[:gj]સરપંચના ભ્રષ્ટાચાર સામે આખી પંચાયતે મોરચો માંડ્યો[:]

[:gj]અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના સાલજડા ગામના સરપંચના ભ્રષ્ટાચાર સામે પંચાયતના સભ્યો મેદાને પડ્યા છે. કેટલીક વિગતો માહિતી મેળવવાના અધિકારથી મેળવીને સરપંચના કૌભાંડો શોધી કાઢયા છે. જેમાં ગામમાં રોડ બનાવવા માટે રૂ.15 લાખનો ખર્ચ કરાયો હોવાનું બતાવવામાં આવે છે, પરંતુ આ રોડ માત્ર કાગળ ઉપર જ છે. ગામની બજારમાં કોઈ જગ્યાએ રોડ બનાવવામાં આવ્યો નથી. આ જ રીતે વિજશળી માટેના થાંભલો નાખવાના હતા તેની પાછળ પણ જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. એક લાખના એક થાંભલો થયો હતો. એટલા ભાવે ખરીદી કરવામાં આવી હતી. પરંતુ બિલ પાકા નથી. સભ્યો એની સામે વાંધો ઉઠાવ્યો હતો. ગ્રામસભામાં સભ્યોને પણ હાજર રાખવામાં આવતા નથી. એમને ક્યારેય બોલાવવામાં આવતા નથી. ખાનગીમાં બેઠક કરી લેવામાં આવે છે. ગામના સરપંચ મનુભાઈ સામે આ બધા આરોપો થયા છે. તેથી એમની સામે પંચાયતના સભ્યો પડી જતા હવે સમગ્ર મામલો અમદાવાદ જિલ્લા પંચાયત સમક્ષ આવ્યો છે. તેમાં આ માટેની તપાસ કરવા માટે પણ આગળની કાર્યવાહી કરવા માટે વધું વિગતો માંગવામાં આવી છે. વડાપ્રધાન ગ્રમોદયની વાતો કરે છે. ગામડાઓમાં ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત કરતાં નથી. મોદી ન કરી શક્આયા તે આ ગામે કરી બતાવ્યું છે.[:]