[:gj]સન્માનિત, IAS પૂનમચંદ પરમાર રૂ.2 હજાર કરોડના કૌભાંડ જાહેર કરે[:]

[:gj]રાજ્યમાં હાલ સરકારમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા આઈએએસ અધિકારી પૂનમચંદ પરમાર અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણ્યા હતા. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શતાબ્દિ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરીને સમાજના ઉચ્ચ હોદ્દા સુધી પહોંચેલા 100 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પૂનમ ચંદ પરમાર એક હતા.

શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી રાજપૂર શાળા નંબર 2માં ધોરણ 1થી 7 સુધી અભ્યાસ કર્યો હતો.

55 વર્ષ પહેલાં નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં 1965માં મેં પહેલા ધોરણમાં પ્રવેશ મેળવ્યો હતો. 1972 સુધી સાત વર્ષ સુધી હું મ્યુનિસિપલ સ્કૂલમાં ભણ્યો હતો. સંપૂર્ણ પ્રાથમિક શિક્ષણ મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પ્રથમ વર્ષે જુલાઈમાં જ અંતિમ દિવસોમાં જન્મ હોવાના કારણે મને પ્રવેશ મોડો મળ્યો હતો. જેથી મને હાજરીમાં નંબર ન બોલાતો એટલે દુ:ખ લાગતું. પછી અભ્યાસ એવો સારો રહ્યોં કે પહેલા ધોરણથી સાતમા ધોરણ સુધી દર વર્ષે પ્રથમ રહ્યા.

ભણવામાં ‘ગણિત અને વિજ્ઞાનના શિક્ષકોએ સારી રીતે શિખવ્યું હતું. મારા પિતા પણ અમદાવાદ મિલના કામદાર હતા. ગાંધી રંગે રંગાયેલા હતા. એટલે ઘરમાં પણ ગાંધી શિક્ષણ અને સ્કૂલમાં પણ ગાંધી શિક્ષણ મળતું. ધોરણ 1થી ધોરણ સાત સુધી અભ્યાસ કરાવનારા શિક્ષક મેનાબેન, ક્રિશ્ચયન બેન, જનકબેન, પ્રદિપભાઈ, જશોદાબેન અને પ્રેમાનંદ સાહેબને યાદ કર્યા હતા.

ધોરણ 6ના અમરતલાલ શિક્ષકે ગણિત સારું હતું. પૂર્વ અમદાવાદાછોડી પશ્ચિમ અમદાવાદમા ગયો તો મારુ નંબર વનનું સ્થાન તોડવા વાળો કોઈ મળ્યો ન હતો. માધ્યમિક શિક્ષણ સેન્ટ જોસેફ હાઈસ્કૂલમાંથી કર્યું અને કોલેજ એચ.કે. કોમર્સ અને નવગુજરાત કોલેજમાંથી કર્યું. ગુજરાત જાહેર સેવા આયોગમાં 24 વર્ષે આઈઆરએસ અને 25 વર્ષે આઈએએસ બન્યો હતો. 1985માં આઈએએસ અધિકારી તરીકે ભરતી થયો હતો.

તપાસનો અહેવાલ જાહેર

11 જાન્યુઆરી 2019માં બહાર આવેલી વિગતોમાં વડોદરામાં સંજયનગરમાં પ્રધાનમંત્રી – નરેન્દ્ર મોદી – આવાસ યોજનામાં રૂ.2 હજાર કરોડના કૌભાંડમાં સામેલ અધિકારીઓ અને રાજકીય નેતાઓને બચાવી લેવાયા હતા.

કૌભાંડને જાહેર કરવા સચિવ કક્ષાના અધિકારી પૂનમચંદ પરમારને તપાસ સોંપી હતી. એક સપ્તાહમાં અહેવાલ આપવાનો હતો, પરંતુ દસ દિવસથી વધુ સમય વીતી ગયા હોવા છતાં તપાસનો અહેવાલ જાહેર કર્યો ન હતો.

પુનમચંદ પરમાર વડોદરા આવીને ચાર કલાક સુધી કમિશ્નરની ચેમ્બરમાં બેસીને જતા રહ્યા હતા. તેમના માણસોએ કેટલીક ફાઇલો ચકાસી અને તેઓ પણ પલાયન થઇ ગયા. આ ઘટના બાદ ગાંધીનગર ખાતે કોર્પોરેશનના બે અધિકારીઓ પ્રમોદ વસાવા અને પ્રકાશ સોલંકીના જવાબો લેવામાં આવ્યા હતા. અહેવાલ સરકરાની એભેરાઈએ પડેલો છે. તે પૂરમચંદ પરમારે જાહેર કરી દેવો જોઈએ.

વડોદરા મહાનગર પાલિકાના તત્કાલિન કમિશ્નર વિનોદ રાવ સામે રૂ.2 હજાર કરોડના ભ્રષ્ટાચારના આરોપો ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે કર્યા ત્યારે કમિશ્નર તેમના ઘરે મળવા દોડી ગયા હતા. યોગેશ પટેલ સાથે સમાધાન કરી લીધુ હતુ. પછી યોગેશ પટેલ રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા છે.

સત્તાધીશોએ આ મામલે ઉંઠા ભણાવ્યા છે.

મ્યુનિસિપલ શાળામાં ભણેલા પૂનમચંદ પરમાર જો ખરા અર્થમાં ગાંધી વિચારધારા અપનાવતાં હોવાથી તેઓએ સત્તાધીશો સામે એ ખાનગી અહેવાલ જાહેર કરી દેવો જોઈએ એવું વમપાના વિરોધ પક્ષના કોર્પોરેટરો કહી રહ્યાં છે.

કોંગ્રેસના વડોદરા શહેર પ્રમુખ પ્રશાંત પટેલે જણાવ્યું હતું કે પૂનમચંદ પરમારે પ્રજાના હિતમાં તેમણે આપેલો અહેવાલ જાહેર કરીને અહેવાલ પ્રમાણે પગલાં ભરવા માટે જાહેર અપીલ કરવી જોઈએ. કારણ કે આ પ્રોજેક્ટમાં ભાજપના અનેક નેતાઓ અને અધિકારીઓએ વ્યાપક ભ્રષ્ટાચાર કર્યો છે.[:]