[:gj]વાવ તાલુકાના સરહદી તાલુકાના ગામોમાં પાણી પહોંચતું નથી[:]

[:gj]વાવ તાલુકાના સરહદી છેવાડા પર આવેલા બાલુંત્રી પંથકના કારેલી, ગામડી, ચંદનગઢ અને બાલુંત્રી ગામને ગડસીસર માઈનોરમાંથી નીકળતી કેનાલનું પાણી છેલ્લા ૧ વર્ષથી પહોંચતુ નથી. જે સંદર્ભે ખેડૂતોએ વારંવાર નર્મદા કેનાલના અધિકારીઓને જાણ કરવા છતાં આ ચાર ગામો સુધી કેનાલનું પાણી ન પહોંચતા ગતરોજ આ ચારે ગામના ખેડૂતોએ બાલુંત્રી પંથકની ખાલી કેનાલો ઉપર ચડી હલ્લા બોલ કરી મીડીયા સમક્ષ જણાવ્યું હતું. કે બાલુંત્રી પંથકના બાલુત્રી કારેલી, ગામડી અને ચંદનગઢ ગામોએ બે દીવસમાં નર્મદા કેનાલનું પાણી નહી મળે તો ચારે ગામના ખેડૂતો ભૂખ હડતાલ ઉપર બેસી હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.
આ બાબતે કારેલી ગામના ખેડૂત અગ્રણી પ્રવીણસિંહ હિન્દુસિંહ દરબારે મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે, આ ચારે ગામોના ખેડૂતોએ ૧૦૦૦ હેક્ટર જમીનમાં રવિપાકનું વાવેતર કર્યુ છે. મોંઘાદાટ બીયારણો અને ખાતરો વાપર્યા છે. પરંતુ સરહદી પંથકના છેવાડા સુધી નર્મદા કેનાલનું પાણી પહોંથ્યુ નથી. કારણ કે કમાન્ડ એરીયા બહારના ખેડૂતો અંદાજે ૧પ૦ વધુ બિન અધિકૃત મશીનો મુકીને પાણી ખેચી લે છે.
જેથી કરીને સરહદી છેવાડાના ગામો સુધી પાણી પહોંચતું નથી. એક તરફ ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે. દુષ્કાળની પરિસ્થતિ સર્જાઈ છે. જ્યારે બીજી તરફ રવિપાક માટે વાવેલા પાકને હજુ સુધી પિયત માટે એક પાણી પણ મળ્યુ નથી. નર્મદા નિગમના અધિકારીઓ વારંવાર હથેળીમાં ચાંદ બતાવે છે. દીન ર સુધી બાલુંત્રી પંથકના કારેલી, ગામડી, ચંદનગઢ અને બાલુંત્રી ગામને નર્મદા કેનાલનું પાણી નહી મળેતો પ૦ થી વધુ ખેડૂતો વાવની મામલતદાર કચેરીએ ભૂખ હડતાલ ઉપર ઉતરી જશે અને હાઈકોર્ટના દ્વાર ખખડાવશે.
બાલુંત્રી ગામના ખેડૂત અગ્રણી રાજપુત હતાભાઈ માંનાભાઈએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે અમારી બાલુંત્રી પંથકની કેનાલમાં ૧૧ મહીનાથી પાણીનું ટીપું પણ પડ્યુ નથી. એરીયા કમાન્ડ બહારના ખેડૂતો બિન અધિકૃત પાણી ખેચી લે છે. જેમાં નર્મદા નિગમના અધિકારીઓની સાંઠગાંઠ છે રવિપાક જેવા કે જીરૂ, એરંડા, ઈસબગુલ જેવા પાકોનું આ પંથકમાં એક હજાર હેક્ટર જમીનમાં કરોડો રૂપિયાના ખર્ચે વાવેતર કરાયુ છે. પાણીના અભાવે ખેડૂતો લાચાર બની ગયા છે. સત્વરે તાત્કાલી યુધ્ધના ધોરણે બાલુંત્રી પંથકની કેનાલમાં પાણી છોડાય તેજ ખેડૂતોના હીતમા છે નહીતર આ પંથકના પ૦૦ થી વધુ ખેડૂતો આંદોલનનો માર્ગ અપનાવે તે પૂર્વે નર્મદા ખાતુ જાગૃત બને તે જરૂરી છે.[:]