[:gj]સરકારે બીજી એક રેલવે યોજનામાં પ્રજાની સંપત્તિ જપ્ત કરવાનું શરૃં કર્યું [:]

[:gj]ગુજરાતમાંથી પસાર થઈ રહેલી વેસ્ટર્ન ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર યોજના માટે જમીન સંપાદનનું કામ શરૂ થયું છે. જેમાં વલસાડમાં રેલવેમાં જમીન અને મકાન જઈ રહ્યાં છે તેમને જાણ કર્યા વગર જમીન સંપાદન કરી લેવામાં આવી હોવાનું ખેડૂતો અને મકાન માલિકોને ખબર પડતાં તેઓએ તેનો વિરોધ કર્યો છે. વલસાડના વશિયર ગામમાંથી પસાર થઈ રહેલી રેલવે લાઈન ઉપર ઓવરબ્રીજ તથા સર્વિસ રોડ બનાવવા માટે ગુજરાત સરકારે જમીન પોતાના નામે કરી લેતાં વિરોધ થઈ રહ્યો છે. સાંભળ્યા વગર કે વંધા મેળવ્યા વગર કે તેનું વળતર આપ્યા વગર સરમુખત્યારશાહી ચાલતી હોય તેમ મિલકતો લઈ લેવામાં આવી છે. જેમાં 25 ઘર જઈ રહ્યાં છે. ગામની પ્રાથમિક શાળા આખી રેલવેમાં જઈ રહી છે. ગ્રામ પંચાયતનું મકાન પણ તોડી પાડવું પડે તેમ છે, કારણ કે પંચાયતની આ જમીન પણ સરકારે રેલવે માટે લઈ લીધી છે. તેમ છતાં પંચાયતને ન તો કોઈ જાણ કરી છે કે ન તો કોઈ વળતર આપ્યું છે. આ એક જ ગામમાં 91 પરિવારોની તથા જાહેર મિલકત જઈ રહી છે.

તેનો જબ્બર વિરોધ થઈ રહ્યો છે. મામલો કલેક્ટર સુધી લઈ જવાયો છે. ગામના લોકોએ સરપંચને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરી છે. જમીન અને મકાન તો લઈ લેવામાં આવી છે પણ તે માટે સ્થળ પર કોઈ પંચકામ પણ થયું નથી. જમીનના માલિકોને નોટિસ પણ આપવામાં આવી નથી. ગામના સરપંચ હેમાંગીની પટેલની આગેવાનીમાં કલેક્ટર સી આર ખરસાણને મળીને ઉગ્ર રજૂઆત કરી દીધી છે. જમીનની કે મકાનની કોઈ મોજણી કરવામાં આવી નથી. ગામ લોકોએ વાંધો આપેલો તેને કોઈ ધ્યાનમાં લેવામાં આવ્યો નથી. રહેણાંકના બદલે અન્ય વિકલ્પ હોવા છતાં રહેણાંકનો વિસ્તાર પસંદ કરાયો છે.[:]