Sunday, August 9, 2026

દુનિયાના સૌથી મોટા સોલર પાર્કનો વિવાદ શું છે, જ્યાં વડાપ્રધાન જવાના છે...

વડાપ્રધાન 15મી ડિસેમ્બરે કચ્છ આવશે, ૩૦ હજાર મેગાવોટના દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્ક ગાંધીનગર, 5 ડિસેમ્બર 2020 કચ્છમાં મોટા રણમાં વિઘોકોટ ચોકીથી આગળ પાકિસ્તાની સરહદે 30 હજાર મેગાવોટના દુનિયાના સૌથી વિશાળ સોલાર - રિન્યુએબલ એનર્જી પાર્ક (અક્ષય ઊર્જા પાર્ક)નું ખાતમૂર્હત 15 ડિસેમ્બરે કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. કચ્છન...

ગુજરાતમાં દિવાળી પછી કોવિડના દર્દીઓ વધતાં વિશ્વની પ્રતિષ્ઠિત મેક્સ વેન...

ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 વેન્ટિલેટરમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં માંગમાં અચાનક 50 ટકા ઉછાળો જોવા મળ્યો છે. મેક્સ વેન્ટિલેટરના સ્થાપક અને એમડી અશોક પટેલના કહેવા પ્રમાણે ઓક્ટોબરમાં લગભગ 300 નંગ વેચાયેલા હવે તે 600 વેચાયા છે. મેક્સ વેન્ટિલેટર એ વિશ્વની ટોચની 25 બ્રાન્ડ્સના વેન્ટિલેટર અને ભારતની ટોચની સૌથી અગ્રણી બ્રાન્ડમાંની એક છે. કંપનીએ મહારા...

ગુજરાતમાં 115 અને બીજે 350 સિંહ પાંજરામાં પૂરાયેલા છે

ગુજરાતમાં ગીર આસપાસના વિસ્તારોમાં 115 સિંહોને કેદ કરવામાં આવ્યા છે. ગાંધીનગર, 4 ડિસેમ્બર 2020 674 ગીરના સિંહોમાંથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના આજુબાજુના જિલ્લાઓમાં વિવિધ પ્રાણી સંગ્રહાલયો અને જનીન પૂલમાં 115 સિંહને કેદ રખાયા છે. ગુજરાતની એશિયન વસ્તીના લગભગ 15% પ્રાણી સંગ્રહાલય અને વનના પાંજરામાં છે. ગુજરાત બહાર દેશ - વિદેશમાં 350 સિંહ પાંજરામાં લો...

ભ્રષ્ટાચાર દૂર કરવા હિસાબ પણ ઓલ લાઈન કરો, બિલ્ડરોને ફાયદો કરાવતી રૂપાણ...

ગાંધીનગર, 3 ડિસેમ્બર 2020 ગુજરાત રાજ્યમાં ઓન લાઇન બાંધકામ પરવાનગી સિસ્ટમ  2.0નો પ્રારંભ થયો છે.  ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજી યુકત વર્ઝન શરૂ થયું છે. દેશમાં ગુજરાત પ્રથમ હોવાનો દાવો સરકાર કરી રહી છે. નવી સિસ્ટમથી બિલ્ડરોને સૌથી વધું ફાયદો થવાનો છે. આ નવી પદ્ધતિમાં સામાન્ય લોકો ઓનલઈન એપ્રુવલ માટે જવાના નથી. બે વર્...

ગુજરાતના 12 જિલ્લાઓ લોકો ભૂગર્ભના પાણી સાથે કાતિલ ઝેર, આર્સેનિક પી રહ્...

ગાંધીનગર, 29 નવેમ્બર 2020 12 જિલ્લાના ભૂગર્ભ જળમાં કેમિકલ વેસ્ટરુપે આર્સેનિક વધું છે. આર્સેનિક-હરતાલને કાતિલ ઝેર ગણવામાં આવે છે. આર્સેનિક, સીસા, સેલેનિયમ, પારો અને ફ્લોરાઇડ, નાઇટ્રેટ વગેરે આરોગ્ય પર ખરાબ અસર કરે છે. કેન્સર જેવા ખતરનાક રોગ તેનાથી થાય છે. અનેક જીનેટિક ખામીઓ સર્જી શકે છે. ગુજરાતમાં 12 જિલલા અમરેલી,  આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, ગાંધી...

વહીવટમાં નિષ્ફળ રૂપાણી માનવજીંદગીને આગમાં હોમી રહ્યા છે, કોરોના 13 દર્...

અમદાવાદ, 28 નવેમ્બર 2020 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં કોવિડની રસી બનાવતી કંપનીમાં તપાસ કરવા આવે તેના આગલા દિવસે મુખ્ય પ્રધાનના શહેર રાજકોટમાં આગમાં 5 દર્દીઓના મોત થયા છે. તેથી સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી સામે ભારે રોષ છે. ઉલ્લેખનીય છે કે 3 મહિનામાં 7 હોસ્પિટલમાં આગથી 13 લોકો બળીને ખાક થઇ ગયા છે. ગુજરાતમાં 3 મહ...

વડોદરાની શાળાની 17 વર્ષની સાત્વિક ખેતીના કારણે આખા ગુજરાતની શાળાઓને ખે...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 એક શાળાની વાડીના કારણે ગુજરાતની તમામ શાળાઓને શાકવાડી તૈયાર કરવાની કાયદાકિય મંજૂરી રાજ્ય સરકારે આપી છે. વડોદરાની શાળાઓ પોતાનું ખેતર બનાવીને શાળાના બાળકો માટે શાલભાજી ઉગાડવાના પ્રોજેક્ટની જાણ સચિવાલયના શિક્ષણ વિભાગને થતાં વિભાગે જાહેર કર્યું છે કે, જે સરકારી પ્રાથમિક સ્કૂલમાં કિચન ગાર્ડન માટે જગ્યા હોય તો ત્યાં શિક્ષકો અન...
ayushibiotechmh@gmail.com

એઈડ્ઝની દવા શોધતાં ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ શુક્લ, નેશનલ બાયોડિવર્સ...

ગાંધીનગર, 27 નવેમ્બર 2020 રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા એચ.આઈ.વીની સારવાર માટે દવાની શોધ કરનારા ગુજરાતના વિજ્ઞાની ડો. મુકેશ હરીલાલ શુક્લને મંજૂરી આપી છે. મંજૂરી પત્ર NBAના સેક્રેટરી જે. જસ્ટીન મોહને 4 નવેમ્બર 2020એ મોકલી આપેલો છે. રાષ્ટ્રીય જૈવ વિવિધતા પ્રાધિકરણ દ્વારા લખાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, IPRની મંજૂરી માટે જૈવવિવિધતા અ...

ઢોંગી રાષ્ટ્રવાદી ભાજપની મોદી અને રૂપાણીની સરકાર, મુંબઈ હુમલામાં કસાબન...

ગાંધીનગર, 26 - 11 - 2020 પાકિસ્તાનના આતંકવાદીઓ 26 નવેમ્બર 2008માં ચાંચીયા બનીને ગુજરાતની અરબી સમુદ્રની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા. પોરબંદરની કુબેર બોટ નં.પીબીઆર 2342ના માલીક વિનુભાઈ મસાણીની માલીકીની બોટ લઈ દરિયામાં ફિશીંગ કરી રહ્યાં હતા. પોરબંદરની 'કુબેર બોટ'નું અપહરણ કર્યું હતું. તેના 6 ખલાસીઓને મોતને ઘાટ  ઉતાર્યા હતા. ગુજરાતના 6 સહિદોને ગુજ...

લોથલની જેમ બનાસકાંઠાનું થરાદ એક સમયે બંદર હતું

Like Lothal, Tharad of Banaskantha was once a port લોથલની વિરાસત અને મુંબઇ પોર્ટની નગર વસાહત રચના એ ગુજરાતની મોટી ખોજ છે દુનિયાનું પહેલું સમુદ્રી બંદર ઇ.સ. પૂર્વે 2300ની આસપાસ ગુજરાતના દરિયા કિનારે આવેલું લોથલ હતું અને તેની રચના આજેય પણ નિષ્ણાંતોને આંજી નાંખે તેવી છે. ગુજરાત આજે તેના સમૃદ્ધ બંદરોથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે પરંતુ આ બંદરો પરથી ભ...

હિંદુ વિચારધારાની સત્તા આવતાં ગુજરાતની પ્રજા 25 વર્ષમાં ઈંડા ખાવા તરફ ...

ગુજરાત હવે ગાંધીજીના સમયનું અહિંસક નથી રહ્યું, દેશમાં ઓછા ઇંડા ખાનારા 14 રાજ્યો પછી ગુજરાતનું સ્થાન, ગુજરાત હવે ઇંડાહારી રાજ્ય ગાંધીનગર, 25 નવેમ્બર 2020 આખા દેશમાં ગુજરાતના લોકો શાકાહારી છે, એવું લોકો માનતા આવ્યા છે. પણ છેલ્લા 25 વર્ષમાં રાજકીય પરિવર્તનની સાથે હિંદુવાદી વિચારધારા આવી ત્યારથી ઇંડાનો વપરાશ વધ્યો છે. ગુજરાતના લોકો હવે ઇંડાહારી છ...

સુરતની 16 વર્ષની એથલેટિક હીર પારેખ બની, સ્વસ્તિક ગર્લ, 90 ડીગ્રીથી હાથ...

સુરત, 24 નવેમ્બર 2020 ધોરણ 10ની વિદ્યાર્થીની સુરતની 16 વર્ષીય હીર પારેખે પોતાના શરીરથી સ્વસ્તિની રચના કરી છે. ટોપ એંગલથી જોવા પર સ્વસ્તિક સ્પષ્ટ રીતે જોવા મળે છે. પોતાના બંને હાથ અને પગ 90 ડિગ્રી પર સ્ટ્રેચ કરી સ્વસ્તિકનો આકાર બનાવ્યા છે. બે હાથ અને બે પગને 90 ડિગ્રીમાં રાખી સ્વસ્તિક પોઝ રચ્યો છે. તે એથ્લેટિક છે. ગુજરાતમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ...

શ્રીમંત ગુજરાતમાં કાર ધરાવતાં ગરીબો રેશન કાર્ડ પર સરકારનું સસ્તુ અનાજ ...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 મોરારીબાપુ – મોરારી દાસ હરિયાણીના નામે રેશનકાર્ડનું કૌભાંડ પકડાયું હતું. સુરતના અબજોપતિ વેપારી વસંત ગજેરા, પરેશ ધાનાણીના ભાઈ શરદ ધાનાણી અને દિલીપ સંઘાણીના ભાઈ ચંદુ સંઘાણીના નામે રેશન કાર્ડ કાઢીને તેના નામે અનાજ ઉપાડી લેવામાં આવતું હતું. સમગ્ર રાજ્યમાં દરેક જિલ્લા દીઠ 40થી 50 હજાર બોગસ રેશન કાર્ડ બન્યા હોવાનો આરોપ પણ છે....

તૈયાર પાક પર વરસાદ થતાં મગફળીનું ઉત્પાદન ઘટ્યું, સૌરાષ્ટ્રના ખેડૂતોને ...

ગાંધીનગર, 23 નવેમ્બર 2020 ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે...

અમદાવાદનો સળગતો પર્વત પિરાણા, જેને કેન્સર ફેલાવતો પર્વત પણ કહે છે

અમદાવાદ, 22 નવેમ્બર 2020 દિલ્હીની આજુબાજુ તેમજ હરિયાણા અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં ઘઉંનો પાક લેવાઈ જાય ત્યાર બાદ ખેતર ચોખ્ખું કરવા માટે પરાળને સળગાવી દેવામાં આવે છે. તેથી હવાનું પ્રદુષણ થાય છે. ગુજરાતમાં ડાંગરનું સૌથી વધું વવાવેતર 1.32 લાખ હેક્ટર અમદાવાદની આસપાસ થાય છે. છતાં અહીંના ખેડૂતો તેને સળગાવતાં નથી પણ અમદાવાદ પોતાનો કચરો શ...