ભૂકંપ બાદ કચ્છ બગીચાઓ અને ફળ પેદા કરવામાં ગુજરાતના તમામ જિલ્લાઓથી આગળ નિકળી ગયું

ગાંધીનગર, 21 ઓક્ટોબર 2020

કચ્છનું રણ હવે રણ પ્રદેશ નથી રહ્યો. ત્યાં લચી પડતાં બગીચાઓ ઊભા થયા છે. 20 વર્ષ પહેલા થયેલા ધરતીકંપ પછી કચ્છમાં ફળોથી લચી પડતાં વૃક્ષોની ખેતી થવા લાગી છે કે તે બધાને આશ્ચર્ય પમાડે છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધું ફળોના બગીચાઓ છે. સમગ્ર ગુજરાતમાં કચ્છ એક માત્ર એવો વિસ્તાર છે કે જ્યાં સૌથી વધું ફળનું ઉત્પાદન થાય છે. આમ કચ્છ હવે રણનો પ્રદેશ રહ્યો નથી. તે કુદરતી હરીયાળીથી ભરેલો પ્રદેશ બની ગયો છે. તેપણ ગુજરાતમાં સૌથી વધુ ફળ પકવતો વિસ્તાર બની ગયો છે. આ સિદ્ધિ માટે કૃષિ અને પર્યાવણ નિષ્ણાંતો માટે સૌથી મોટું આશ્ચર્ય છે.

કચ્છમાં 18 હજાર હેક્ટર એટલે કે 45 હજાર એકરમાં ખારેકનું વાવેતર કરાયું છે. ત્યારે ખારેકનું વેચાણ કરતા વેપારીઓના અંદાજ મુજબ પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે અને કચ્છી મેવા તરીકે જાણીતી ખારેક આશરે સાડા ત્રણસો કરોડનો કારોબાર કરી આપશે.

ગુજરાત સરકારે 2019-20ના જાહેર કરેલાં આંકડાઓ મુજબ કચ્છમાં 56761 હેક્ટર વિસ્તારમાં ફળો ઉગાડવામાં આવ્યા છે તે રાજ્યના કોઈ પણ જિલ્લા કરતાં વધું છે. આ વર્ષે વાવેતર વધ્યું છે અને 10 લાખ ટન  ઉત્પાદન થાય એવી ધારણા છે. આ બન્ને બાબતોમાં કચ્છ બીજા વિસાતારો કરતાં આગળ નિકળી ગયો છે. કચ્છના ખેડૂતોએ મોટી સિદ્ધી મેળવી છે. સૌથી મોટી વાત તો એ છે કે, આખા સૌરાષ્ટ્રના 11 જિલાઓ જેટલા ફળ પકવે છે એટલા ફળ એકલું કચ્છ પકવે છે. કચ્છમાં 10 લાખ અને આખા સૌરાષ્ટ્રમાં 10 લાખ ટન ફળ પાકે છે. આમ સૌરાષ્ટ્ર આખાને કચ્છના ખેડૂતોએ હરાવી દીધું છે.

સામાન્ય રીતે ભરૂત અને આણંદ કેળાના કારણે ગુજરાતમાં ફળો પકવવામાં આગળ રહેતાં હતા. પણ હવે આ બન્ને જિલ્લાઓના ખેડૂતો પાછળ રહી ગયા છે. ભરૂચમાં 18450 હેક્ટરમાં 9.95 લાખ ટન ફળો પાક્યા છે. જ્યારે આણંદમાં 22889 હેક્ટરમાં 9.73 લાખ ટન ફળ પાડ્યા છે. આમ આ બન્ને જિલ્લાઓથી કચ્છ આગળ નિકળી ગયો છે.

ગુજરાતમાં 4.46 લાખ હેક્ટરમાં 93 લાખ ટન ફળો પાકે છે. જેમાં સૌથી વધું દક્ષિણ ગુજરાતમાં ફળો પાકે છે. જ્યાં કચ્છથી વિપરીત હવામાન છે. હરિયાળી છે. ત્યાં 1.60 લાખ હેક્ટરમાં 36.56 લાખ ટન ફળો પાકે છે. મધ્ય ગુજરાતમાં 82212 હેક્ટરમાં 26.60 લાખ ટન ફળો પાકે છે. ઉત્તર ગુજરાતમાં 57339 હેક્ટરમાં 9.45 લાખ ટન ફળો પાકે છે. સૌરાષ્ટ્રમાં 90 હજાર હેક્ટરમાં 10 લાખ ટન ફળ પાકે છે.