[:gj]હરિદ્વાર મેલમાં વડીલોની માનવતાઃ 61 ખેલાડીઓને બેસવાની વ્યવસ્થા કરી આપી[:]

[:gj]મહેસાણા, તા. 19 

મહેસાણા અને અમદાવાદથી હરિદ્વાર મેલમાં યાત્રાએ નીકળેલા 72 ચુંવાળ કડવા પાટીદાર સમાજના વડીલોએ ટ્રેનમાં માનવતાથી લોકોનાં દિલ જીતી લીધાં. હરિયાણામાં નેશનલ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા જઇ રહેલા અને પહેલી ટ્રેન ચૂકી જતાં હરિદ્વાર મેલમાં ચડેલા રાજસ્થાનના 61 ખેલાડીઓને બેસવા જગ્યા નહીં મળતાં આ વડીલોએ તમામ માટે જગ્યા કરી આપી હતી. વડીલોના આ ભાવથી ખેલાડીઓ પણ ભાવુક બની ગયા હતા.

બોંતેર સમાજના 202 વડીલોને હરિદ્વારની યાત્રાએ સ્વખર્ચે લઇ જઇ રહેલા બહુચરાજી પાસેના સીતાપુર ગામના રાજેશ પટેલ અને નરેશ પટેલે આ ઘટનાને વર્ણવી હતી. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે સ્કૂલનાં 61 છોકરાઓ એમની બુકિંગ કરેલી ગાડી ચૂકી ગયા હતા કે જેઓ ફૂટબોલની ટૂર્નામેન્ટ માટે હરિયાણા જવાના હતા. આથી તે તમામ છોકરાંઓ હરિદ્વાર મેલમાં બેઠા. શ્રાવણ મહિનાના લીધે હરિદ્વાર મેલ પણ ભરચક હતો. એકપણ ડબ્બામાં બેસવાની તો ઠીક ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. આ તમામ વિદ્યાર્થીઓને બીજા જ દિવસે નેશનલ ટૂર્નામેન્ટ રમવાની હતી. આખી ટ્રેનમાં કોઈ અડધી જગ્યામાં બેસાડવા તૈયાર ના થયું. આ વાત બોતેર સમાજના આ વડીલોએ જાણી તો વડીલોએ પોતાની સીટમાં જગ્યા કરી આપી અને એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ.[:]