માલધારીઓ પશુઓ ઘાસચારાની શોધ કરી રહ્યાં છે. ચાલુ સાલે બનાસકાંઠા અને પાડોશી રાજ્ય રાજસ્થાનમાં નહિવત વરસાદ થતા ઘાસચારા અને પાણીની ભારે અછત ઉભી થઈ છે. રાજસ્થાનમાં ઘાસચારા સાથે પશુઓ માટે પીવાનાં પાણીનાં પણ ફાંફાં થઈ ગયા છે. જેથી માલધારીઓ હજારો પશુઓ સાથે ગુજરાતનાં બનાસકાંઠા માં પાણીવાળા વિસ્તારોમાં પ્રવેશ કર્યો છે.

5 હજારથી વધુ ગાયો લાવ્યા છે. ગાયના જીવ બચાવવા માટે રાજસ્થાનમાંથી હિજરત કરીને બનાસકાંઠાનાં ડીસા આસપાસનાં વિસ્તારોમાં 50 લોકોના પરિવાર સાથે માલધારીઓ આવ્યા છે. પશુપાલકોને સરકાર કઈક સહાય આપે અને પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ છે.

 [:]