માસ્કનો રૂ.5 હજારના દંડ ને 3 વર્ષની જેલ સાંભળીને લોકોએ સવારથી નિકળવાનુ...
આજ 13 એપ્રીલ, 2020થી બહાર નિકળનાર તમામ લોકોએ માસ્ક પહેરવા ફરજીયાત છે. જો માસ્ક પહેર્યુ નહીં હોય તો રૂ. 5000 દંડ થશે અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારના દંડ ભરવામાં આનાકાની કરશે તો કાયદાકીય રીતે અમદાવાદ મહાનગર પાલિકા કેસ દાખલ કરશે અને આ કેસમાં 3 વર્ષ સુધીની સાદી કેદ થઈ શકે છે. બહું ઓછા લોકોને દંડ થયો છે. માસ્ક વગર નિકળનારા લોકોને કારણે ચેપ પ્રસરવાની...
ભાજપની રૂપાણી સરકારનાં રૂ. 6210 કરોડના કોરોના શ્રેષ્ઠ સહાય પેકેજ
ગાંધીનગર, 12 એપ્રિલ 2020 વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-19ને કારણે ભારતભરમાં સર્જાયેલી વિકટ સ્થિતીમાં રાજ્યના ખેડૂતો ગરીબ, વંચિત, પીડિત, શ્રમિકો, ગંગા સ્વરૂપા માતા-બહેનો, દિવ્યાંગો અને મધ્યમવર્ગીય પરિવારોને પ્રવર્તમાન સ્થિતીમાં સહન કરવા વારો ન આવે તેવા ઉદાત્ત ભાવથી કેન્દ્ર અને રાજ્ય સરકારના મળીને કુલ ૬ર૧૦ કરોડના સહાય પેકેજના વિવિધ લાભ આપ...
ગુજરાતની પ્રજાને તુરંત સહાય પેકેઝ જાહેર કરો – બિન સરકારી સંસ્થાઓ...
હાલ ગુજરાત રાજ્યનું અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. 22 માર્ચ 2020થી 14 એપ્રિલ સુધી લોક ડાઉનની સ્થિતિ છે. ગરીબોને, ખેડૂતોને, ખેતમજૂરોને, ઔદ્યોગિક કામદારોને, રોજેરોજનું કમાઈને ખાનાર રિક્ષાચાલકો, હાથલારીવાળાઓ, પાથરણાવાળાઓ, લારી-ગલ્લાધારકો વગેરે જેવા અર્થતંત્રના પાયાના અસંગઠિત વર્ગને મોટું નુકસાન થયું છે. ગુજરાતની પ્રજાને સહાય અને મદદ માટે અત્યારે રૂ.2 લાખ...
માછીમારોને કોરોનામાં દરિયામાં જવાની છૂટ આપી પણ ધંધો ક્યાં ? નિકાસ ઘટી
કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ રાજ્ય સરકારે દૂર કર્યો છે. તેમને ટોકન ઇસ્યુ કરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. માછલી-ઝિંગા પકડવા, પ્રોસેસિંગ, પેકેજીંગ, કોલ્ડ ચેઇન મેઇન્ટેનન્સ અને ટ્રાન્સપોર્ટેશન કરી શકશે.
માછલીઓનું ઉત્પાદન અન...
પૂજા દરજી માત્ર રૂ.6માં માદર પાટનો માસ્ક બનાવ્યો, રૂપાણીએ માસ્કને ફરજિ...
અમદાવાદ, 12 એપ્રિલ 2020 અમદાવાદ શહેરના ચેનપુર વિસ્તારમાં રહેતા પૂજાબેન દરજીએ ઘેર બેઠા સસ્તા 'માસ્ક" બનાવી આપીને સમાજ સેવા કરી રહ્યા છે. તેમણે બેગ સીવવાનું બંધ કરીને સારા અને સસ્તા માસ્ક બનાવવાનું શરૂં કર્યું છે. કોરોના રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીગ અને માસ્ક જરૂરી બની ગયા છે. ડોક્ટરો, નર્સો તથા અન્ય સ્ટાફ માસ્કનો બહુધા ઉ...
અમદાવાદમાં ડોર ટુ ડોર સરવે દરમ્યાન તાવ-શરદીના 5000 દર્દી મળ્યા
અમદાવાદ, 11 એપ્રિલ, 2020 અમદાવાદ શહેરમાં ઘરે-ઘરે સરવે શરૂ કરવામાં આવ્યો છે. ત્રણથી ચાર રાઉન્ડ કરવામાં આવી શકે છે. અમદાવાદ મહાનગર પાલિકાની સરવે કામગીરી દરમ્યાન ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. અમપાના સરવે દરમિયાન તાવ, શરદીના પર૪પ કેસ બહાર આવ્યા છે. ૧પ૦ કરતાં વધુ લોકો વિદેશયાત્રા કરી હોવાની વિગતો પણ જાહેર થઈ છે. કોરોનાના શંકાસ્પદ દર્દીઅ, આં...
માર્ગ અકસ્માતમાં કયા શહેરમાં ક્યાં વિસ્તારમાં સૌથી વધું અકસ્માત થાય છે...
ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષમાં માર્ગ અકસ્માતના હેન્ડલ કરાયેલા કેસોમાં કુલ ૧૨,૩૭,૨૪૮ લોકોને સારવાર પહોંચાડાઇ હતી. જેમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ઓક્ટોબર માસ સુધીમાં ૬૨,૫૨૮ લોકોને સારવાર લેવાની જરૃર પડી હતી. માર્ગ અકસ્માતમાં ૭૯ ટકા પુરૃષો અને ૨૧ ટકા મહિલાઓએ સારવાર લેવી પડી હતી. ૨૧થી ૩૦ વર્ષના વયજુથના સૌથી વધુ ૩૨ ટકા વિક્ટીમ નોંધાયા છે. રાજ્યમા...
કોરોનાએ ગુજરાતમાં રામરાજ્ય લાવી દીધું, કેમ ?
ગુનાખોર ગુજરાત કોરોનાના કેરમાં ગુના સાવ ઘટી ગયા અમદાવાદ, 11 એપ્રિલ 2020 ભારત સરકારના છેલ્લાં જાહેર અહેવામાં ગુજરાતમાં કેટલા લોકોના મોત વર્ષે થાય છે તેની વિગતો જાહેર કરવામાં આવી છે તે પ્રમાણે ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી ગુનાખોરી સાવ ઘટી ગઈ છે. લોકડાઉન થતાં લોકો ગુનો કરતાં બંધ થઈ ગયા છે. ભાજપ અને સંતો જે રામ રાજ્યનઓ આદર્શ રજૂ કરીને કલ્પના કર...
મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને 13 એપ્રિલથી મફત અનાજ
ગાંધીનગર, 10 એપ્રિલ 2020 રાજ્યભરમાં આગામી 13 એપ્રિલ 2020 થી 17 હજાર સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો 52થી 60 લાખ APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ અપાશે. જેમાં 2.50 કરોડથી 3 કરોડ મધ્યમવર્ગીય લોકોને અનાજ મળશે. અનાજ વિતરણ વ્યવસ્થા માટે ગ્રામ્ય અને શહેરમાં દુકાનદીઠ શિક્ષક, તલાટી કે ગ્રામસેવક, પોલીસ અને સ્થાનિક અગ્રણી સાથે સમિતી બનશે. સમિતી સોશિય...
ગુજરાતમાં 10 લાખ બાળકો અને મહિલાઓ કોરોના સમયમાં કુપોષણનો ભોગ બની શકે
ગાંધીનગર, 10 એપ્રિલ 2020 મધ્યાહન ભોજન યોજનાના કમિશનર સમક્ષ પ્રાથમિક શાળાના બધા બાળકોને એડવાન્સ મિડ ડે મિલ આપવાની માંગણી થઈ રહી છે ગુજરાતની 32891 પ્રાથમિક શાળામાં 51 લાખ બાળકો ભણે છે. ખુબજ ગરીબ પરિવાર માંથી આવે છે. હાલમાં રાજ્યમાં કોવિડ 19 નામક મહામારીના લીધે બધી શાળાઓ બંધ છે. શાળામાં આ બાળકોને બપોરનું ભોજન મળતું હતું. લોક ડાઉનના લીધે નથી મળી ...
માણસાઇના દિવા, અમદાવાદમાં 101 લોકોનું ‘શેલ્ટર હોમ’ બન્યું ‘હેપી હોમ’
અહેવાલ: ઉમંગ બારોટ અમદાવાદ, 10 એપ્રિલ 2020 ‘હું ઉત્તરપ્રદેશનો વતની છું, સુરતમાં સાડીના કારખાનામાં રોજીરોટી મેળવતો હતો. લોકડાઉનની જાહેરાત બાદ હું ચાલીને વતન જવા નિકળ્યો. અમદાવાદ જિલ્લા વિસ્તારમાં પ્રવેશતા જ મને જિલ્લા પ્રશાસન દ્વારા અહીંના આશ્રય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો. મને અહીં તમામ સુવિધાઓ મળી રહી છે. શેલ્ટર હોમના ભોજન, મનોરંજન અને ગ્રામ...
અમદાવાદના અભય જાનીએ કોરોના દર્દીઓની શોધી આપતી એપ્લિકેશન વિકસાવી
અમદાવાદ: અમદાવાદ નાગરિક સંસ્થાએ નાગરિકોના "મોટા હિતમાં" કોરોનાવાયરસ દર્દીઓની જાહેર વિગતો જાહેર કરી, એક આઇટી પ્રોફેશનલે દર્દીઓનું ચોક્કસ સ્થાન પ્રદાન કરવા માટે ગૂગલ મેપ્સ સુવિધાનો ઉપયોગ કરીને એક એપ્લિકેશન વિકસિત કરી છે જેથી લોકો આવા વિસ્તારોથી દૂર રહી શકે. . અમદાવાદથી અત્યાર સુધીમાં 130થી વધુ કોરોનાવાયરસના કેસ નોંધાયા છે, અહીંના લોકો આવા દર્દીઓના...
ખડૂતોનો માલ ખેતરોમાં પડી રહ્યો છે, કોઈ લેવા તૈયાર નથી
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા એ રાજ્યના મુખ્યમંત્રી, કૃષિમંત્રી, વિરોધપક્ષના નેતા સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરઓને ઇમેઇલ દ્વારા પત્ર લખી કોરોનાના કહેર વચ્ચે ખેડૂતો પ્રત્યે થોડી મહેર કરવાની વિનંતી કરી છે. રાજ્યમાં ચાલુ વર્ષે 146% કરતા વધારે વરસાદ નોંધાયો છે 200% થી વધારે વરસાદ નોંધાયો હોય એવા 20 તાલુકાઓ છે જ્યારે 150% થી 200% ...
કોરોનાથી લાભ, ઘરેથી કામ કરવાનું કલ્ચર ઊભું થશે. 90 ટકા સરકાર ઘરેથી ચાલ...
ગાંધીનગર, 10 એપ્રિલ 2020 કોરોના વાયરસના કારણે ગુજરાતને લાંબા ગાળાનો ફાયદો એ થશે કે સારી એવી કચીરીઓ હવે પછીના વર્ષોમાં ઘરેથી જ કામ કરવાનું કહેશે. જે રીતે ઘણાં વર્ષોથી છાપાઓમાં થઈ રહ્યું છે. હાલ તો સરકાર પોતે કર્મચારીઓને ઘરેથી કામ કરાવી રહી છે. ગુજરાતમાં કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારનું વહીવટી તંત્ર ઠપ્પ થઇ ગયું છે. કોરોના સંક્રમણનો સામનો ...
ગુજરાતની હેલ્થ ટીમમાં કોણ છે ?
ગુજરાતમાં કોરોનાની મહામારીમાં આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જ્યંતિ રવિ 20 કલાક કામ કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે ગુજરાતના આરોગ્ય વિભાગનો 50 હજારથી વધુનો સ્ટાફ પણ ખડેપગે છે. રાજ્ય સરકાર પાસે ડોક્ટરોની જે ટીમ મોજૂદ છે તે પૈકી 25 ટકાને કોરોના સારવાર માટે ફરજયુક્ત કરવામાં આવ્યા છે, એટલે કે 16500 ડોક્ટરો વિવિધ હોસ્પિટલો તેમજ આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાલક્ષ...

English