ગાંધીનગર, 5 એપ્રિલ 2020
ગુજરાત રાજ્યમાં અંત્યોદય-પી.એચ.એચ રેશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોમાંથી 90 ટકાથી વધુ 59 લાખ પરિવારોએ 1 એપ્રિલથી 4 એપ્રિલ 2020ના ચાર દિવસમાં વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું. હવે, રેશનકાર્ડ ન ધરાવતા ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે.
વૃદ્ધો, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા વ્યકિતઓને સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી 36 લાખ લોકોને ભોજન પુરૂં પાડવામાં આવેલું છે. ગુજરાતમાં આ એક અનોખો વિક્રમ છે.
17 હજાર સસ્તા અનાજની દુકાનો પરથી એન.એફ.એસ.એ અંતર્ગત મીઠું અને ખાંડ મેળવતા 3.40 લાખ ગરીબ પરિવારોને પણ એપ્રિલ માસ પુરતું ઘઉં, ચોખા અને દાળ પણ આપવામાં આવશે.
અશ્વિનીકુમારે કહ્યું કે શનિવારે રાજ્યમાં 47.11 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. 88 હજાર કવીન્ટલ શાકભાજી બજારમાં આવ્યા છે. બટાકા 27311 કવીન્ટલ, ડુંગળી 19040 કવીન્ટલ, ટામેટા 8731 કવીન્ટલ અન્ય લીલાશાક 32627 કવીન્ટલ, ફળફળાદિ 11559 કવીન્ટલ, જેમાં સફરજન 400 કવીન્ટલ, કેળાં 1139 કવીન્ટલ, અન્ય ફળો 10,019 કવીન્ટલનો સમાવેશ થાય છે.
તેની સામે શહેરોની એપીએમસીમાં 50 લાખ કિલો દૂધ , શાક, ફળ આપવામાં આવ્યા હતા. ગુજરાતમાં 3 કરોડ લોકો શહેરોમાં રહે છે. 400 ગ્રામ માથાદીઠ થાય છે. જો તમામ વસતીમાં તેનું વિતરણ થયું હોય તો 180 ગ્રામ શાકભાજી અને ફળ થાય છે. દૂધ 76 મી.લી. લીધું છે.
રાજ્ય સરકારે શરૂ કરેલી હેલ્પલાઇન 1070 અને જિલ્લાકક્ષાની હેલ્પલાઇન ૧૦૭૭ને મદદ માટે અત્યાર સુધીમાં 19501 કોલ્સ મળ્યા છે. આવશ્યક સેવાઓના કર્મીઓ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણ માટે નાના વેપારીઓ, ફેરિયાઓને અત્યાર સુધીમાં 2.35 લાખ પાસ પણ ઇસ્યૂ કરવામાં આવ્યા છે.