આગામી 3 સપ્ટેમ્બ રથી 5 સપ્ટેમ્બર દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર મળી છ જિલ્લાઓમાં પ્રવાસ કરવાના છે. સી.આર.પાટીલ 3 સપ્ટેમ્બરે તેમનો પ્રવાસ અંબાજી માતાના દર્શન કરીને શરૂ કરવાના છે તેમનો પ્રથમ પ્રવાસ બનાસકાંઠા નો હશે. જોકે સી.આર.પાટીલ બનાસકાંઠામાં પ્રવાસ શરૂ કરે તે પહેલા જ રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના લોકોમાં ભાજપ પ્રત્યે નારાજગી ઉદભવે તેવુ વિવાદાસ્પદ નિવેદન આપતા ખળભળાટ મચી ગયો છે.
વધુ વાંચો: ભાવનગરના ભાજપના સાંસદ ભારતી શિયાળ પર ભ્રષ્ટાચારી નિકળ્યાનો આરોપ, રાજીનામું આપે
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે એક જાહેર કાર્યક્રમમાં બનાસકાંઠા ના લોકોને પરોક્ષ રીતે છેતરપિંડી કરનારા કહ્યા હતા. ભાષણમાં ભાન ભૂલેલા નીતિન પટેલે બનાસકાંઠાના લોકો વિશે કરેલી આ ટિપ્પણીથી બનાસકાંઠાના લોકોમાં ભાજપ પ્રત્યે છુપો રોષ ઉદ્ભવી શકે છે અને આ રોષનો ભોગ કદાચ ભાજપના પ્રદેશ પ્રમુખને બનવું પડે તો નવાઈ નહીં. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર ભાષણમાં કહ્યું હતું કે, બનાસકાંઠાના લોકો મને છેતરી ગયા. કારણ કે, લોકો રોડ મંજૂર કરાવે ગામ થી ગામ સુધીના પણ એમણે તો રોડ મંજૂર કરાવ્યા ગામથી ખેતર સુધીના.
વધુ વાંચો: સંજય પટેલની ધરપકડ, અમદાવાદ લવાયા, ભાજપ ઊંઝાના કયા પક્ષ પલટું નેતાઓના નામ ખૂલી શકે ?
ગુજરાતમાં રૂપાણી સરકારના શાસનમાં ભાજપની છબી ખરડાઇ છે. ત્યારે ગુજરાતમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા માટે સી આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવીને હાઈકમાંડે સૌને ચોંકાવી દીધા છે. જોકે સી.આર.પાટીલ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે સૌરાષ્ટ્ર થી પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે. તેઓ પક્ષના દરેક કાર્યકરોને મળી રહ્યા છે જૂના કાર્યકરોને પણ મળીને તેમની નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ભાજપ ની છબી સુધારવાનો તેમજ નારાજ કાર્યકરોને મનાવવાનો તેમનો અથાગ પ્રયત્ન છે. કાર્યકરોના અને આમ જનતાના કામ સારી રીતે થઈ શકે તે માટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ મંત્રીઓને પણ કમલમમાં બેસવાની સૂચના આપી દીધી છે.
વધુ વાંચો: ‘પાસા’ના કાળા કાયદાને જુલમી કાયદો બનાવતા ભગવા અંગ્રેજો, ગુજરાતની પ્રજા પર અત્યાચાર કરવા નવા સુધારા
આગામી ૩ સપ્ટેમ્બરથી જ્યારે સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત બનાસકાંઠાના અંબાજી માતાના દર્શન કરીને કરી રહ્યા છે ત્યારે તેમની પ્રવાસની શરૂઆત પૂર્વે જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બનાસકાંઠાના લોકોને ન શોભે તેવું ‘છેતરી ગયા’ વાળું નિવેદન આપીને ક્યાંકને ક્યાંક બનાસકાંઠાના લોકોમાં ભાજપ પ્રત્યે કે સરકાર પ્રત્યે નારાજગી ઉદ્ભવે તેવી ટિપ્પણી કરી હોવાનું સોશિયલ મીડિયામાં ચર્ચાવા લાગ્યું છે હવે જોવાનું એ રહ્યું કે નીતિન પટેલના આ નિવેદનના પડઘા ક્યાં સુધી પહોંચશે? અને તેની શી અસરો થશે?