કોડિયા, માટલા, માટી કલા કારીગરી અને ધંધો
અમદાવાદ, 31 ઓક્ટોબર 2026
દિવાળી નજીક આવતા જ અમદાવાદના સરખેજ-બાકરોલમાં 100થી 150 પરિવારોએ માટીના કોડિયા બનાવ્યા છે. જેઓએ 30 કરોડ દીવા બનાવ્યા હોવાનો અંદાજ છે. પ્લાસ્ટિક અને ચાઈનીઝ લાઈટોના કારણે આ વ્યવસાય ઓછો થયો છતાં ગુજરાતમાં માટીના દીવા બનાવવાની મોટી રોજગારી મળે છે.
માટીના એક દીવા પાછળ આખા પરિવારની મહેનત, માટી લાવવી, તેને ગૂંધવી, ચાકડા પર આકાર આપવો અને ભઠ્ઠીમાં પકવવાની લાંબી પ્રક્રિયા જોડાયેલી હોય છે.
ગુજરાતમાં માટીના પરંપરાગત દીવા બનાવવાના વ્યવસાય સાથે અંદાજે 15થી 20 હજાર પરંપરાગત પ્રજાપતિ – કુંભાર પરિવારો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા હોવાનો અંદાજ છે.
સરકારી આંકડો ઉપલબ્ધ નથી, સીઝનલ અને અસંગઠિત ગૃહઉદ્યોગ છે.મોટા શહેરોના કુંભારવાડા અને ગામડાઓના વિસ્તારોના આધારે આ સુંદર કારીગરીનું ચિત્ર જાણી શકાય છે.
વડોદરામાં 150 વર્ષ જૂના ફતેપુરા કુંભારવાડામાં આશરે 30થી 50 જેટલા પરિવારો દરરોજના 1200થી 1500 ફેન્સી અને મેજિક દીવાઓ તૈયાર કરે છે.
રાજકોટ અને સુરતની જૂની કુંભાર શેરીઓમાં 100થી વધુ પરિવારો વર્ષભરની મહેનતથી લાખો આકર્ષક કોડિયા તૈયાર કરે છે.
દર ત્રીજા કે ચોથા ગામડામાં અથવા નજીકના તાલુકા મથકે 2થી 5 પરિવારો પરંપરાગત ચાકડા પર માટીના સાદા અને મોટા દીવા બનાવવાનું કામ કરે છે. પરંપરાગત પરિવારો ઉપરાંત સામાજિક સંસ્થાઓ કોડીયી બનાવવા જોડાઈ છે. અમદાવાદની અંધજન માનવ મંડળ જેવી સંસ્થાઓમાં સેંકડો પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈ-બહેનો પણ માટીના દીવાઓ પર કલરકામ અને સજાવટ કરીને રોજગારી મેળવે છે.
અમદાવાદના સરખેજ-બાકરોલ અને ચાંદલોડિયા જેવા વિસ્તારો મોટા હબ છે. માત્ર સરખેજ-બાકરોલ વિસ્તારમાં જ 150 જેટલા પરિવારો સાથે મળીને આશરે 30 કરોડ જેટલા દીવડાઓ રાત-દિવસ એક કરીને બનાવે છે.
અમદાવાદમાં 10થી 15 પ્રકારનો આકાર ધરાવતાં અંદાજે 30 કરોડ કોડિયા બનાવ્યા છે. એક પરિવારે ઓછામાં ઓછા 20 લાખ કોડિયા અને મોટાભાગના પરિવારે 30-35 લાખ કોડિયા બનાવ્યા હતા. જે ગુજરાત સહિત મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાન, બિહાર અને કોલકત્તા જેવા 10 રાજ્યોના વેપારીઓને જથ્થાબંધ ભાવે વેચ્યા છે.
વર્ષોથી માટી કામ કરતા અને છેલ્લા 10-12 વર્ષથી દરેક સિઝનમાં ઓછામાં ઓછા 25-30 લાખ માટીના કોડિયા બનાવે છે.
નાના કદ, મધ્યમ કદ, મોટા કદના કોડિયા બનાવ્યા છે. રંગીન કોડિયા બનાવ્યા છે. લક્ષ્મીજીના પગલાં અને મોરવાળા નવી જાતના કોડિયા પણ બનાવ્યા છે.
માટીમાંથી દીવા, રસોડામાં વપરાતી વસ્તુઓ, માટલા, પક્ષીઓને પાણી પીવડાવવાના વાસણ કે ડીશ જેવી જુદી જુદી વસ્તુઓ બનાવે છે. એક જ ઉત્પાદકે 18થી 20 લાખ કોડિયા બનાવ્યા છે.
ગુજરાતમાં વેપાર
ગુજરાતમાં પરંપરાગત માટીના વાસણો અને ટેરાકોટા ક્રાફ્ટનો વેપાર રાજ્યમાં વધી રહેલી ઓર્ગેનિક લાઈફસ્ટાઈલ અને ઈકો-ફ્રેન્ડલી ચીજોની માંગના આધારે આ વાર્ષિક વેપાર અંદાજે રૂ.150થી 200 કરોડનો હોવાનો અંદાજ છે.
ઉનાળામાં માટીના માટલાનું વેચાણ ખૂબ મોટું હોય છે, જ્યારે દિવાળી અને નવરાત્રી દરમિયાન કોડિયા, દીવડા અને ગરબાનું કરોડોનું વેચાણ થાય છે.
છેલ્લા કેટલાક સમયથી રસોડામાં માટીની તાવડી, કલાડી, હાંડી, કડાઈ અને બોટલની માંગ શહેરોમાં ખૂબ વધી છે.
કચ્છની ખાવડા ક્રાફ્ટ
કચ્છના ખાવડા વિસ્તારના કુંભારો દ્વારા બનતા માટીના કલાત્મક વાસણો તેની સુંદર ડિઝાઇન માટે જાણીતા છે, જેની સ્થાનિક તેમજ વિદેશી બજારોમાં ખૂબ માંગ રહે છે.
અમદાવાદ નજીક અડાલજ ચોકડી પાસેનું 50 વર્ષ જૂનું માટી બજાર તેમજ ગાંધીનગર-પેથાપુર રોડ પરની દુકાનો આખા વર્ષ દરમિયાન લાખો રૂપિયાનો વેપાર કરે છે.
છોટાઉદેપુરના અંબાલા અને લીમખેડા જેવા ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત ક્લે અને ટેરાકોટાની વસ્તુઓ જથ્થાબંધ ભાવે ગુજરાતના અન્ય શહેરોમાં મોકલવામાં આવે છે.
માટીના વાસણોનો વેપાર માત્ર ચાકડા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રાન્ડ બની ચૂક્યો છે.
ગુજરાતના મનસુખભાઈ પ્રજાપતિ દ્વારા માટીમાંથી ઈલેક્ટ્રિસિટી વગર ચાલતું ફ્રિજ, પ્રેશર કૂકર અને નોન-સ્ટીક તવા બનાવીને કરોડો રૂપિયાનું ટર્નઓવર મેળવ્યું છે.
ઓનલાઈન પ્લેટફોર્મ્સ દ્વારા ગુજરાતના ગ્રામીણ કારીગરોની પ્રોડક્ટ્સ યુ.એસ., યુ.કે. અને દુબઈ જેવા દેશોમાં એક્સપોર્ટ થઈ રહી છે.
માટલા
ગુજરાતમાં ઉનાળાની સીઝન દરમિયાન પાણીના માટલાનું વેચાણ અંદાજે રૂ.45થી 60 કરોડની આસપાસ થતું હોવાનો અંદાજ છે. માર્ચથી જૂન મહિનાના ગાળામાં અંદાજે 25થી 30 લાખ નંગ માટલા વેચાય છે.
અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં ઉનાળામાં અંદાજે 1.5થી 2 લાખ માટલાઓનું વેચાણ અલગ-અલગ વિસ્તારોમાં થાય છે.
સાદા દેશી માટલા જે ગોરા રૂ.100થી 200 ગામડામાં વેચાય છે.
નળવાળા અને સજાવટ વાળા માટલા રૂ.250થી 450માં વેચાય છે.
લાલ કે કળા ક્લે અને સેરામિક ટચ માટલા રૂ.500થી 800માં વેચાય છે.
ફ્રિજના ઠંડા પાણીથી થતી એસિડિટી અને ગળાની તકલીફોથી બચવા માટે હવે ઉચ્ચ મધ્યમ વર્ગ પણ ‘દેશી ફ્રિજ’ એટલે કે માટીના માટલા તરફ વળ્યો છે.
ગુજરાતમાં માટીની વોટર બોટલ રૂ.100થી 160માં વેચાય છે.
માટીકામ
માટીકામ હવે ભારતમાં કુટીર ઉદ્યોગ નથી. તે હાથથી બનાવેલા કારીગર સિરામિક્સ, ઔદ્યોગિક સિરામિક્સ, સેનિટરી-વેર, તકનીકી પ્રયોગશાળા સિરામિક્સ અને સિરામિક નિકાસથી લઈને ગતિશીલ ઉત્પાદન ક્લસ્ટર છે.
પ્રીમિયમ ગિફ્ટ માર્કેટ, હોસ્પિટાલિટી સેક્ટરમાંથી ખરીદી, ઈ-કોમર્સ પર હોમ ડેકોર માટે ટેબલવેરનો વપરાશ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ટેબલવેરની માંગ સાથે સ્થાનિક માંગ ઝડપથી વધી રહી છે.
અસલી, હાથથી બનાવેલા ભારતીય માટીકામની માંગે યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન, જર્મની અને બ્રિટનમાં નિકાસની તકો ઊભી કરી છે.
માટીકામ અને સિરામિક હસ્તકલા હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગમાં મુખ્ય રોજગાર-સઘન ક્લસ્ટરોમાંથી એક છે.
ઇકો-ફ્રેન્ડલી, બિન-પ્લાસ્ટિક અને બાયોડિગ્રેડેબલ ઉત્પાદનોના ઉપયોગ વધી રહ્યો છે.
શહેરોમાં રેસ્ટોરાં અને હોટેલો દ્વારા પ્લાસ્ટિકના ટેબલવેરને સતત તબક્કાવાર દૂર કરવામાં આવી રહ્યા છે અને આ પરિવર્તન ખૂબ જ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
સ્ટાર્ટ-અપની નફાકારકતા વધી છે.
ઉદ્યોગસાહસિકો પરંપરાગત વ્હીલ-થ્રોઇંગ અને સ્લિપ-કાસ્ટિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરીને હાથથી બનાવેલા બાઉલ, મગ, વાઝ, પ્લાન્ટર્સ અને કસ્ટમ ટેબલવેર બનાવે છે. માટીકામ માટે પ્રારંભિક રોકાણ ₹3 લાખથી ₹8 લાખની વચ્ચે હોઈ શકે છે, જેમાં માટીકામના ચક્ર, ભઠ્ઠા, માટીનો જથ્થો અને ગ્લેઝિંગ સામગ્રી તેમજ માટીકામની મૂળભૂત જગ્યા ગોઠવવાનો સમાવેશ થાય છે.
પોટરી બિઝનેસ સેક્ટર એ હોમ ડેકોર સેક્ટરમાં બગીચા માટે પોટરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને તહેવારોની સિઝન દરમિયાન ગિફ્ટિંગમાં સૌથી ઝડપથી વિકસતા ક્ષેત્રોમાંનું એક છે.
દિવાલ પર લટકાવવા, લેમ્પ શેડ્સ, ગાર્ડન પોટ્સ, સાંસ્કૃતિક કલાકૃતિઓથી લઈને પૂતળાના સેટનો સમાવેશ થાય છે
વાદળી પોટરી, કાળા પોટરી અને હાથથી દોરવામાં આવેલા સિરામિક ઉત્પાદનો દર વર્ષે જાપાન, યુનાઇટેડ સ્ટેટ્સ, જર્મની અને સ્કેન્ડિનેવિયા જેવા દેશોમાં મોટી માત્રામાં નિકાસ કરવામાં આવે છે.
પેઇન્ટેડ સિરામિક આર્ટ જેવી અનોખી પરંપરાઓ ઉત્કૃષ્ટ ઉત્પાદનો પ્રદાન કરે છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ માંગ છે.
મોરબી ભારતનું સૌથી મોટું સિરામિક હબ છે, જે દેશની કુલ ટાઇલ નિકાસના આશરે 70% હિસ્સો ધરાવે છે.
પ્રજાપતિની વસતી
ગુજરાતમાં કુંભાર અથવા પ્રજાપતિ જ્ઞાતિની વસતી અંદાજે 20થી 25 લાખ આસપાસ હોવાનું માનવામાં આવે છે. સત્તાવાર વસ્તી ગણતરીના ચોક્કસ આંકડા જાહેર કરાયા નથી.
ગુજરાતની કુલ OBC વસતીના આશરે 16 ટકા હિસ્સો ધરાવે છે.
ગુર્જર પ્રજાપતિ, વરિયા, સોરઠીયા, લાડ, મિસ્ત્રી અને વાતલિયા પ્રજાપતિ મુખ્ય પેટા જાતિ છે. અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, સુરત, ભાવનગર અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં તેમની વસતી વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.
ઐતિહાસિક રીતે માટીકામ અને કારીગરી (આર્ટિઝન) સાથે જોડાયેલો રહ્યો છે.

English





