[:gj]1 કરોડ લોકો કેન્સર કરે એવા પાદરાના હેવી મેટલથી પ્રદુષિત શાકભાજી ખાય છે[:]

[:gj]પાદરા વિસ્તારના એફ્લુઅન્ટ ચેનલ આસપાસના ગમોના ભૂગર્ભ પાણી એટલી હદે પ્રદૂષીત થઈ ગયા છે. 24 ગામના 55 ચોરસ કિ.મી.માં શાકભાજી હવે કેમિકલના પાણીથી થતાં હોવાથી તેમાં સોલીડ મેટલ નિકળે છે. જે કેન્સર કરાવે છે. 13585 એકર 5500 હેક્ટર જમીન સારા કૃષિ પાક માટે નકામી બની ગઈ છે. એક હેક્ટરે 20 મેટ્રીક ટન શાકભાજી પાકતું હતું. 1,10,000 ટન શાકભાજી એક ઋતુમાં થાય છે. જે રોજના 1 કરોડ લોકો સવારે બપોર સાંજ શાકભાજી કે બીજી વસ્તુ ખાઈ રહ્યાં છે. અહીંથી 20 વર્ષ પહેલાં શાકભાજી વિદેશ નિકાસ થતાં હતા. જેમાં હેવી મેટલ નિકળતાં હવે તે શાકભાજી મુંબઈ,વડોદરા અને અમદાવાદ અને બીજા ગામ શહેરો ખાય છે વિદેશના લોકોએ તે ખરીદવાનું બંધ કરી દીધું છે. ભારતનો શાકભાજીનો ટોપલો કહેવાતો હતો. જ્યાં આજે શાકભાજી કેમીલકથી પકવે છે અને પાદરા હવે કેન્સરનો પોકેટ બની ગયા છે. 

 કે પાણી પોતે જ કેમિકલ બની ગયું છે. પાદરા વિસ્તારના ગામોના કુવામાંથી વર્ષોથી પાણીને બદલે કેમિકલ નીકળતું હોવા છતાં, ગુજરાત સરકાર, અસરગ્રસ્ત લોકો અને પર્યાવરણની પડખે ઉભા રહેવાને બદલે પ્રદુષણ ફેલાવતા ઉધોગોના ટેકામાં ઊભા છે. વડોદરા એન્વાયરો ચેનલ લી.ની ચેનલમાંથી 300થી વધુ કંપનીઓનું એફ્લુએન્ટ જાય છે.

પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરવિસ્તારના અને મહી સાગર નદીની સારોદ ગામ પાસેની મહી નદી તથા ભૂગર્ભના પાણી ગંભીર રીતે પ્રદુષિત થઈ ગયા હોવા છતાં, ‘ગુજરાત પોપ્યુલેશન નિયંત્રણ બોર્ડપ્રદુષણને રોકવા માટેના ઠોસ પગલાં ભરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. પ્રદુષિત કરવાની વધુ ૩ મહિના માટેની છૂટ આપતો ગુજરાત પોપ્યુલેશન નિયંત્રણ બોર્ડએ 10 મે 2019ના રોજ નિર્ણય કર્યો છે.

વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડશરૂઆતનું નામ એફ્લુઅન્ટ ચેનલ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડહતું. વડોદરા પેટ્રો કેમિકલ કોમ્પલેક્ષમાં આવેલા મોટા ઉદ્યોગો GSFC, GACL, ગુજરાત રીફાઇનરી, રિલાયંસ etc. અને નંદેસરીમાં આવેલા કેમિકલ ઉદ્યોગો તથા 1994 પછી આ ચેનલ – પાઈપલાઈન ધનોરા ગામથી સરોદ 55.6 કિ.મી.ની આસપાસમાં ઉદ્યોગો સ્થાપાયા છે. તમામનું એફ્લુઅન્ટ આ ચેનલ – પાઈપલાઈન દ્વારા સારોદ ખાતે મહીસાગર નદીની એસ્ચ્યુરીમાં ડિસ્ચાર્જ કરે છે.

1983થી એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરવો હોય તો તેનો COD (કેમિકલ ઓક્સીઝ્ન ડીમાંડ) 250 હોય તો જ ડિસ્ચાર્જ કરી શકાય. વડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો એફ્લુએન્ટનો COD 250 mg/lit બદલે 700-1000-2500-4000 mg/litની વચ્ચે જ રહ્યો છે. છેલ્લા એક મહિનાનો ટ્રેક રેકોર્ડ જોઈએ તો એફ્લુએન્ટનો COD 250 mg/lit બદલે 700-900-1000 mg/litની વચ્ચે રહ્યો છે. 10 મે 2019ના સરોદ ખાતેના  પોઈન્ટના એફ્લુએન્ટના સેમ્પલમાં CODની માત્રા 987 mg/litની મળી હતી.

ચુકાદામાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, કે આખા દેશમાં કોઈપણ ઉદ્યોગોને કોઈપણ પ્રકારનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરે અને જો તે નિયત કરેલા ધારા-ધોરણ મુજબ ન હોય તો એ નદીમાં કે અન્ય સ્થળો અથવા તો જળશ્રોતમાં છોડી શકાતું નથી. જો છોડે તો મુખ્ય માલિક સામે ફોજદારી રૂએ કાર્યવાહી કરવી.  કંપનીને ક્લોઝર નોટીસ આપવી. વળતર કંપનીએ કરવાનું રહેશે તેમ પણ કહ્યું છે. આ આદેશ આખા દેશ માટેનો હતો. આ ચુકાદાનો અમલ કરાવવામાં જે પણ રાજ્ય સરકાર નિષ્ફળ જાય તો તેની જવાબદારી જે તે રાજ્યના ચીફ સેક્રેટરી, પર્યાવરણ સેક્રેટરી અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના મેમ્બર સેક્રેટરી રહેશે, તેમ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નોધ કરી છે.

જેના આધારે GPCBવડોદરા એન્વાયરો ચેનલ લિમિટેડને 13 ડિસેમ્બર 2018ના રોજ ક્લોઝરની નોટીસ આખરે આપવી પડેલી. કંપનીનો MGVCLને પાવર સપ્લાયનું જોડાણ કાપી નાખવાનો પણ આદેશ આપેલો હતો. તદુપરાંત J point એટલે કે જંબુસર પાસેનું ડિસ્ચાર્જ પોઇન્ટ પર એફ્લુએન્ટ ડિસ્ચાર્જ બંધ કરવાનો આદેશ આપેલો હતો. કારણ કે આ બધું એફ્લુએન્ટનું વહન કરાતી પાઈપલાઈન લીક પણ થાય છે અને આસપાસના વિસ્તારનાં ભૂગર્ભીય જળ પણ પ્રદૂષિત થઈ ગયા છે.

13 ડિસેમ્બર 2018 અને 11 જાન્યુઆરી 2019ના આદેશ પ્રમાણે એન્ફ્યુઅન્ટ બંધ કરવું થાય છે. તેમ કરે તો 300 કંપનીઓ બંધ કરવી પડે તેમ છે. તે શિવાય બીજો કોઈ વિકલ્પ GPCB પાસે ન હતો. કારણ કે એફ્લુએન્ટ નોર્મસ મુજબનું નથી, પાઇપલાઇનમાં મોટા પાયે લીક થાય છે. કંપનીઓ બંધ કરાવવાના બદલે GPCB પહેલા 7 દિવસની મુદત, પછી 15 દિવસની મુદત, ત્યાર પછી 3 મહીના અને હવે ફરીથી 10 મે 2019માં 3 મહિના  ક્લોઝર ઓર્ડરનો અમલ મુલત્વી રાખવાના આદેશો આપવાનું ગેરકાયદેસર કામ કર્યું છે. સુપ્રીમ કોર્ટના હુકમનો અનાદર કર્યો છે.

ગુજરાત પોપ્યુલેશન નિયંત્રણ બોર્ડના નિર્ણયો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે દેશની તાકતવર કંપનીઓં સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ થવા દે તેમ નથી.

તેમ પર્યાવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિ અને કૃષ્ણકાંતે જણાવ્યું હતું.[:]