ગુજરાતની જેલોમાંથી કેદીઓને કોરોનાના કારણે છોડવાના હતા. તે ન થયું પણ હવે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ વિડિયો કોલથી પોતાના ઘરે બાળકો, પતિ, પત્ની કે માતા-પિતા સાથે વાત કરતાં થઈ ગયા છે. તેમના ઘરના લોકો ઈ મુલાકાતથી સંતોષ વ્યક્ત કરે છે.
જેલમાં રહેલા આરોપી તથા કેદી સાથે સાબરમતી મધ્યસ્થ જેલ કોરોના વાયરસના કારણે કેદીઓ સાથે પરિવારજનોની મુલાકાત બંધ કરવામાં આવેલી છે.
વીડિયો કોલના માધ્યમથી E મુલાકાત શરૂ કરવામાં આવેલી છે . E મુલાકાત બાદ કેદીઓમાં સંતોષની લાગણી જોવા મળે છે. પોતાના પરિવારને ખુશ તથા તંદુરસ્ત જોઈ તેઓ રૂબરૂ મળ્યાનો આનંદ પણ આનંદ અનુભવે છે . આ કારણે થોડા ઘણા અંશે તેઓ માનસિક તાણમાંથી મુક્તિ પણ મેળવે છે.
સાબરમતી મધ્યસ્થ જેલના નાયબ અધિક્ષકશ્રી ડી. વી. રાણાએ જણાવ્યું કે ” રોજ ૫૦ જેટલા કેદીઓના પરિવાર સાથે મુલાકાત કરાવવામાં આવે છે. છેલ્લા પંદર દિવસમાં ૫૦૦ કેદીઓની તેમના પરિવાર સાથે E – મુલાકાત થઈ છે.”