Friday, August 7, 2026

અમદાવાદના લોકો કાશ્મિરના 2.50 કિલો સફરજન ખાય છે

અમદાવાદમાં અગાઉ ગયા બે મહિના દરમિયાન સતત ઠલવાઈ ચુકેલા હિમાચલ પ્રદેશના સફરજનો બાદ હવે કાશ્મીરના સફરજનોનો જથ્થો શરુ થઇ ગયો છે. રોજ કાશ્મીરથી સફરજનોની લગભગ ૨૫થી ૩૦ જેટલી ટ્રકો અમદાવાદમાં ઠલવાઈ રહી છે. વર્ષે સરેરાશ 2.50 કિલો સફરજન અમદાવાદના લોકો ખાય છે. એક ટ્રકમાં લગભગ ૧૫ ટન જેટલો જથ્થો ગણતા પ્રતિ દિન સાડા ચાર લાખ કિલોનો જથ્થો અમદાવાદમાં ઠલવાઈ રહ્યો...

એક બુલેટ ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 શરૂ કરવા વિચારણા

મુંબઇ-અમદાવાદ બાદ સરકાર ૪ નવા રૂટો પર બુલેટ ટ્રેન દોડાવવા માટે ઝડપથી આગળ વધી રહી છે. આ માટે રેલ્વે મંત્રાલય દિલ્હી-મુંબઇ, દિલ્હી-કોલકાતા, મુંબઇ-ચેન્નાઈ અને મુંબઇ-નાગપુર રૂટ પર બુલેટ ટ્રેન ચલાવવાની શક્યતાઓ શોધી રહ્યું છે. એક ટ્રેનના ઠેકાણા નથી ત્યાં બીજી 4 બુલેટ ટ્રેન શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. દેશના ૪ મહત્વપૂર્ણ અને અત્યંત વ્યસ્ત રૂટ પર બુ...

અધિકારીઓને અપાતા રેલવે પાસના દુરૂપયોગથી કરોડોનું નુકસાન

રેલવે પ્રવાસીઓને ભાડામાં અપાતી રાહતોમાં તેમજ અધિકારીઓને અપાતા વિશેષ પાસના દુરૂપયોગથી કરોડો રૂપિયાના નુકસાનના કારણે રેલવેને કંટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)એ ઠપકો આપ્યો છે. આ બાબતને ધ્યાને રાખી CAGએ આવી રાહતોને તર્કસંગત બનાવવા અને નિયંત્રણમાં લાવવા તેને અસરકારક બનાવવા ભલામણ કરી છે. રેલવેને થતી આવકમાં 8.42 ટકાનો ઘટાડો સંસદના બંને ગૃહોમાં રજુ કરાયે...

MG હેક્ટર કાર રીપેર ન કરી આપતાં ગધેડા સાથે બાંધી ફૂલેકુ ફેરવ્યું

ખરાબ સર્વિસ અંગે પોતાનો ગુસ્સો દર્શાવવા માટે એક ગ્રાહકે તેણે ખરીદેલી નવી નક્કોર કાર ગધેડા પાસે ખેંચાવડાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ કાર કંપની દોડતી થઇ ગઇ હતી. હાલ આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વાત જાણે એમ છે કે, રાજસ્થાનમાં એક વ્યક્તિએ મોટા ઉત્સાહ સાથે MG હેક્ટર કારની ખરીદી કરી હતી. તેને આ કારના ક્લચમાં કંઇક મુશ્કેલી પડી રહી હતી. આ ...

એન્જીનમાં ખામીના કારણે મારૂતીએ 1 લાખ કાર પરત ખેંચી

ભારતની દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝુકીએ આજે તેની 60,000થી વધારે કાર રિકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ તેની સિયાઝ, અર્ટીગા, XL6ના પેટ્રોલ સ્માર્ટ હાઇબ્રિડ વેરિયન્ટ્સની 63,493 કાર રિકોલ કરવાનો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી 2019થી 21 નવેમ્બર 2019 દરમિયાન મેન્યુફેક્ચર્ડ થયેલી ઉપરોક્ત મોડલની કાર રિકોલ કરશે. કંપની આ મોડલની કારમાં મોટર જનરેટર યુનિટ (MGU...

રેલ ગાડીના ભાડામાં આવી રહેલો ભાવ વધારો

ભારતીય રેલ્વે (Indian Railway) ટૂંક સમયમાં મુસાફરીના ભાડામાં વધારો કરી શકે છે. રેલ્વે બોર્ડને આ માટે મંજૂરી મળી ગઈ છે. આ માટે રેલ્વે અધિકારીઓ વચ્ચે ચર્ચા-વિચારણાની શરૂઆત થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રેલ્વે શહેરી ટ્રેનોથી લઈને મેઇલ/એક્સપ્રેસ સુધીના દરેક વર્ગના ભાડામાં વધારો કરવાની તૈયારીઓ કરી રહી છે. આ વધારો પ્રતિ કિલોમીટર 5 પૈસાથી લઈને 40 પૈસા પ...

BS6ના કારણે જાન્યુઆરીથી વાહનો મોંઘા થશે

જાન્યુઆરી 2020થી મોટા ભાગની ઓટો કંપનીઓએ તેમના વાહનોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. જેમાં હવે દક્ષિણ કોરિયાની અગ્રણી કાર કંપની હ્યુન્ડાઇએ ભારતીય બજારમાં પોતાના વાહનોની પ્રાઇસ વધારવાની જાહેરાત કરી છે. આ અગાઉ મારુતિ સુઝુકીએ પણ નવા વર્ષથી તેની કાર મોંઘી થવાની જાહેરાત કરી હતી. કંપનીએ પોતાની જાહેરાતમાં જણાવ્યું કે, આગામી જાન્યુઆરી 2020થી કંપનીના વ્હિક...

દ્રાક્ષ અને દાડમ કરતાં બે ગાણા ભાવે ડૂંગળી થઈ જશે

મોદી અને રૂપાણી સરકાર પણ ડુંગળીના ભાવ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ ગઇ છે. ડુંગળીના ભાવ વધતા સરકારનું કહેવું છે કે, દોઢ મહિના બાદ 21 હજાર ટન ડુંગળી દેશમા આવી જશે. ત્યાર બાદ જ ડુંગળીના ભાવ નિયંત્રણમાં આવશે. ઉલ્લખનીય છે કે, છેલ્લા બે મહિનાથી દેશમા ડુંગળીની કિંમતો આસમાને છે. જેને કાબુમા કરવા માટે સરકાર સદંતર નિષ્ફળ રહિ છે. લોકોને આ ભાવ સામે કોઈ વાંધો ન હોય ...

મીડિયા પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે, પત્રકાર રવિશ કુમાર

હેડિંગ-લોકોશાહીના મૂલ્યોનો હ્રાસ કરીને મીડિયાના સત્તાધિશોને દંડવત લોકતાંત્રિક મૂલ્યોને બચાવવા માટે હજુ પણ સંઘર્ષ યથાવત વિશ્વવિખ્યાત દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાં ફી વધારાનો મામલો ગરમાયો છે. મામલો સંસદ સુધી કૂચ કરવા ઉપર પણ પહોંચી ગયો હતો. સંસદમાં પણ આ મુદ્દો ગરમાયો હતો. આ ફી વધારાને કારણે જાણે કે દિલ્હી સહિત દેશમાં આગ ફાટી નિકળી હતી. દેશન...

રેલગાડી પર નજર રાખતું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડ્રોન બનાવાયું

નવી દિલ્હી,  ભારતીય રેલવે ટુંક સમયમાં જ રેલવે ટ્રેક ઉપર નજર રાખવા માટે ડ્રોનની મદદ લે તેવી શક્યતા છે. યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવા એક દરખાસ્ત રજુ કરી દેવાઈ છે. ટેલિકોમ ઈન્ડસ્ટ્રી અને રેલવેની નવી પહેલ હેઠળ ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (રૂરકી) દ્વારા આ વિશેષ પ્રકારના ડ્રોન વિકસિત કરવામાં આવ્યા છે જેના ટ્રેકની આસપાસ નજર ...

રાજકારણે બબીતા ફોગટના રેસલિંગને વિખેરી નાખ્યું

દબંગ ગર્લ બબીતા ફોગટે તાજેતરમાં જ તેનો 30મો જન્મદિવસ ઉજવ્યો કુશ્તીમાં દેશને સન્માન અપાવનારી આ ખેલાડીએ તેની નેમ-ફેમનો લાભ ઊઠાવવા રાજકારણમાં પ્રવેશ કર્યો પણ તે તેમાં સાવ જ નિષ્ફળ રહી અને પહેલી જ ચૂંટણીમાં નોકઆઉટ થઈ ગઈ. એવું નથી કે ખેલાડીઓ રાજકારણમાં સફળ નથી થતા પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે રમત પરથી ધ્યાન હટવનારા ખેલાડી રાજકારણમાં પણ ખાસ કં...

પંતજલિ પર જોખમ લેવા બેન્કોનો ઈનકાર

બાબા રામદેવની પતંજલિને ધિરાણ આપવા બેંકોના ઠાગાઠૈયા પતંજલિને 3700 કરોડની લોનની આવશ્યકતા નવી દિલ્હી યોગગુરૂ બાબા રામદેવની કંપની પતંજલિને ધિરાણ આપવા બાબતે હવે બેંકો પણ સો વાર વિચાર કરી રહીહ છે. હાલમાં જ એસબીઆઇએ પણ પોતાનું પંતજલિ મામલે વલણ સ્પષ્ટ કરીને અન્ય બેંકોને પણ સંકેત આપ્યાં છે. રુચિ સોયાને ખરીદવા ઇચ્છતી પતંજલિ આયુર્વેદના ત્યારે ધક્ક...

બોલો..હવે રાષ્ટ્રપતિ ભવન પણ અસુરક્ષિતઃ ચોર પાણીની પાઇપો ચોરી ગયા

ન્યુ દિલ્હી દિલ્હી પોલીસની તમામ સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને ચોરોએ રાષ્ટ્રપતિ ભવનમાં નાંખવામાં આવી રહેલી પાણીની લાઈનના પાઈપોને જ ચોરી લીધા છે. આખી ઘટના વડાપ્રધાનના સુરક્ષા રુટ પર લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના બાદ ઉંઘમાંથી સફાળી જાગેલી દિલ્હી પોલીસ હવે ચોરોને શોધવા મથામણ કરી રહી છે. આ હાઈ પ્રોફાઈલ ચોરીનો મામલે નવી દિલ્હીના ચાણક્્યપુર...

દુનિયાના અનેક દેશોમાં દુષ્કર્મ માટે મોતની સજા, ભારતમાં દુષ્કર્મી કાયદા...

ન્યુ દિલ્હી હૈદરાબાદમાં મહિલા વેટેનરી ડોક્ટર સાથે ગેંગરેપ કરી તેની નિર્મમ હત્યાના કૃત્યએ ભારત દેશને ફરી એકવાર શર્મસાર કર્યો છે. નિર્ભયા કાંડ પછી આ એવી નિર્દય કૃત્ય સામે આવ્યું છે, જેણે સમગ્ર દેશમાં બાળકીઓથી માંડીને મહિલાઓ વિરુદ્ધ થતા શારિરીક અપરાધો વિશે વિચારવા પર મજબૂર કરી દીધા છે. ગેંગરેપ અને મર્ડર કેસ પછી ફરી એકવાર આવા મામલાઓમાં દોષીઓને તુરંત...

નોકરીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્ટાર્ટઅપ પર છે સંકટના વાદળો: મનમોહનસિંહ

છેલ્લા છ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા સૌથી વધુ કથળી નવી દિલ્હી  પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે દેશની આર્થિક હાલાત અંગે ચિંતા વ્યકત કરી છે. શુક્રવારે દિલ્હી સ્થિત જવાહર ભવનમાં અર્થ વ્યવસ્થા પર આયોજીત રાષ્ટ્રીય સંમેલનમાં મનમોહનસિંહે કહ્યુ કે કોઈ પણ રાષ્ટ્રના સમાજને અર્થવ્યવસ્થાથી અલગ કરી શકાય નહી. મનમોહનસિંહે આ નિવેદન એ સમયે આપ્યુ છે જયારે દેશ...