ઉંચા વ્યાજની લાલચે 500 કરોડની ઠગાઈ, પોલીસ નિષ્ફળ
સમૃદ્ધ જીવન મલ્ટી-સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિ. અથવા સમૃદ્ધ જીવન ટ્રસ્ટ ઈન્ડિયા લીમીટેડ કો.ઓ સોસાયટીના સંચાલકોએ ગુજરાત ભરમાં છેલ્લાં ત્રણ વર્ષમાં રૂ.500 કરોડનું નાણાકીય કૌભાંડ આચર્યું છે. સાડા પાંચ વર્ષે બે ઘણી રકમ કરી આપવાની લાલચ આપીને કેન્દ્ર સરકારનું બોર્ડ મારીને આ કંપની 5 વર્ષથી ગુજરાતના લોકોને લુંટી રહી હતી.આ તમામ બાબતો ગુજરાત સરકાર...
અટલ બિહારી વાજપેયીને શ્રધ્ધાંજલી અર્પણના ભાજપના કાર્યક્રમો
તારીખ ૨૧ ઓગષ્ટના રોજ ગુજરાત યુનિવર્સીટી કન્વેન્શન હોલ ઓડિટોરિયમ (જીએમડીસી) અમદાવાદ ખાતે ૪ થી ૬ દરમ્યાન યોજાનાર સર્વદલીય સાર્વજનિક પ્રાર્થના સભામાં સંતો-મહંતો તથા રાજકિય, સામાજીક, શૈક્ષણિક, વેપારી અને વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતિ પ્રાર્થનીય છે. તારીખ ૨૨ ઓગષ્ટના રોજ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી દિલ્હીથી અસ્થિકુંભ લઇ બપોરે ૩કલાકે અમદાવાદ એરપોર્...
પાટણની વાવમાં ધાર્મિક શિલ્પો કેમ વધું છે, શું એ ધર્મ ધામ હતું કે કલાનુ...
પાટણની વાવમાં કયા શિલ્પો છે. પાટણની વાવ શિલ્પોની અદભુત સમૃદ્ધિ ધરાવે છે. ભીમદેવની યાદમાં રાણી ઉદયમતીએ વાવ બનાવી હતી. મહિપાલ, લહદેવ, તજદેવ, બુદ્ધ, પક, કૌકિલ્ય, વાલગમ, રામ, ચંદ્રમાંએ સોમપુરા સિલ્પીઓએ 25થી 30 વર્ષ સુધી શિલ્પો કંડાર્યા હતા. વાવ બનાવતાં પહેલા રાણીએ શિલ્પીઓને એક લાખ રૂપિયા આપ્યા હતા. મુખ્ય 400 શિલ્પો અને કૂલ 800 શિલ્પો બનાવવામાં આવ્યા હત...
શાળાઓમાં રૂ.1500થી 3000નો ફી વધારો ઝીંકાયો
અમદાવાદની 80 ટકા શાળાઓમાં રૂ.1500થી રૂ.3000નો ફી વધારો રાજ્ય સરકારે કરી આપ્યો છે. આવો ફી વધારો દર વર્ષે 10 ટકાના ધોરણે હવે કરી આપવામાં આવશે. લોકોની આવક દર વર્ષે 10 ટકા વધે કે ઘટે તો પણ આ શાળાઓને 10 ટકાની ફી વધારો તો કાયદા મુજબ મળવા લાગ્યો છે. જે શાળા પહેલાં વર્ષે રૂ.15000થી નીચે ફી લેતી હતી તે હવે મોટા ભાગની શાળાઓ સરકારના કાયદા પ્રમાણે ઓછામાં ઓછી ર...
ભાજપના બાબુ બોખીયાના જંગલ જમીન કૌભાંડ શોધવા સત્ય શોધક સમિતિ
જામનગર જિલ્લાના ગાઢ જંગલો ધરાવતી જમીન પોરબંદરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ પ્રધાન બાબુ બોખીરીયાને જમીન આપી દેવાના મામલે કોંગ્રેસે સત્ય શોધક સમિતિ બનાવી છે અને તેમાં જે કંઈ કૌભાંડ થયું હશે તે શોધી કાઢીને અહેવાલ કોંગ્રેસને આપશે અને કોંગ્રેસ પ્રમુખ તે અહેવાલ રાજ્ય સરકારને આપશે. જામનગર જીલ્લાના વિવિધ નાગરિકો તરફથી વન વિભાગની જમીનોમાં થયેલી ગેરરી...
રાજકારણી શકીલ અહેમદનો પુત્ર ચોરી કરતાં પકડાયો
અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ શહેરી બાવા શકીલ અહેમદનો દીકરો શરીફ ચોરી કરતાં પકડાયો છે. બહેરામપુરા વોર્ડમાં જમનાદાસની ચાલીમાં રહેતાં પારસમલ રોષન જૈનની દૂધની દુકાનની પાછળની દિવાલમાં બાકોરું પાડીને તેમાંથી ચોરી કરી હતી. પોલીસે તેની સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે. આમ તો તેની ટોળી પકડાઈ ન હોત પણ સામે જ રહેલાં એક જીવંત કેમેરામાં દુકાનમાં ચોરી થતી હોવાનું...
ગુજરાતમા નકલી નવી નોટો કોણ છાપી રહ્યું છે, દેશમાં સૌથી વધું નકલી નોટ ગ...
ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં સમગ્ર દેશની જે નવી નકલી નોટ પકડાઈ છે. દેશમાં નોટબંધી બાદ ગુજરાતમાં કેટલાંક રાજકીય નેતાઓના સંતાનો દ્વારા તેમની કચેરીમાં જુની નોટ બદલી આપવામાં આવતી હતી. કેટલાંક અખબારોના માલિકો પણ દિલ્હી જઈને નવી નોટોનો સોદો કરી આવ્યા હતા. ગુજરાતમાં કમીશનથી નોટ બદલી આપવામાં આવતી હતી. મહેશ શાહ નામના વ્યક્તિ પાસેથી 10,000 કરોડની નોટો પક...
ગુણવત્તા અને સંશોધન દવા ક્ષેત્રને આગળ વધારશે, હવે જેનરિક દવા બનલા લાગી...
ફાર્મા ક્ષેત્રમાં લેટેસ્ટ જાણકારી, ઉજ્જવળ ભવિષ્ય ઘડશે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ના ગુજરાત વિભાગના વડા ડેપ્યુટી ડ્રગ કંટ્રોલર ડૉ. અરવિંદ કુકરેટીએ સમારોહમાં જણાવ્યું હતું કે તમારી દાનત સાફ હોય અને ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દવાઓનું ઉત્પાદન કરતા હો તો તમારી પ્રગતિ નિશ્ચિત છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં દવાઓને લગતા ધારા...
લગ્નગીત, ફટાણા, ભવાઇ રાવણહત્થો ઉમેરાયા, નાગફણી ભૂલાયું
રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી સાંસ્કૃતિક કલાઓની સ્પર્ધાઓના સમૂહ કાર્યક્રમ તરીકે કલા મહાકૂંભમાં આ વર્ષે ભવાઇ, લગ્નગીત, ફટાણા અને વિવિધ લોક સંગીતની સ્પર્ધાઓ ઉમેરવામાં આવી છે. રાજ્ય કલા મહાકુંભમાં ગાયન વિભાગમાં સમૂહ લગ્નગીત, લગ્નના ફટાણાની સ્પર્ધા ઉમેરાઇ છે. વાદન વિભાગમાં સરોદ (શાસ્ત્રીય રાગ), સારંગી (શાસ...
એક એપ્લીકેશન અનેક સાપ બચાવશે
ચોમસુ શરૂ થતાં જ સાપ નિકળવાનું વધી જાય છે. કારણ કે સાપ એ ઠંડા લોહી ધરાવતું પ્રાણી છે તેથી તેને શરીરને ગરમ કરવા માટે દરમાંથી બહાર આવવું પડે છે. ચોમાસામાં ઈંડામાંથી બચ્ચા બહાર આવે છે. ચોમસામાં સૌથી વધું સાપની હત્યા કરવામાં આવે છે. તેને મારી નાંખવાના બદલે નજીકના સાપ પકડનાર લોકોને સરળતાથી શોધીને સાપને બચાવી શકાય તે માટે લોકો તથા સર્પ-બચાવની પ્રવૃત્તિ સ...
અમદાવાદમાં 45 કરોડની જમીન ખૂલ્લી કરાઈ
નવા વાડજમાં રૂા. ૪૦ કરોડની ૪૦૦૦ ચો.મી. જમીન તેમજ ઇસનપુરમાં ૪૦૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાઇ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને વિસ્તારોમાં બિનઅધિકૃત દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નવા વાડજ વિસ્તારમાં સર્વે નંબર ૩૬૨/એ, ટી.પી.૨૮, એફ.પી.૨૪૫, ૨૪૬ની કે જે બ્રહમક્ષત્રિય સોસાયટી ખાતે મોકાની જગ્યાએ આવેલી ૪૦૦૦ ચો.મી. જમીન પરના બિનઅધિકૃત દબ...
યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશનની ટીમ ગુજરાત આવી
ફાર્મા ક્ષેત્રે ટ્રેનીંગ, કેપેસીટી બિલ્ડીંગ, નોલેજ શેરીંગ પર પરામર્શ કરશે
યુનાઇટેડ સ્ટેટ ફુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન (U.S.F.D.A.)ના સાત અધિકારીઓની ટીમ આગામી 20 ઓગસ્ટ 2018થી રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાતે આવી છે. જેમાં કાર્લ શિયાચીટાનો, સિનિ. એડવાઇઝર, ઓફીસ ઓફ ધ ઇન્ટરનેશનલ પ્રોગ્રામ, F.D.A., ડૉ. લેટીટીયા રોબિન્સન, કન્ટ્રી ડિરેકટર, એ...
અમદાવાદ મહાનગર પાલિકા ભ્રષ્ટાચાર કરી પાર્કીંગમાં બાંધકામ થવા દે છે
અમદાવાદ મહાનગર પાલિકાની મળેલી સંકલન સમિતિમાં અમદાવાદાના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અધિકારીઓ પર ગંભીર આરોપો મૂક્યા હતા કે પહેલાં પાર્કીંગની જગ્યાએ બાંધકામ કરવાની છૂટ આપીને ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ટ્રાફિકની સમસ્યા હળવી કરવી હોય તો પહેલાં આ ભ્રષ્ટાચાર બંધ કરવો જોઈએ. જ્યાં લોરી ગલ્લા દૂર કરાય છે ત્યાં ગબોને રોજી રોટી આપવાની ફરજ સત્તધિશોની છે તેથી તેમ...
સોમનાથ મંદીર હવે ભેદભાવ રાખી રહ્યું છે, શ્રીમંતો માટે ખાસ વ્યવસ્થા
સોમનાથ મહાદેવના સાનિધ્યે અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ રાધિકા મર્ચન્ટે મહાપૂજા દર્શન-ગંગાજળ અભિષેક કર્ધયો હતો. સોમનાથ મહાદેવના સાનિધ્યે મુકેશભાઇ અંબાણીના પુત્ર અનંત અંબાણી સાથે સગાઇના બંધનમાં બંધાનાર રાધિકા મર્ચન્ટે ભગવાન સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક, મહાપૂજા સામગ્રી અર્પણ, સહિત પુજન કર્યા બાદ તત્કાલ મહાપૂજન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે મુખ્યપુજ...
શિક્ષક પરીક્ષા પેપર લીકમાં ખેડાના શિક્ષણ માફિયાની સંડોવળી
ગુજરાત રાજ્ય સરકારમાં શિક્ષકોની ભરતી માટે ભ્રષ્ટાચાર થયો હોવાની વિગતો બહાર આવી હોવા છતાં સરકાર દ્વારા કોઈ તપાસ કરાઈ નથી. ૨૯ જુલાઇ ૨૦૧૮ના રોજ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે યોગ્યતા કસોટી લેવાઈ હતી. જેમાં અરવલ્લીના શિક્ષક અને અન્ય બે વ્યકિતઓ સાથે મળી અને આ કૌભાંડમાં ખેડા જિલ્લા શિક્ષણ સાથે સંકળાયેલા શિક્ષણ માફિયાઓ પણ સંડોવાયા હોવાની વિગતો બહાર આ...

English