ગાંધીનગર, 17 જૂન 2021
નૂરજહાં કેરીનું વાવેતર કરવાનો વિવાદ વકરી રહ્યો છે. એક કેરીના રૂ.700થી 1200 સુધી ભાવ વસૂલવામાં આવે છે. પણ તેનું વાવેતર મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડામાં 3 ખેડૂતો કરે છે. તેનું વાવેતર બીજા ખેડૂતો કરતાં નથી તેથી વ્યાપ વધતો નથી કારણ કે તે કોમર્સિયલી સફળ નથી. તેમ છતાં આ ચોમાસામાં સૌરાષ્ટ્રમાં 5 હજાર આંબાના રોપા વાવવાની જાહેરાત કેટલાંક ખેડૂતોએ કરી છે. તેથી આ વિવાદ વધું વકર્યો છે.
કેરીની દેશી જાતો બચાવવા માટે આંદોલન કરી રહેલાં સામાજિક આગેવાન મનસુખ સુવાગીયા કહે છે કે, નૂરજહાં કેરી બેસ્વાદ છે. તેની એક ચીર પણ ખાઈ ન શકાય. તેમાં ગળપણ નથી અને કોઈ પણ પ્રકારનો ટેસ્ટ નથી. આ કેરી ગધેડાઓ પણ ખાતાં નથી. સાવ ફીક્કી છે.
તેમણે કહ્યું કે, ગુજરાતના ખેડૂતોને ચેતવું છું કે ગીર, વલસાડ, કચ્છમાં આ કેરી ન ઉગાડે. જેનું કદ મોટું છે. તેથી લોકોનું ધ્યાન તે તરફ જાય છે. પણ જે લોકોએ ગુજરાતની દેશી, આફૂસ કે કેસર કેરી ખાધી હોય તે આ કેરીને ક્યારેય ખાતા નથી. કારણ તે તેમાં જે ટેસ્ટ છે તે મોંમાંથી થુંકી દેવાનું મન થાય એવો છે.
ગીરમાં નૂરજહાંની 4 હજાર કલમો બનાવીને વેચવાની જાહેરાત કરી છે. એક ઉદ્યોગપતિએ બગીચો બનાવવાની જાહેરાત કરી છે. પણ ખેડૂતો તેના ભાવ અને કદને જોઈને તે ન ઉગાડે એવી અપીલ કરી છે. કેરીઓની મલિકા” તરીકે જાણીતી, “નૂરજહાં” કેરીના વૃક્ષો સૌરાષ્ટ્રમાં મોટાપ્રમાણમાં આ ચોમાસામાં ઉગાડવા રોપા તૈયાર કરાયા છે. પણ તેની સફળ ખેતી નથી.
ગુજરાતમાં 1.66 લાખ હેક્ટર ખેતરમાં કેરીના બગીચામાં 12 લખ ટન કેરી ગયા વર્ષે પાકી હતી. સૌરાષ્ટ્રમાં 40 હજાર હેક્ટરમાં કેસર કેરીના બગીચા છે. દક્ષિણ ગુજરાતમાં 12 હજાર હેક્ટર છે. ગુજરાતમાં 60 હજાર હેક્ટર વિસ્તારમાં કેસર કેરી અને 70 હજાર હેક્ટરમાં આફુસ કેરી છે. પણ બીજી જાતો સફળ થઈ નથી. તેમ નૂરજહાં પણ સફળ નથી.
જ્યારે માંગ વધે છે ત્યારે એક ફળની કિંમત 500 રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. આવું ફાઈનાન્સીય એસ્પ્રેસે લખ્યું છે.
અફઘાન મૂળની સામાન્ય પ્રજાતિ નૂરજહાંનાં થોડાં વૃક્ષો ફક્ત મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. નૂરજહાંનાં ફળ એક ફૂટ લાંબા થઈ શકે છે. એક ફળનું વજન 2 કિલોથી વધુ હોઇ શકે છે. તેની કલમો અગાઉથી બુક કરે છે.
ફૂલો જાન્યુઆરીથી આવવાનું શરૂ થઈ ગયું છે. તેના ફળ જૂનના અંત સુધીમાં તૈયાર થઈ જાય છે. ફળનું સરેરાશ વજન આશરે 2.5 કિલો જેટલું હોવાનું કહે છે. ક્યાંક 3.5 થી 3.75 કિગ્રા જેટલું હતું.
મોસમી વધઘટ માટે અત્યંત સંવેદનશીલ છે. નાના બાળક જેવી ઉછેરમાં કાળજી લેવી પડશે.
દેશના મોટાભાગના સમાચાર પત્રો અને ટીવી ચેનલોએ નૂરજહાંના ઊંચા ભાવના સમાચારો પ્રસિદ્ધ કર્યા છે. પણ કોઈએ એવું નથી પૂછ્યું કે જો આટલી મોટી કમાણી હોય તો પછી તેનું વાવેતર કેમ વધતું નથી. માત્ર થોડા ખેડૂતો જ વર્ષોથી કેમ વાવે છે.
કારણ કે નૂરજહાં કેરી ચાલી નહીં એટલે તેનું વાવેતર થતું નથી. અલીરાજપુરમાં માત્ર 3 ખેડૂતો પાસે જ તેના આંબા છે.
જી બીજનેશ નામનું સમાચારપત્ર લખે છે કે, કેરી બુક થઈ જાય છે, એક ફળની કિંમત 1000 રૂપિયા સુધીની હોય છે. વજન અઢીથી ત્રણ કિલોગ્રામ હોય છે. નૂરજહાં કેરી બુક કરનારા લોકોમાં મધ્યપ્રદેશ તેમજ પડોશી ગુજરાત વધું છે. 3 નૂરજહાં કેરીના ઝાડ પર કુલ 250 ફળો આવે છે.
ગાંધીનગરના એક ખેડૂત 1,200 રૂપિયામાં કેરી આપે છે. દેશ-વિદેશમાં પણ સમૃદ્ધ પરિવારો માટે પ્રિય ફળ માનવામાં આવે છે. મોગલ કાળની શક્તિશાળી રાણી હતી.
મધ્યપ્રદેશના ઇન્દોર શહેરથી 250 કિમી દૂર કાઠીવાડામાં ઉગાડવામાં આવે છે. જે ગુજરાતની નજીક પણ છે. ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં આ કેરી ગયા વર્ષે 700 રૂપિયામાં વેચાઇ રહી હતી. નૂરજહાં દેશની સૌથી મોંઘી છે.
વૈશ્વિક બજારમાં ઇઝરાયલી કેરી વાર્ષિક 50,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. પેટન્ટ છે અને તે અન્ય દેશોમાં ઉગાડતા નથી. 1920માં ત્યાં કેરીની ખેતી શરૂ થઈ હતી. ભારતમાં કેરીનું ઉત્પાદન 15,026 ટન છે.
એક વૃક્ષમાં 100 જેવી કેરી હોય છે.
અલીરાજપુરમાં આ કેરીની ખેતી 3 ખેડુતો કરે છે. દરેક ખેડૂત નૂરજહાંના એવોર્ડ વિજેતા જાહેર કરે છે. તેનો આકાર મહત્વનો છે તેનો સ્વાદ નહીં.
જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં બાગાયત વિભાગમાં કેરી માટે કામ કરી ચૂકેલા નિવૃત્ત વિજ્ઞાની આર આર વિરડીયા કહે છે કે, ગુજરાતમાં નૂરજહાં કેરીનું રેગ્યપલર વાવેતર નથી. મધ્ય પ્રદેશમાં પણ થોડા ઝાડ છે. તેના મોટા ફળ એ જ એક માત્ર આકર્ષણ છે. તેનું વજન 3 કિલો બતાવે છે. પણ સરેરાશ 700 ગ્રામની આસપાસ થાય છે. એક વૃક્ષમાં બહું ઓછા ફળ આવે છે. તેથી તેનું વજન પણ વધું છે. નૂરજહાં કેરીનું વ્યાપારીક કોઈ મહત્વ નથી. જે લોકો તેની કલમો વેચવા માંગે છે તે તેનો વધારે પ્રચાર કરે છે. કારણ કે નૂરજહાં કેરી ચાલી નહીં એટલે તેનું વાવેતર થતું નથી. અલીરાજપુરમાં માત્ર 3 ખેડૂતો પાસે જ તેના આંબા છે.
આ પણ વાંચો
ભારતમાં 700 જાતની કેરી અને આંબા
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%b0%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-700-%e0%aa%9c%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%ab%80-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%82/
કેસર કેરી પર ખતરો, 10 વર્ષમાં હેક્ટર દીઠ ઉત્પાદકતા ઘટી ગઈ
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%ab%8b-10-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7%e0%aa%ae%e0%aa%be%e0%aa%82/
ડોન નજીક એક જ સ્થળે 23 જાતની જંગલી કેરી પેદા થાય છે
https://allgujaratnews.in/gj/%e0%aa%a1%e0%ab%8b%e0%aa%a8-%e0%aa%a8%e0%aa%9c%e0%ab%80%e0%aa%95-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%9c-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%b3%e0%ab%87-23-%e0%aa%9c%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9c/
4 લાખ ટન કેસર કેરી પાકે એવી ધારણા, 20 દિવસ મોડી આવશે, ભાવ આસમાને રહેશે
https://allgujaratnews.in/gj/4-lakh-tons-of-keshar-mango-crop-is-expected-in-gujarat-prices-will-remain-high-for-20-days-late/
વાવાઝોડા પહેલા આંબા પરથી કેરી ખરી ગઈ, ખેડૂતોને 2 હજાર કરોડના નુકસાનની અંદાજ
https://allgujaratnews.in/gj/mangoes-fell-before-the-storm-estimated-loss-of-rs-2000-crores-to-farmers/
કેસર કેરીને જલ-વાયુ પરિવર્તન સામે લડવા દેશી કાળા પાનના આંબાની કલમોના સફળ પ્રયોગો, ગીરમાં નર્સરીઓ ખેડૂતોની લૂંટ કરે છે
https://allgujaratnews.in/gj/save-indigenous-heritage-mango-variety-andolan-in-gujarat-grafting-of-native-black-leaf-mangoes-to-fight-climate-change/
તાલાલમાં 10 મેથી કેસર કેરીની હરાજી શરૂં કરી દેવાશે 1 કરોડ કિલો કેરી પાકશે
https://allgujaratnews.in/gj/the-auction-of-saffron-mangoes-will-be-started-from-may-10-in-talal-1-crore-kg-of-mangoes-will-be-harvested/
કેસર કેરીના ભાવ ઊંચા, મોંઘવારીથી ખેડૂતોને માટે ખોટનો ખાડો
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ad%e0%aa%be%e0%aa%b5-%e0%aa%8a%e0%aa%82%e0%aa%9a%e0%aa%be-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%82%e0%aa%98/
મીઠી કેસર કેરી ઝેર સમી, ખેડૂતો દેવાદાર બન્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%80%e0%aa%a0%e0%ab%80-%e0%aa%95%e0%ab%87%e0%aa%b8%e0%aa%b0-%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80-%e0%aa%9d%e0%ab%87%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%ae%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a1/
કેરીની ગોટલી શ્રેષ્ઠ દવા
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%97%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b2%e0%ab%80-%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b7%e0%ab%8d%e0%aa%a0-%e0%aa%a6%e0%aa%b5%e0%aa%be/
કેરીનું ઉત્પાદન અને ઉત્પાદકતાં કેટલી હોય છે
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa%e0%aa%be%e0%aa%a6%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%89%e0%aa%a4%e0%ab%8d%e0%aa%aa/
કેરીમાં 10 ટકા કમિશનથી ખેડૂતોના ૧૫૦ કરોડ રૃપિયા ખંખેરાયા
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%87%e0%aa%b0%e0%ab%80%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-10-%e0%aa%9f%e0%aa%95%e0%aa%be-%e0%aa%95%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8%e0%aa%a5%e0%ab%80-%e0%aa%96%e0%ab%87%e0%aa%a1%e0%ab%82/