ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020
એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર મગફળી, ખોળ, જીરૂં, મકાઈ, ઘઉં, બાજરી, ચોખામાં જોવા મળે છે. ગુજરાતમાં મગફળીમાં 2020ના વર્ષમાં સૌથી વધું ખતરનાક ઝેર જોવા મળેલું છે. જેનાથી લીવર ખલાસ થઈ જાય છે અને બાળકોનો વિકાસ રૂંધાય છે.
આટલા ખતરનાક પરિણામ છતાં ગુજરાતના આરોગ્ય વિભાગના ફૂડ કમિશ્નરની કચેરી સહેજ પણ તપાસ કરતી નથી કે ઓઇલ મિલ કે તેલમાં તપાસ કરીને આ ઝેરી તત્ત્વ શોધતી નથી. લોકો તે અજાણતાં ખાઈ રહ્યાં છે.
મોંમાં આવતાં થુંથું થાય છે
દાણા પર બાજેલી ફૂગ હોય છે. ખાવાથી તેને થુંકી નાંખવાનું મન થાય છે. કડવો દાણો હોય છે. વિચિત્ર સ્વાદ આવે છે. ઝારી બાજેલી હોય છે. દાળા ચીમળીઈ ગયા હોય છે. રંગમાં ફેરફાર થાય છે.
130 કરોડ કિલો તેલ
2020માં 2637 કિલોના હેક્ટરે ઉત્પાદન સાથે 54.65 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકવાનો કૃષિ વિભાગે અંદાજ રજૂ કર્યો હતો. ગયા વર્ષ કરતાં 21 ટકાનો વધારો બતાવે છે. 2019માં 2674 કિલોના હેક્ટરે ઉત્પાદન સાથે 45.03 લાખ ટન મગફળી ઉત્પાદનનો લક્ષ્યાંક હતો. મગફળીના દાણામાંથી 50 ટકા લેખે હેક્ટર દીઠ 1,253 કિલો મગફળીમાંથી 50 ટકા લેખે તેલ કાઢવામાં આવે છે. 15-20 લાખ હેક્ટરમાં મગફળી ઉગાડાય છે. 130 કરોડ કિલો સીંગતેલ સૌરાષ્ટ્રમાં પેદા થાય છે. જે આખા ભારતમાં સૌથી વધું છે.
વધું વરસાદથી ફૂગ વધી
રાજયમાં મગફળીનું વાવેતર 33 ટકા વધીને 20.73 લાખ હેકટરમાં થયું હતું. પરંતુ ભારે વરસાદથી મગફળીનું ઉત્પાદન 34 થી 38 લાખ ટન થઈ શક્યું છે. વળી, તેમાં એસ્પરજીલસ ફૂગથી અફ્લાટોક્સીન નામનું ઝેર વધુ વરસાદના કારણે આ વખતે આવ્યું છે. 30 લાખ ટન મગફળીનું તેલ કાઢી દેવામાં આવ્યું છે. મોટા ભાગના તેલમિલરોએ તેની મગફળીના દાણામાંથી અફ્લાટોક્સીન ઝેર ધરાવતાં દાણાં કાઢ્યા નથી. આ તેલ ગુજરાતના લોકો હાલ ખાઈ રહ્યાં છે.
મગફળી સંશોધન સંસ્થાના વડાનું નિવેદન
જૂનાગઢ વિશ્વ વિદ્યાલયમાં આવીને અખિલ ભારતીય મગફળી સંશોધન કેન્દ્રનાં ડી.જી.આર. ડો. રાધાકૃષ્ણને મગફળીમાં આ વર્ષે વરસાદી સિઝન લંબાતા મગફળીનાં ડોડવામાં જોવા મળેલી આફ્લાટોક્સીન નામક ફુગ વિષયે વૈજ્ઞાનિક તારણ રજુ કર્યા હતા. જે ઘણાં ચોંકાવી દે એવા હતા.
જૂનાગઢ વિશ્વ વિદ્યાલયમાં સંશોધન
જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના વિજ્ઞાનીઓએ આ અંગે કેટલાંક સંશોધન હાથ ધર્યા છે. તેના વિજ્ઞાનીઓના મતે એસ્પરજીલસ 7 પ્રકારની જોવા મળે છે. ફ્લેવસ નામની ફૂગ અને તેના દ્વારા ઉત્પન્ન થતાં અફ્લાટોક્સીન વાળા પાકના સારા ભાવ મળતા નથી. તેથી ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે.
ફૂગથી ખતરનાક રોગ
તેનાથી યકૃતનું કેન્સર થાય છે. યકૃતમાં સોજા આવે છે. લોહી જમા થાય છે. પાચન શક્તિ મંદ પડે છે. બાળકોનો વિકાસ રૂંધાય છે. લાંબાગાળે તે કોષનાં 5-53 જનનીમાં ફેરફાર કરે છે. ચેપ લાગવાથી ખોરાક પતવાની ક્ષમતા અને વજનમાં ઘટાડો થાય છે. ખુબ વધારે પડતાં ચેપથી માણસનું મોત 72 ટલાકમાં થઈ જાય છે. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધકો માની રહ્યાં છે. તેઓ સૌરાષ્ટ્રની મગફળીમાં આનું કેટલું પ્રમાણ છે અને તેને દૂર કરવા માટે શું થઈ શકે તે માટે શોધ કરી રહ્યાં છે.
કેટલી માત્રા કેવું નુકસાન કરે
એક મીલી ગ્રામમાં 20 પાર્ટસ પર બિલિયન હોય ત્યાં સુધી તે માણસ માટે અને 50 પીપીબી પ્રાણીઓ માટે સલામત છે. પણ તેનાથી વધે ત્યારે નુકસાન કરે છે. 100 પીપીબી નાના બાળકોનો વિકાસ અટકાવી દે છે. 200થી 400 પીપીબી મોટી ઉંમરના માણસનો વિકાસ કુંઠીત કરી દે છે. 400 પીપીબીથી વધું પ્રમાણ લીવર–યકૃતનું કેન્સર થાય છે.
મગફળીમાં અફ્લાટોક્સીનની માત્રા કેટલી સલામત છે ?
ભારતમાં 30, અમેરિકામાં 20, ફ્રાંસમાં 1, યુરોપ 4 ગ્રામ એક કિલો મગફળીએ માન્ય છે. ચીનમાં 10 ગ્રામ અને ઈટલીમાં 5 ગ્રામ એક કિલોએ નિકળે ત્યાં સુધી માન્ય છે તેનાથી વધું હોય તો તે માલ લોકોને ખાવા આપી શકાતો નથી.
સ્ટોરેજ કેઈ રીતે પર આધાર – 5થી 7 ટકા ભેજ હોય ત્યારે જ
પરોપજીવી ફૂગ
એફ્લેટોક્સિન એ માયકોટોક્સિન છે જે એસ્પરગિલસ જીનસના ફૂગ દ્વારા નાની સાંદ્રતામાં ઉત્પન્ન થાય છે. પરોપજીવી છે. પેનિસિલિયમ જીનસના ફૂગ દ્વારા પણ તે ઉત્પન્ન કરી શકે છે. અફલાટોક્સિન્સ ઝેરી છે. શરીરમાં પ્રવેશ્યા પછી, ઓફ્લાટોક્સિન યકૃત દ્વારા મધ્યવર્તી રીએજન્ટ, ઓફ્લાટોક્સિન એમ 1 સાથે ચયાપચય થાય છે.
મરઘા મરી ગયા
અફલાટોક્સિન દુનિયામાં સ્થાયી સમસ્યા છે. સ્કોટલેન્ડમાં 1960માં અફલાટોક્સિનગ્રસ્ત મગફળી ખવડાવવામાં આવતા 10 મિલિયન મરઘીના અચાનક મૃત્યુ થયા હતા. ખૂબ ઝેરી અને કેન્સરકારક, કાર્સિનોજેનિક. બ્રિટિશ સંશોધન જૂથે 1960 માં અફલાટોક્સિન્સની શોધ કરી હતી. ફ્લેવસના ઝેરમાંથી આવે છે. દુનિયાના અનેક દેશમાં લોકોનો આ કારણે મૃત્યું નોંધાયા છે.
ઉદ્યોગમાં ખતરો
મગફળી, મગફળીના દાણા, મગફળી તેલ, મગફળી ખોળ, અનાજ, બીજ, ઝાડ, બદામ અને ડિહાઇડ્રેટેડ ફળ ઉદ્યોગમાં તે ખતરો છે. કારણ કે તે સ્ટોરેજની સ્થિતિના આધારે માયકોટોક્સિનની રચના સાથે, ઝેરી ફૂગથી દૂષિત થઈ શકે છે. તેમની ઝેરી શક્તિ વધારે છે. માણસના મૃત્યુનું કારણ બની શકે છે, જે આફલાટોક્સિન વાળું અનાજ કે આવો ખોરાક ખાય છે.
ફૂડ પેક્ટ્સ
પેટ ફૂડ્સનું વારંવાર સેવનથી, કૂતરાઓમાં લીવર રોગ થવાની સંભાવના છે. માણસના સંતાનમાં વિકાસમાં અસંગતતા ઊભી થાય છે. ડાયમંડ કંપનીએ મકાઈન લોટ અને 19 ઉત્પાદની વસ્તુઓ પરત ખેંચવી પડી હતી. બજાર નિષ્ણાંતો એવું માને છે કે, આવા ચેપ ગ્રસ્ત દાણાં કે મગફળી વિદેશમાં વેંચી શકાતી નથી. તેથી તે તેલ બનાવવામાં વાપરી નાંખવામાં આવે છે. જે તેલ બધા ખાય છે.
કઈ રીતે માપી શકાય
મનુષ્યમાં પેશાબ દ્વારા માપવામાં આવે છે. તે આહારના આધારે, તે લાંબા ગાળાના જોખમનું મૂલ્યાંકન કરવા માટે આદર્શ નથી.
જૂનાગઢના વિજ્ઞાનીઓ શું કહે છે
જૂનાગઢ વનસ્પતિ શાસ્ત્ર વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, સૌરાષ્ટ્રની 80 ટકા મગફળી તેલ બનાવવામાં વપરાય છે. 10 ટકા મગફળી ખોરાક તરીકે ખાવામાં આવે છે. વરસાદ ખેંચાય છે ત્યારે અને વધું વરસાદ પડે છે ત્યારે ફૂગના કારણે અફ્લાટોક્સીનનું પ્રમાણ વધે છે. પાકમાં તે ગમે ત્યારે આવી શકે છે. તેનાથી તેલની ગુણવત્તા ખરાબ થાય છે. માણસ અને પ્રાણીઓમાં રોગપ્રતિકારક શક્તિ ઘટે છે. તેથી રોગનો ભોગ બને છે.
છોડમાં ઓળખ
અફ્લાટોક્સીનના ચેપ વાળા બી વાવવાથી તેનું બીજ ઉગતું નથી. છોડમાં આવે ત્યારે તે અવિકસિત દેખાય છે. નાના પાન અને ઝાડા થડ થઈ જાય છે. ફૂલ બેસતા નથી. આ રોગને અફ્લાટોક્સીનથી ઓળખવામાં આવે છે.
રોગનો પ્રતિકાર જાતો
અફ્લાટોક્સીન રોગનો પ્રતિકાર કરી શકે એવી મગફળીની જાતો છે. જેમાં જે 11, એસ 230, ચિત્રા, જીજી 11, કોયના અને કીટેજી 19 –એ છે.
મગફળીના દાણા પર 0.5 ટકા હાઈડ્રોજન પેરોક્સાઈડનો છંટકાવ કરવાથી અફ્લાટોક્સીનનું પ્રમાણ 1000 પીપીબીથી ઘટીને 25 પીપીબી થઈ જાય છે.
એક દાણો 10 હજાર દાણા બગાડે
એક અફ્લાટોક્સીન ધરાવતો ખરાબ દાણો 10 હજાર દાણાને બગાડે છે. તેથી ખરાબ દાણા અલગ કરી દેવા જોઈએ. જે તેલ મિલ કરતી નથી.
સંગ્રહ કરવાની રીત
8 ટકા ભેજ રહે ત્યાં સુધી મગફળી સુકવવી. મગફળીનો સંગ્રહ ચોખ્ખી, પૂરતા હવા ઉજાસ વાળી, પ્લાસ્ટિક અથવા કંતાનની બેગમાં સંગ્રહ કરવો. ખેડૂતો જ્યારે મગફળી ગોડાઉનંમાં રાખે છે ત્યારે તેમાં આ અફ્લાટોક્સીન રોગ વધું આવે છે. મગફળી પર પ્રોપીયોનીક એસીડ 5 ટકા, સોર્બિક એસીડ, ક્લોરોથેનીલ,સોડીયમ બાય સલ્ફાઈટ છાંટી શકાય.
ઉપાય 1
ઊંડી ખેત અને તપવા દીધેલી જમીનથી અટકી શકે છે. સેલફોસ, કીટકનાશક દવાનો પાકમાં ઉપયોગ કરવો. લીમડાનો ખોળ, એરંડાનો ખોળ હેક્ટરે 500 ગ્રામ નાંખવાથી રોગ ઓછો આવે છે. છાણીયુ ખાતર, ગૌ મૂત્ર અને તેની બનાવટો વાપરી શકાય છે. ટ્રાઈકોડર્મા વાપરી શકાય છે.
ઉપાય 2
તેલને સફેદ માટી સાથે ગરમ કરવાથી અફ્લાટોક્સીનનું પ્રમાણ 800 પીપીબીથી ઘટીને 5 પીપીબી થઈ જાય છે. તેલને 15થી 30 મીનીટ સુધી સુર્યપ્રકાશમાં રાખવાથી અફ્લાટોક્સીનનો 100 ટકા સુધી નાશ થઈ જાય છે. ગાયના છાણની ધુવાડીથી અફ્લાટોક્સીનનો 16થી33 ટકા નાશ થાય છે. મગફળીના ખોળમાંથી એમોની. વાયુ 15થી 30 મીનીટ સુધી પસાર કરવાથી 95 ટકા સુધી અફ્લાટોક્સીન દૂર થાય છે. યોગ્ય ફિલ્ટરનો ઉપયોગ કરવાથી તે દૂર થાય છે.
ઈંગ્લેન્ડમાં મગફળીનો આવો અફ્લાટોક્સીન ખોરાક ખાવાના કારણે 1 લાખ મરઘા મોતને ભેટ્યા હતા.