[:gj]અમિત શાહ નારણપુરામાં કાર્યકરોને મળશે, 5 લાખ પોસ્ટકાર્ડ મોકલાશે[:]

[:gj]રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઇ  શાહ ની બેછક પર નારણપુરા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ નરનારાયણ સ્વામિનારાયણ મેદાન, અર્જુન ટાવરની પાછળ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પાસે, નારણપુરા ખાતે યોજાશે.

કર્ણાવતી (સાચુ નામ અમદાવાદ) મહાનગર ભાજપે જણાવ્યું હતું કે, સાંજે યોજાશે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ
અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ નારણપુરા વિધાનસભાના કાર્યકરોને માર્ગદર્શન આપશે.

નારણપુરા વિધાનસભાના સોસાયટીના ચેરમેન-સેક્રેટરી તથા વિવિધ સામાજિક સંસ્થા પદાધિકારીઓ અને સામાજિક આગેવાનઓ ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સ્નેહમિલનમાં CAAના સંદર્ભે જરૂરી માર્ગદર્શન તેમજ કેન્દ્ર સરકાર દ્વારા દેશહિતના થયેલા નકકર કાર્યોની વિશદ છણાવટ કરશે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ પ્રમુખ શ્રી
જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ઉપપ્રમુખ અને કર્ણાવતી શહેરપ્રભારી શ્રી આઈ.કે.જાડેજા, મહામંત્રીશ્રી
કે.સી.પટેલ, રાજ્યના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, સ્થાનિક ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી
કૌશિકભાઈ પટેલ અને શહેર પ્રમુખ શ્રી જગદીશભાઈ પંચાલ વિશેષ ઉપસ્થિત રહેશે. શહેર સંગઠનની ટીમ,
ચૂંટાયેલ પાંખ સહીત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

મોદીને આભાર અને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ કર્ણાવતી મહાનગર શહેર સંગઠનના દેવદુર્લભ અને ઋષિતુલ્ય કાર્યકરોના અથાગ પરિશ્રમ પરિણામે હજારો નાગરિકો દવારા સ્વયંભૂ લખાઈ ચુક્યા છે.

લખાયેલા ૫,૦૦,૦૦૦ (પાંચ લાખ) પોસ્ટકાર્ડસ કર્ણાવતી (અમદાવાદ નામ છે) મહાનગરના પ્રબુદ્ધ નાગરિકો દવારા કોંગ્રેસના અપપ્રચારને અપાયેલો જડબાતોડ જવાબ છે. સમગ્ર શહેર સંગઠનની ટીમ દ્વારા આપોસ્ટકાર્ડ સુપ્રત કરવાનો અનોખો કાર્યક્રમ છે.[:]