[:gj]વિવિધ કંપનીઓના મોબાઇલ શોપ ધારક અને ડિલર્સે ઓનલાઇન લોંચની સાથે જ માગણી કરી[:]

[:gj]રાજકોટ,તા.૧૪ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના મોબાઇલ શોપ ધારકો રાતાપીળી બન્યાં છે.  મોબાઇલ કંપનીઓની બેવડી નીતિ સામે ડીલરો-વેપારીઓએ બાંયો ચડાવી છે. ઓનલાઇનની સાથો સાથ ડીલરો અને વેપારીઓને પણ તે જ દિવસે નવુ મોડલ આપવા અને ભાવમાં  પણ ભેદભાવ ન રાખવાની માંગ સાથે વિરોધ વ્યકત થઇ રહયો છે. રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત દેશભરમાં મોબાઇલના શોરૂમમોમાં સેમસંગ, ઓપ્પો, વિવો અને એમ.આઇ.ના લોગો ઢાંકીને તેનો  વિરોધ થઇ રહયો છે. રાજકોટ મોબાઇલ ડીલર એસોસીએશનના અગ્રણીઓએ કહ્યું હતુ કે સેમસંગ, વિવો, ઓપ્પો અને એમ.આઇ. કંપની દ્વારા ઓનલાઇન પહેલા લોન્ચ કરી દેવામાં આવે છે. ઓનલાઇનમાં  આ મોબાઇલના ભાવ પણ ખુબ નીચા હોય છે. આવા વિશેષ મોડલ લાંબાગાળા બાદ મોબાઇલ ડીલરોને  વિતરણ કરાય છે. ઓનલાઇન કરતા ડીલરોને ઉંચા ભાવે મોડેલ અંપાય છે. જેનો ડિલરો અને મોબાઇલ શોપ ધારકો સખત વિરોધ કરી રહ્યાં છે. તેમજ આ ભેદભાવને દૂર કરવા ઉગ્ર માગણી કરી રહ્યાં છે.

મોબાઇલ વિક્રેતાઓ પોતપોતાના શોરૂમમાં સેમસંગ, વિવો, એમ.આઇ., ઓપ્પોના લોગો ઉપર કાળુ કપડુ રાખી વિરોધ વ્યકત કરી રહયા છે. આ પ્રશ્નનો ઉકેલ નહિ આવે તો બુધવારથી આદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમ જણાવાયું હતુ. રાજકોટ મોબાઇલ ડીલર્સ એસો.ની મહત્વની ત્રણ માંગણીઓ છે જે નીચે મુજબ છે.  ઓનલાઇનમાં લોન્ચ થયેલ મોડલ એક દિવસમાં  ડીલરોને પણ આપવું , ઓનલાઇન ઉપર જે તે સ્કીમ અને ઓફર એ જ દિવસથી જીટીમાં મળવી જોઇએ, ઓનલાઇનમા ભાવફેર ન હોવો

 [:]