[:gj]વિશ્વમાં લાંબા વાળ રાખનાર નીલાંશી ગુજરાતના મોડાસાની [:]

[:gj]બધા લોકોને કોઈને કોઈ અનોખી કુદરતી બક્ષીસ મળેલી હોય છે જરુર હોય છે ફક્ત તેને ઓળખવાની. મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલને પણ લાંબા વાળની કુદરતી બક્ષીસ છે. અથાગ મહેનત કરીને સાચવેલા વાળને લઈને તેણે ‘ગિનિસ બુક ઓફ રેકોર્ડ’ માં સ્થાન મેળવ્યુ હતુ. તેણે ગુજરાતની સાથે સાથે દેશનુ નામ પણ રોશન કર્યુ છે.

મોડાસાની સાયરા ગામની નીલાંશી પટેલ ધોરણ 11 માં અભ્યાસ કરે છે. ઈટલીના રોમ ખાતે ગિનિસ બુકના જજ દ્વારા નીલાંશીને સૌથી લાંબા વાળ ધરાવતી કિશોરી તરીકનુ સર્ટિફિકેટ આપવામાં આવ્યુ હતું. તેના વાળની લંબાઈ 5.7 ફૂટ છે.

નીલાંશીએ છ વર્ષની ઉંમરથી જ તેના વાળ વધારવાની શરૂઆત કરી હતી. હાલ તેની ઉંમર 16 વર્ષની છે. 6 વર્ષની ઉંમરે તેણે વાળ કપાવ્યા હતા ત્યારે વાળ ખરાબ થઈ ગયા હતા. એ બાદ તેણે ભવિષ્યમાં ક્યારેય પણ વાળ નહી કપાવવાનો નિર્ણય લીધો હતો. નીલાંશી અઠવાડિયામાં એક જ વખત તેના વાળને વોશ કરે છે. વાળને વોશ કર્યા બાદ વાળને સૂકવવામાં અડધો કલાક જેટલો સમય લાગે છે. તેમજ વાળને કોમ્બ કરવા માટે 1 કલાક જેટલો સમય લાગે છે.

આ બાબતે નીલાંશીએ જણાવ્યુ કે, “મોટા વાળથી મને ક્યારેય તકલીફ પડતી નથી. મોટા વાળ મારા માટે ઘણા ભાગ્યશાળી છે. મને મારા મોટા વાળ પર ઘણો જ ગર્વ છે. મારા મિત્રો પણ મને એન્જલ કહીને બોલાવે છે.”લાંબા બાળમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે. આ સાથે નીલાંશીએ યુવતીઓ અને મહિલાઓને પણ સંદેશો આપ્યો હતો કે, વાળ મહિલાઓની શોભા છે. તેમને ક્યારેય સમસ્યારુપ માનવા જોઈએ નહી.[:]