સોઇંગ મશીન બનાવવાનાં કારખામાં આગ

Fire in a sewing machine factory

સુરતના પુણાગામના આઇમાતા ચોક નજીક આવેલી સોઇંગ મશીન બનાવવાનાં કારખાનું ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં આગમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.  બે લોકો અંદરથી લોક મારીને સુતા હતા. બન્ને મૃતકો મધ્યપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગને ફેક્ટરીમાંથી ૭ જેટલા ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા છે. પોલીસ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે.