Friday, August 28, 2026

પોલીસના મકાનો સારી સ્થિતીમા નથી

કઠીન પરિસ્થિતીમાં કાર્ય કરતા પોલીસને કામકાજના સ્થળે અને વિરામ દરમ્યાન પોતાના નિવાસે ફ્રેશનેસ-સ્ટ્રેસ ફ્રી વાતાવરણ અનુભવાય તેવી મોકળાશ વાળા રૂ.2122 કરોડના ખર્ચે 36,856 ઘર અને ગાંધીનગરમાં સેકટર-10-બીમાં 2938 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી રૂ.8.70 કરોડના ખર્ચે નિર્માણ થયેલી ગુજરાત પોલીસ આવાસ નિગમ લી.ની વડી કચેરી સરકારે બનાવી છે એવું મુખ્યમંત્રી વિજય રૂ...

પોતાની વીમાં કંપની બનાવતાં કુટુંબો

વીમા કંપનીઓ હવે રીતસર લૂંટ ચલાવી રહી છે. ઊંચા પ્રિમિયમથી લોકોને લુંટવામાં આવી રહ્યાં છે. તેનો ઉપાય લોકોએ શોધી કાઢયો છે અને હવે પોતાના નજીકના કુટુંબના થોડા લોકો એક જુથ બનાવીને હવે પોતે જ પોતાની હેલ્થની સંભાળ લઈ રહ્યા છે. હેલ્થ ઇન્સ્યુરન્સ કંપની અને કમિશન સાથે કામ કરનારા એના એજન્ટો વીમો વેચતી વખતે આંબા - આંબલી બતાવે અને વિમેદાર ખરેખર બીમાર પડે ત્ય...

અંબાજી મંદિર ભાજપને ભેટ ચઢાવે છે – કોંગ્રેસ

હિન્દુત્વના નામે સત્તા લાલસા સંતોષવા સાથે ધાર્મિક ઉત્સવો અને નવરાત્રી વેકેશનથી વોટ બેન્ક ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહેલાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, ભાજપના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત ભાજપ સરકારનાં પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની અંબાજી મંદિરમાં આગતા સ્વાગતા કરવા લાખો રૃપિયા ખર્ચવામાં આવ્યા છે. પ્રસાદ ધરવાના બદલે શિષ્ટાચારનાં બહાને લખ લૂંટ ...

ડીજીટલ પ્રિંટ ઓઈલ પેઇન્ટિંગ તરીકે વેચવાનું કૌભાંડ

ગુજરાતના જાણીતા ચિત્રકાર અશોક ખાંટે ચિત્રકાર જગતમાં ચાલી રહેલી છેતરપિંડી બહાર લાવી છે. તેમના મતે કેટલાક ચિત્રકારો ફોટોગ્રાફની ડીજીટલ પ્રિંટ કઢાવીને  ઓઈલ પેઇન્ટિંગના નામે છેતરપિંડી કરી રહ્યા છે. એક કડવી વાસ્તવિકતા ચિત્રકલામાં ખાસ કરીને આજકાલ સારા ફોટોગ્રાફને કેનવાસ ઉપર ડિજિટલ પ્રિન્ટ કરી તેના પર રંગોના થોડાક પેચ મારી તેને ઓઇલ પેઇન્ટિંગની શ્ર...

ભાજપનું પટેલ મત કાર્ડ – ઉમિયા માતાની મુખ્ય પ્રધાને પુજા કરી, ઊંઝ...

ભારતીય જનતા પક્ષના નેતાઓને કડવા પાટીદારો પ્રત્યે એકાએક અહોભાવ ઊભો થયો છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવ પેદા થયો છે. વિધાનસભાની ચૂંટણીમાં અનેક જ્ઞાતિઓએ ભાજપને મત આપ્યા ન હતા. અને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપનું સાવ ધોવાણ થયું હતું. ત્યાર બાદ ભાજપે અલગ અલગ કોમ પ્રમાણે મતો મેળવાવ તેમના ધાર્મિક સ્થાનો પર પ્રભાવ વધારવા અને શક્ય હોય ત્યાં તેના પર ...

મોદીના મોટાભાઈએ પણ ગેરકાયદે બાંધકામ કર્યું

અમદાવાદ મહાનગર પાલિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહલાદ મોદીએ પણ ગેરકાયદે બાંધકામ કરી દીધું હોવાનું ધ્યાનમા આવતાં તે તોડી પાડ્યું છે. પૂર્વ વિસ્તારમાં ઈન્દ્રપુરી વોર્ડના રબારી કોલોની ચાર રસ્તા પાસે મંગલદીપ એસ્ટેટમાં શેડ નંબર-4માં ગેરકાયદે કોર્મર્શીયલ ઇમારત ઉભી કરી દીધી હતી. જે અંગે તેમને અગાઉ નોટિસ આપી હતી. આમ તો 17 જુલાઈએ આ બાંધકામ તોડી ...

અભ્યાસ અને ધંધા માટે સવર્ણ યુવાનોને લોન અપાશે

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ અને ધંધો-રોજગાર કરવા માગતા લોકો માટે વિવિધ યોજનાઓ લોન અને સહાય સાથે જાહેર કરાઇ છે. જેમાં હાલ જે રીતે વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને ઘેલુ છે તે જોતા સૌથી વધુ ૧૫ લાખ રૂપિયાની લોન ધોરણ ૧૨ પછી વિદેશમાં અભ્યાસ કરવા માટે જવું હોય તો આપવાની મહત્વની જાહેરાત કરાઇ છે. તે માટ...

ગુજરાતની ટ્રાફિક સમસ્યા હલ કરવાનો આદેશ આપનાર ન્યાયમૂર્તિની વિદાય

ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ એમ.આર.શાહની પટણા વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમજ ન્યાયાધીશ કે.એસ.ઝવેરીની ઓરિસ્સાના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુકતી બદલ ગુજરાત વતી મંત્રી મંડળે શુભેચ્છાઓ પાઠવી અભિનંદન આપ્યા હતા. મંત્રી મંડળ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં  એમ.આર.શાહ તેમજ કે.એસ.ઝવેરીનું મુખ્યમંત્રી  વિજય રૂપાણીએ પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું...

રક્તપિત્તની નાબૂદી માટે ૪૪ લાખ ઘરનો સર્વે કરાશે

ગુજરાતમાંથી રક્તપિત્તના કાયમી નાબૂદી માટે ૨૦ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન ૧૨ જિલ્લાઓમાં અસરકારક તપાસ અભિયાન હાથ ધરાશે. અગ્રસચિવ અને આરોગ્ય કમિશનર ડૉ. જયંતી એસ. રવિએ ગાંધીનગરમાં જણાવ્યું હતું કે, રક્તપિત્તનું ઉચ્ચ પ્રમાણદર ધરાવતા વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને મહિસાગર તથા સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાઓમાં રક્તપિત્તના વણશોધાયેલા દર્દ...

બાંગ્લાદેશની સગીરાને માંગરોળથી બાંગ્લાદેશ મોકલી 

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટી દ્વારા બાળકોની સલામતી-સુરક્ષા માટેની કામગીરી કરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં સૌરાષ્ટ્રના માંગરોળ ખાતેથી મળેલી બાંગ્લાદેશની યુવતીને તેના વતન પહોંચાડીને તેના માતા-પિતા સાથે મિલન કરાવવાની કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેકશન સોસાયટીના જણાવ્યાનુસાર મા...

પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ બેઝ સંસ્કૃતિક કાર્યક્રમ

અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સંલગ્ન અમદાવાદની ૨૦૦ જેટલી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ૧૨-૦૮-૨૦૧૮ રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧:૦૦ પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડીટોરિયમ ખાતે પાર્કિંગ – સમસ્યા અને સમાધાન થીમ આધારે કાર્યક્રમ રજૂ થશે. આ કાર્યક્રમ માં મુખ્ય અતિથી તરીકે ગુજરાત કોંગ્રેસ ના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સ...

યુવાનોને નોકરી નહીં પણ નવી થીમ શેપિંગ અ ન્યૂ ઇન્ડીયા સાથે વાયબ્રન્ટ સમ...

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ-ર૦૧૯ ‘શેપિંગ અ ન્યૂ ઇન્ડીયા’ના વિષયવસ્તુ સાથે યોજાશે. ભારત નિર્માણમાં હોલિસ્ટીક ડેવલપમેન્ટના એપ્રોચ સાથે ગુજરાત પોતાનું યોગદાન આ સમીટથી આપવા પ્રતિબદ્ધ છે. જાન્યુઆરી-ર૦૧૯ તા. ૧૮ થી ર૦ દરમિયાન સમિટ યોજાવાની છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમીટની એડવાઇઝરી કમિટીની પ્રથમ બેઠક યોજાઇ હતી. મુખ્યમંત્રીએ વિજયભાઇ રૂપાણીએ વાયબ્રન્ટ સમ...

સી.એમ. ડેશ-બોર્ડ બન્યું ત્રીજું નેત્ર, રિયલ ટાઇમ મોનિટીંગ 

સી.એમ. ડેશ-બોર્ડ પર જિલ્લા કલેકટર કચેરીનું રિયલ ટાઇમ મોનિટીંગ કરતાં પ્રજાના કામો ન થતાં હોવાથી મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ રાજ્યના જિલ્લા તંત્રોને પ્રજાકીય પ્રશ્નો અને પ્રજાને સ્પર્શતી બાબતોની સમસ્યાઓનું નિરાકરણ નિશ્ચિત સમયાવધિમાં લાવવા તાકીદ કરી છે. સી.એમ. ડેશ-બોર્ડના વિવિધ ઇન્ડીકેટર્સમાં જિલ્લાઓના પરફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ સિથીલ તંત્રને કહ...

અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના નિયંત્રણ અંગેનો અભ્યાસ કરવા સમિતિ

અમદાવાદ શહેરના હવા પ્રદૂષણના કારણો જાણી તેના નિયંત્રણ અને પિરાણાના કચરાના ઢગલાની સમસ્યા અન્વયે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતીની રચના રાજ્યસરકારે  કરી છે. વન પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રચાનારી આ ઉચ્ચસ્તરીય સમિતીમાં અન્ય સરકારી સભ્યો તરીકે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ...

મહાત્મા ગાંધીની 150 વર્ષની જન્મ જયંતિ ઉજવણીની સમિતી

મહાત્મા ગાંધીજીના 150 વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની રચના કરવામાં આવી છે. બે વર્ષ ચાલનારી ઉજવણીના સંદર્ભમાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સમિતિ કાર્યરત રહેશે. આ સમિતીના અન્ય સભ્યોમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક બાબતોના રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, નાણ...